દીપામાં ગુજરાત ની જમીન અનેક રહસ્યો અને ચમત્કારો થી ભરેલ છે આવો જ ઇતિહાસ એક દેવી નો છે જેને ગુજરાત માં દીપામાં ના નામે અનેક લોકો જણે છે પણ માતાજી ની પ્રાગટ્ય કથા અને મૂળ સ્થાન વિસે કોઈ પાસે જાણકારી નથી મારી પાસે પણ નહોતી મારુ મૂળ ગામ ખાખડાબેલા તા પડધરી જી રાજકોટ મારા ગામ માં ઇસ 1979 માં કે 80 માં આજી નદી પર સરકારે આજી 3 ડેમ બાંધવા નો નિણેય કર્યો ને અમે ગામ ફેરવવા મજબૂર બન્યા અમારું જૂનું ગામ ખાલી થઈ ગયું ને અમે નવું ગામ બનાવ્યું જે હાલ માં એક ગામ માંથી 5 ગામ બની ગયા છે આ અમારા જુના ગામ ખાખડાબેલા માં આશરે 700 વર્ષ જૂનું આઈ શ્રી દીપામાં ની નાની દેરી આવેલ છે અમારું ગામ ને ગામનો ચોરો બધુજ તે નાસ પામ્યું છે પણ જુના રતનેશ્વર મહાદેવ ને નાની ડેરી ને દીપમાંનું મંદિર આજે પણ મોજુદ છે માં દીપા ખાખડાબેલા ગામના રક્ષક છે માં અમારા ગામ દેવી છે કહેવાય છે જુના ખાખડાબેલા ગામ ના ફરતે પાણી ભરાય જતું પણ માતાજી ની દયા થી અમારા ગામ માં ક્યારેય નુકશાન થયેલ નથી કહેવાય છે કે જુગ જૂની તું જોગણિ તને જાણે નહિ કોઈ જે જાણે ને માંગે તે ન આપે તો આઈ દીપલ ન હોઈ માં હાજરાહજૂર છે કહેવાય છે કે માતાજી ની સામે આવીને કોઈ માંગે તો એની દરેક શુભ મનોકામના પુરી થાય છે માતાજી નું મૂળ પ્રાગટ્ય સ્થાન જુના ઉટરડા તા બાયડ જી સાબરકાંઠા કહેવાય છે કે જુના ઉટરડા ગામ માં માજમ નદી ને કાંઠે જુના વડલા ની ડાળે માતાજી હીંચકા ખાતા હતા ને માતાજી ના હાથ માંથી દડો પડી જતા માતાજી નીચે ઉતર્યા ને માતાજી નું પ્રાગટ્ય થયું દીપામાં ના મંદિરો ગુજરાત માં બહુ ઓછા છે આ જ સમય નું મંદિર અમારા ગામ ખાખડાબેલા માં જુના ગામમાં આજે પણ મોજુદ છે કહેવાય છે કે માતાજી ના પરમ ભક્ત કોઈ દેવી કે ભક્ત પગપાળા જાત્રા કરવા નીકળેલ ને દ્વારકા જતા રસ્તામાં અમારું ગામ ખાખડાબેલા આવેલ ને રાતે અમારા ગામ માં રોકાણ કરેલ ને તે સમય માં માતાજી નું સ્થાપન કરેલ અદભુત મંદિર છે ખાખડાબેલા માં ગામના ચોરે નાની એવી સુંદર દેરી છે પાસે આજી નદી છે આજે ગામ તો ખાલી થઈ ગયું છે પણ માતાજી અમારું રક્ષણ કરવા આજે પણ મોજુદ છે માતાજી ના વિશે લોકો પાસે કોઈ વધારે જાણકારી નહોતી માટે માતાજી નો ઇતિહાસ લોકો સુધી પહોંચાડવાનો મેં નાનો એવો પ્રયાસ કર્યો છે બાકી માતાજી વિશે લખવામાં તો આખી જિંદગી પણ ઓછી પડે