કલ્કિ...જેના વિષે ઘોર ભ્રમ ફેલાયેલો છે. અને ખોટી માહિતીઓ રજુ કરવામા આવે છે જેની જાણ પ્રજાને હોતી નથી.

કલ્કી પુરાણ બૌદ્ધો સાથે યુદ્ધ થયુ તેની વાત છે :

છઠો અધ્યાય, છેલ્લો શ્લોક :

બુદ્ધાલય સુવિપુલ વેદધર્મબહિષ્કૃતમ પિતૃદેવાર્ચનાહીન પરલોકવિલોપકમ દેહાત્મવાદાબહલ કુલજાતિવિવજીત્મ નાનાજને: પરિવૃત પાનભોજનતત્પરે: શ્રુત્વા જિનો નિજગણો કલ્કેરાગમન કૃધા ક્ષનોહિરણિભયા સહિત સબભુવ પુરાદબહિ ગજરથ તુરગે સમાચિતા ભુ કનક વિભૂષણભુતિતેવ

અનુવાદ :

ખુબ વસ્તી ધરાવતો કીટકપૂર બૌદ્ધોનો નિવાસ છે. ત્યાના લોકો વેદધર્મનો બહિષ્કાર કરનારા, પિતૃઓ, દેવતાઓ, પરલોકમા માનતા નથી, આ લોકો દેહાત્મવાદી, કુલ જાતિને ના માનવા વાળા છે, તેઓ કલ્કીનુ આગમન જોઇ બે અક્ષોહિણિ સેના લઈને બહાર આવ્યા, અસંખ્ય હાથીઓ, રથ અને આભુષણોથી યુક્ત પૃથ્વી ઢંકાઈ ગઈ.

આગળના શ્લોકોમા કલ્કી તેને લલકારે છે

રે બૌદ્ધા ! મા પલાયધ્વ નિવર્તધ્વ રણાન્ગને યુદ્ધવ્ય પૌરુષ સાધુ દર્શવધ્ય પુર્નમમ

રે બૌદ્ધો ! આ યુદ્ધસ્થળને છોડીન ભાગો નહી, પોતાનુ પૌરુષ દેખાડવામા પાછા ના પડો

અને આગળના શ્લોકોમા આ બૌદ્ધો, જૈન લોકોની હત્યા કરીને કાલ્પનિક સતયુગની સ્થાપના કરે છે એવુ લખે છે.

એટલે કલ્કી પુરાણ કોઇ આવનારા ભવિષ્યમા થનાર કલ્કીનુ વર્ણન છે નહી, વર્ષો અગાઉ બૌદ્ધો અને અન્ય લોકો વચ્ચે રક્તરંજિત સંઘર્ષ થયો તેની રજુઆત કરી છે.

આગળ શ્લોકોમા શુદ્ધોદન નામના રાજાની વાત છે, શુદ્ધોદન કોણ છે ? તે સિદ્ધાર્થના પિતાનુ નામ હતુ.

અર્થાત આ યુદ્ધ તેની સાથે લડાયુ તે વાત અહી છે.

ભારતનો અસલી હિસ્ટ્રી એટલે અનેક લોહીયાળ યુદ્ધો, વિધર્મીઓ અને બૌદ્ધો વચ્ચે થયેલો મતભેદ, લાંબો સમય સુધી ચાલેલો જંગ અને તેમને હાંકી કાઢવા.