નારી તું નારાયણી

પલટાતા સમાજની સાથે પરંપરાગત ભાવનાઓ પણ પરિવર્તન પામતી જાય છે.પ્રાચીન કાળમાં ' *યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ'* તથા મનુ  ભગવાનની *'ન હિ સ્ત્રી સ્વાતંત્ર્ય અર્હતિ* 'જેવી માન્યતાઓ પ્રચલિત હતી . મધ્યકાલીન યુગમાં 'સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ' અને 'ધોકે નાર પાંસરી' જેવી કહેવતો નારી માટે વપરાવા લાગી. વળી 'ઘરની આબરૂ ઢાંકણ નાર 'અને 'શક્તિનો અવતાર ગણાવા લાગી . પ્રાચીનકાળના સીતાનું શીલ , દ્રૌપદીની ત્યાગ ભાવના , ગાંધારીનું નેત્રદાન દ્વારા અમર બલિદાન , સતી સાવિત્રીની અણનમ તપસ્યા , અનસુયા ની શક્તિ , ગાર્ગીની વિદ્વતા , નર્મદાનું પરિબળ સુલોચનાનું લોચનદાન અને અરુંધતી ની સેવા પરાયણતા આજે પણ અન્ય આદર્શ ગણાય છે .          મધ્યકાલીન યુગમાં પદ્મિની , ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ , સુલતાના ચાંદબીબી , રઝિયા બેગમ , નૂરજહાં , દુર્ગાવતી ભક્ત કવિ મીરાંબાઇ જેવી રમણીઓના ગૌરવવંતા ચરિત્રો થી આજ પણ સંસાર બડભાગી છે . આધુનિક યુગમાં નારી જીવનની ભાવનામાં જબરજસ્ત પલટો આવ્યો છે . એરહોસ્ટેસ , ટેલિફોન ઓપરેટર ટાઇપીસ્ટ , પ્રાઇવેટ સેક્રેટરી , ક્લબ મેનેજર , હેર ડ્રેસર , રેડિયો એનાઉન્સર , નર્સ અને સિનેમાની અભિનેત્રીઓ આવા અસંખ્ય સ્વરૂપે નારી શક્તિઓનો આજે વિરાટ દર્શન થાય છે . એક લેખકે કહ્યું છે કે ' *દુનિયાનું અસ્તિત્વ નારી ઉપર નિર્ભર છે તે સંતાનોની સમાજની શિલ્પી અને સૌંદર્યની મૂર્તિ છે .* નારીની નમણી નેહમાં , રણમાં શક્તિરૂપ વ્યક્તિત્વ આગળ તેહના નમે સઘળા ભૂપ . આજની નારી સ્વતંત્રતામાં મહાલે છે . તેની આસપાસ સ્વતંત્રતાની સુમધુર સૌરભ ફેલાયેલી છે તે આજે પુરુષ સમોવડી બની ગઈ છે . કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં આજની સ્ત્રીનું અસ્તિત્વ ન હોય . આજે આપણે જે વિશ્વ શાંતિની વાતો કહીએ છીએ તેનું પ્રથમ સોપાન ગૃહ શાંતિ છે અને તે ગુરુ શાંતિની સર્જક નારી જ છે આથી જ નારી નારાયણી , કલ્યાણદાત્રી મંગલમય અને જીવન વિધાયિકા છે _જે કર ઝુલાવે પારણું , તે જગ પર શાસન કરે ._ આધુનિક યુગ માં સ્ત્રી એ ખરા અર્થ માં સ્ત્રી બની પોતાની જવાબદારી નિભાવી રહી છે .

                 વર્ષા પંચાલ