નાડોદા રાજપુત

વ્યુત્પત્તિ

તેઓએ કરની ચૂકવણી ન કરી હોવાથી જીવન નિર્વાહ(નરવા) માટે જમીન ખેડી હોવાથી નરવૈયા રાજપુત નામ પડ્યું હોવાનું મનાય છે. સમય જતાં નરવૈયા રાજપુત નું અપભ્રંશ થઇ નાડોદા રાજપુત થયું.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૩૬ રાજપૂત કુળો છે, જેમાંથી ડોડીયા, દાહિમા, મોરી, ભટ્ટી, તનવર, જાદવ, સિંઘવ, નિકુંભ, પરિહાર, રાઠોડ વગેરે નાડોદા રાજપૂત જ્ઞાતિની શાખાઓ કે પેટાજ્ઞાતિઓ છે