અશોકનો શિલાલેખ 

ગુજરાતનો સૌથી પ્રાચીન અને ઐતિહસિક શિલાલેખ જુનાગઢની પશ્ચિમે આવેલ છે. ગીરીનાગરના આ શીલાલેખનું અનેક રીતે મહત્વ છે. આ એક જ પથ્થર પર ત્રણ મકાન જુદા-જુદા સમયની તવારીખો શાશકોના લેખ કોતરવામાં આવ્યા છે. જેમાં

-પેહલો લેખ મોર્ય સમ્રાટ અશોકનો છે. ઈ.સ. પૂર્વે ૨૫૬મ કોતરવામાં આવ્યો છે.

-મહાક્ષત્ર રુદ્રમાનો ઈ.સ. ૧૫૦ નો અને

-મહાન ગુપ્ત સમ્રાટ સ્કંદ ગુપ્તનો ઈ.સ. ૪૫૭ માં કોતરવામાં આવ્યો છે.

આ રીતે લગભગ ૭૦૦ થી ૮૦૦ વર્ષ સુધીનો સમય આ શિલાલેખ નોંધે છે. જે ગુજરાતનો સૌથી પ્રાચીન અને અપૂર્વ છે. આ શિલાલેખ શંકુ આકારનો છે અને તે જમીનથી લઘ્ભાગ ૧૨ ફૂટ ઉંચો છે. નીચેના ભાગમાં તેનો ઘેરાવો ૭૫ ફૂટ છે. સમ્રાટ અશોક ની ૧૪ ધર્મ લીપીઓ તેમાં કોતરાયેલી હોવાથી અને હાલમાં સામાન્ય રીતે અશોકના ગીરનાર શૈલશનો તરીકે ઓળખાય છે. તે ઉપરથી અશોક મોર્યનું શાસન આ પ્રદેશમાં હોવાનું ફલિત થાય છે.

ઈ.સ. ૧૮૨૨ માં કોર્નર-ટોડે આ શીલાલેખનું નિરીક્ષણ કરેલું અને ત્યારબાદ જોન્સ પ્રીન્સેસે તેની લીપી ઉકેલી તેનું ભાષાંતર બહાર પડ્યું. અશોકના આ શિલાલેખ પ્રાકૃત ભાષામાં અને બ્રમ્હી લીપીમાં કોતરાયેલા છે. આ લેખની બીજી બાજુએ બે લેખ કોતરાયેલા છે.

શૈલની પશ્ચિમ બાજુએ ક્ષત્રયકાલીન બ્રામ્હી લીપીમાં કોતરાયેલો છે. તે સંસ્કૃત પળોમાં લખાયા છે. તેની મુખ્ય હકીકત ગીરીનાગરના સુદર્શન તળાવનો સેતુ રાજા મહા ક્ષત્રય, રુદ્રમાંના સમયમાં ઈ.સ. ૧૫૦મ તૂટી ગયેલો અને આ બંધના પુનઃ નિર્માણ માટે આ લેખનું ઐતિહસિક મહત્વ તેમજ સંસ્કૃતિક દ્રષ્ટીએ પણ ઘણું મહત્વ છે. જેમાં રુદ્રમાના સમયમાં સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર) માટે નીમાયેલા અમાત્ય (મંત્રી) સુવીશાખની પ્રશસ્તિ આપી.

અશોકનો શિલાલેખ જુનાગઢથી ગિરનારનાં દર્શને જતા રસ્તામાં જમણી બાજુએ એકાદ કિલોમીટરે આવતુ પ્રથમ ઐતિહાસીક સ્થળ છે. આ શિલાલેખ મૌર્ય વંશમાં થયેલ અશોકના નામથી પ્રચલિત છે. આ ૭૫ ફુટનાં ઘેરાવામાં આશરે ૨૨૦૦ વર્ષથી પડેલા ઈતિહાસના અમુલ્ય વારસા સમા અશોકનાં શિલાલેખમાં ૧૪ આજ્ઞાઓ કોતરેલી છે. તેમાં યજ્ઞ કે શિકાર માટે પશુવધ ન કરવાનો, માણસો અને જનાવરો માટે ઔષધિઓનું વાવેતર કરવાનો, લોકોને ધર્મ બરાબર પાળવાનો, મિત્રો, બ્રાહ્મણો અને શ્રમણોનો સત્કાર કરવાનો, દરેક ધર્મ અને સંપ્રદાય પ્રત્યે સહિષ્ણુતા કેળવવાનો એમ વિવિધ ઉપદેશ અપાયા છે. ૨૨૦૦ વર્ષથી સચવાયેલ આ શિલાલેખને અત્યારે ભારત સરકારનાં પુરાતન વિભાગ દ્વારા સાચવવામાં આવ્યો છે. અને તેની દેખરેખ નીચે છે. ગિરનારની યાત્રાએ જતા યાત્રિકોએ આ સ્થળની મુલાકાત લેવી જોઈએ

created by M®.©HAUDHA®Y MANAJI