JIGNESH G SOLANKI
કોનેરુ હમ્પી
ફેરફાર કરોવ્યક્તિગત માહિતી | |
---|---|
Nationality | રાષ્ટ્રીયતા : ભારતીય |
જન્મ | જન્મ: 31 માર્ચ 1987 જન્મસ્થળ: વિજયવાડા, આંધ્ર પ્રદેશ |
Spouse(s) | પતિ: દશારીઅનવેશ |
Sport | |
રમત | સ્પૉર્ટ્સ: ચેસ |
Coached by | કોચ: કોનેરુ અશોક |
કોનેરુ હમ્પી (જન્મ 31 માર્ચ 1987) આંધ્ર પ્રદેશના વિજયવાડાથી આવતાં ભારતીય ચેસ ખેલાડી છે, તેઓ હાલ વર્લ્ડ રૅપિડ ચેસ ચૅમ્પિયન છે. [1] વર્ષ 2002માં માત્ર 15 વર્ષની ઉંમરે તેઓ સૌથી ઓછી ઉંમરનાં મહિલા ગ્રાન્ડમાસ્ટર બન્યાં. હમ્પી પુરુષોનું ગ્રાન્ડમાસ્ટર ટાઇટલ જીતનારાં પણ પ્રથમ મહિલા છે. [2](16)
2006માં હમ્પીએ દોહા એશિયન ગેમ્સમાં ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેઓ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર મિક્સ્ડ ટીમનો પણ ભાગ હતાં. [3] રમતમાં તેમના ઉત્તમ પ્રદર્શનને જોતાં ભારત સરકાર દ્વારા તેમને વર્ષ 2003માં અર્જુન ઍવૉર્ડ અપાયો અને 2007માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં. પદ્મશ્રી ઍવૉર્ડ મળ્યો ત્યારે તેમની ઉંમર 20 વર્ષ પણ ન હતી. [4]
વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ :
ફેરફાર કરોહમ્પીના પિતા અશોક કોનેરુ રાષ્ટ્રીય સ્તરના ચેસ ખેલાડી રહી ચૂક્યા હતા. તેઓ બે વખત રાજ્ય સ્તરે ચૅમ્પિયન રહ્યા. કદાચ તેમની ઇચ્છા હતી કે તેમનું અધૂરું સ્વપ્ન દીકરી હમ્પી પૂર્ણ કરે તેથી તેમણે ઇંગ્લિશના શબ્દ ચૅમ્પિયન પરથી તેમનું નામ ‘હમ્પી’ પાડ્યું.(16)
પાંચ વર્ષની ઉંમરથી જ હમ્પી ચેસની ચાલ વિશે શીખવા લાગ્યાં હતાં. કોનેરુ અશોકે રસાયણશાસ્ત્ર ભણાવવાનું છોડી અન્ય છોકરાઓ સાથે હમ્પીની પ્રતિભાની કસોટી કરાવ્યા બાદ તેમને કોચિંગ આપવાનું શરૂ કર્યું. 1996માં માત્ર નવ વર્ષની ઉંમરે હમ્પી નૅશનલ ચૅમ્પિયન બની ગયાં. [5]
ELO રેટિંગ વધારવા માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવાનું હમ્પી માટે જરૂરી હતું જેનો અર્થ હતો ખર્ચાળ વિદેશપ્રવાસ. તે સમયે બૅંક ઑફ બરોડાએ તેમને સ્પૉન્સર કર્યાં. જોકે ત્યાર બાદ તેમણે
2006માં સરકારી ઉપક્રમ ઓએનજીસી ( ઑઇલ ઍન્ડ નચરલ ગૅસ કૉરપોરેશન)માં નોકરી શરૂ કરી જેથી કંપની તેમની મુસાફરીખર્ચની વ્યવસ્થા કરી આપે. [5]
વર્ષ 2014માં હમ્પીએ દસરી અનવેશ સાથે લગ્ન કર્યાં. 2017માં તેમણે એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ અહાના રાખવામાં આવ્યું. [12]
મેટરનિટી બ્રેક પછી પાછા ફર્યા બાદ તેઓ ઑલિમ્પિયાડ, ક્લાસિકલ વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને વર્લ્ડ રૅપિડ ચૅમ્પિયનશિપમાં હારી ગયાં. વર્ષ 2019 મૉસ્કોમાં આયોજિત વર્લ્ડ રૅપિડ ચેસ ચૅમ્પિયનશિપ જીતીને તેમના પિતાનું સ્વપ્ન સાકાર કર્યું. (6) હમ્પી જણાવે ચે કે રેપિડી અને બ્લિટ્ઝ ફોર્મેટ તેમના કામની વસ્તુ નથી, તેમનો મુખ્ય ધ્યેય છે ક્લાસિકલ વર્લ્ડ ટાઇટલ જીતવાનો. (7)
કારકિર્દી :
ફેરફાર કરો1996માં રાષ્ટ્રીય ચૅમ્પિયન બન્યા બાદ પોતાની સફળતાને જાળવી રાખતા હમ્પીએ 1997માં વર્લ્ડ યુથ ચેસ ચૅમ્પિયનશિપ( અંડર 10 ગર્લ્સ), 1998માં ( અંડર 12 ગર્લ્સ) અને વર્ષ 2000માં (અંડર 14 ગર્લ્સ) ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા.
તેઓ છોકરા સાથે પણ સ્પર્ધામાં ભાગ લેતાં, વર્ષ 1999માં અમદાવાદમાં આયોજિત એશિય યૂથ ચેસ ચૅમ્પિયનશિપનું ટાઇટલ તેઓ જિત્યાં હતાં. તેમજ વર્ષ 2004માં વર્લ્ડ જુનિયર ચૅમ્પિયનશિપમાં પાંચમા ક્રમ માટે તેઓ ટાય કરવામાં સફળ રહ્યાં હતાં.
2001માં તેમણે વર્લ્ડ જુનિયર ચૅમ્પિયનશિપ જીતી હતી. (13)
2005માં નોર્થ યુરેલ્સ કપ જીત્યો, આ સ્પર્ધામાં વિશ્વની દસ સૌથી મજબૂત મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. (14)
વર્ષ 2006માં દોહામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં વ્યક્તિગત ગોલ્ડ મેળવવાની સાથે તેમણે મિક્સ્ડ ટીમ ઇવૅન્ટમાં પણ ભારતને ગોલ્ડ અપાવ્યો. [3]
2015માં ચીનના ચેંગદુમાં રમાયેલી વુમન ટીમ ચેસ ચૅમ્પિયનશિપમાં હમ્પીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
[15] વર્ષ 2019માં તેઓ વર્લ્ડ રૅપિડ ચૅમ્પિયન બન્યાં. તેમજ વિશ્વની દસ બેસ્ટ મહિલા ચેસ ખેલાડીઓ સાથે આયોજિત કેઇર્ન્સ કપમાં પણ તેઓ વિજયી થયાં. [1] [8]
પૉલૅન્ડનાં મોનિકા સોકો વિરુદ્ધ ટાય-બ્રેક ક્લૅશમાં જીત મેળવી તેમણે ભારતને વર્ષ 2020માં ઑનલાઇન ચેસ ઑલિમ્પિયાડની ફાઇનલ માટે ક્વૉલિફાય કરાવ્યું. ઇન્ટરનેટ સમસ્યાને કારણે ફાઇનલમાં પ્રવેશ બાદ ભારતને રશિયા સાથે સંયુક્ત વિજેતા જાહેર કરાયું હતું. [9] [10]
તેમણે જુલાઈ, 2020માં ફાઇડ સ્પીડ ચેસ ચૅમ્પિયશિપના સેમિફાઇનલમાં વિશ્વનાં પ્રથમ નંબરનાં ખેલાડી હાઉ યિફાનને હરાવ્યાં હતાં. [11]
મેડલ અને ભારતનું પ્રતિનિધિત્વ:
ફેરફાર કરોવર્ષ | મેડલ | ઈવેન્ટ | સ્થળ | વ્યક્તિગત-ટીમ |
---|---|---|---|---|
1997 | ગોલ્ડ | વર્લ્ડ યૂથ ચેસ ચૅમ્પિયનશીપ(અંડર 10) | કાન્સ, ફ્રાન્સ | વ્યક્તિગત |
1998 | ગોલ્ડ | વર્લ્ડ યૂથ ચેસ ચૅમ્પિયનશીપ(અંડર 12) | ઓરોપેસા ડેલ માર, સ્પેન | વ્યક્તિગત |
2000 | ગોલ્ડ | વર્લ્ડ યૂથ ચેસ ચૅમ્પિયનશીપ(અંડર 14) | ઓરોપેસા ડેલ માર, સ્પેન | વ્યક્તિગત |
2006 | ગોલ્ડ | એશિયન ગેમ્સ | દોહા | વ્યકિતગત |
2006 | ગોલ્ડ | એશિયન ગેમ્સ | દોહા | મિક્સ્ડ ટીમ |
2015 | બ્રોન્ઝ | વુમન્સ ટીમ ચેસ ચૅમ્પિયનશિપ | ચેગદુ | ટીમ |
2020 | ગોલ્ડ | ઑનલાઇન ચેસ ઑલિમ્પિયાડ | NA | મિક્સ્ડ ટીમ |
સંદર્ભ
ફેરફાર કરોhttps://www.chessbase.in/news/Koneru-Humpy-becomes-Women-World-Rapid-Champion [1]
https://en.chessbase.com/post/humpy-beats-judit-polgar-by-three-months [2]
https://www.bbc.com/hindi/sport/story/2006/12/061204_doha_india [3]
https://web.archive.org/web/20151015193758/http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf [4]
https://bharatdiscovery.org/india/%E0%A4%95%E0%A5%8B%E0%A4%A8%E0%A5%87%E0%A4%B0%E0%A5%82_%E0%A4%B9%E0%A4%AE%E0%A5%8D%E0%A4%AA%E0%A5%80 [5]
https://in.news.yahoo.com/world-chess-player-humpy-koneru-passion-motherhood-030004978.html [6]
https://www.thehindu.com/sport/other-sports/its-a-huge-feeling-to-be-a-world-champion-says-koneru-humpy/article30427054.ece [7]
https://news.stlpublicradio.org/arts-culture/2020-02-20/on-chess-humpy-koneru-is-crowned-champion-in-a-tightly-contested-second-edition-of-the-cairns-cup [8]
http://www.businessworld.in/article/Koneru-Humpy-wins-Armageddon-India-reach-finals-of-Online-Chess-Olympiad/29-08-2020-314397/ [9]
https://www.firstpost.com/sports/online-chess-olympiad-india-russia-declared-joint-winners-after-internet-outage-cloudflare-crash-mar-final-8769661.html#:~:text=India%20and%20Russia%20were%20declared,the%20entire%20match%20on%20Sunday. [10]
https://firstsportz.com/koneru-humpy-defeated-world-no-1-hou-yifan-in-fide-speed-chess-championship-semifinals/ [11]
https://www.telegraphindia.com/sports/grandmaster-koneru-humpy-learning-the-moves-of-a-mother/cid/1747071 [12]
https://sportstar.thehindu.com/magazine/achievements-of-koneru-humpy-world-junior-champion/article29634645.ece [13]
https://en.chessbase.com/post/north-urals-cup-humpy-wins-xu-yuhua-second [14]
https://www.thehindu.com/sport/world-women-chess-harika-wins-silver-bronze-for-humpy/article7153629.ece?textsize=large&test=1 [15]
https://www.bbc.com/gujarati/media-55952020 (16)