બધા કહે છે ભૂલી જા એને હા કેમ નહિ ??

કહે ને એ લોકો કેમકે એમને ખબર નથી કે એ શું છે મારા માટે ? જિંદગી હું જીવતો હતો પણ શીખવાડ્યું એને મને જિંદગી જીવતા .....હું કઈ જ ન હતો મને કઈક બનાવ્યો એને, મારી એકલતાની જિંદગીમા આવીને એને મારી બદનસીબ જિંદગી માં રોનક ભરી દીધી સાચું કહું તો મને ખરાબ સમયમાં એને જ તો સાથ આપ્યો હતો હવે સમય મારો સારો છે તો કેમ કરી ને એના બધા એશાન ભૂલી જાવ.....મારી આ જિંદગીની પલ-પલ જો એના માટે લૂંટાવી પડે તો ઓછી છે.

નહિ સમજો તમે ક્યારેય મને કે મારી તકલીફને....એને મને સમજ્યો હતો મારી ખતમ થઈ ગયેલી જિંદગીને નવા શ્વાસ આપ્યા હતા. પૂછજો ક્યારેક એને પણ ખબર નહીં હોય જ્યારે હું હારી ગયો હતો ત્યારે જીતાડયો હતો મને.....મારી જિંદગી પુરી કરીને તમે ખુશ થતા હોય તો થઈ જાવને ખુશ હું ક્યાં તમને રોકુ છું પણ હું એશાન લઈને એમજ ભૂલી જાવ એટલો મતલબી નથી. એનો મારો સાથ બહુ અલગ છે હું એને નહોતો સમજી શક્યો પણ એને મને બહુ સારી રીતે સમજી લીધો હતો મારી દરેક જરૂરતને તે સારી રીતે જાણતી હતી.મને ક્યારેય કોઈ એવી તકલીફ આપી નહોતી કે મારે એનાથી નારાજ થવું પડે. પણ હું જાણી જોઈને નારાજ થતો જગડતો , હેરાન કરતો પણ ક્યારેય મને એને એકલો ના મુક્યો મારા પડછાયાની જેમ સાથ આપ્યો......મારી ભૂલો હોવા છતાં એને માફી માંગી.

કેમ કે હું જાણતો હતો એ મને પામવા કોશિશ કરશે પણ તમે નહીં થવા દો એક.

અને એ જ થયું.....મારું એનું સપનું અધૂરું રહ્યું.....કેમ કે તમે એને નથી સમજી શક્યા તો મને શું સમજી શકવાના તમને તો ઈજ્જતની પડી છે ક્યારેક જોવો કે લોકો શું કહેશે એના કરતાં મહત્વ નું શું છે દીકરીની ખુશી કે ઈજ્જત.....નહિ સમજો તમે તમારી મરજી.

એક વાત હું જરૂર કહીશ તમે ચાહો કે ના ચાહો પણ તે મારી જિંદગી છે અને એને મેળવવા મોત પણ મંજુર છે.

આ નાની નાની તકલીફ આપીને મને નહિ બદલી શકો તમારા પાસે બે રસ્તા છે અને એ છે કે બે રીત થી તમે મને મારી શકો છો.....એના થી જુદા થવું મોત જેવું જ છે. એક એ કે મને ખતમ કરી દો અને બીજું કે એના મનમાં થી મને કાડી નાખો હું એમજ તમારા રસ્તામાં થી હટી જે. એનાથી જુદા થવું એટલે કે મારું મોત આવવું. આ રસમો અને ધર્મ મને ઠીક ના લાગ્યા કેમ કે તમે જેની પૂજા કરો છો તે ભગવાન કરે તે ઠીક અને એજ પ્રેમ આપણ ને થઈ જાય તો પાપ...... વાહ.


હું કદાચ અંત પર આવી ગયો છું જીતવાના કે પછી હારવાના અને આ રમત તમે ચાલુ કરી છે બાકી મેં તો મારો જીવ મેળવવાં માટેની કોશિશ કરી હતી.....રમત તમે રમી અને તમારી આ રમતમાં મને પણ એક રમકડું બનાવી બેજાન પૂતળાની જેમ મારી સાથે મનફાવે તેમ રમ્યા કર્યું.Bhoi paresh