કૃષ્ણનું વ્યક્તિત્વ બહુજ અનોખું છે.કૃષ્ણ એકલાજ એવી વ્યક્તિ છે જે ધર્મની પરમ ગહેરાઈઓ અને ઊંચાઈઓથી પર થઈને પણ ગંભીર નથી.,ઉદાસ નથી ,રોતલ નથી .સાધારણ રીતે સંતનું લક્ષણ જ રડતા રહેવું છે.જિંદગીથી ઉદાસ, હારી ગયેલ,ભાગી છૂટેલ. કૃષ્ણ એકલાજ નાચ કરતા વ્યક્તિ છે .હસતા રહેતા.ગીત ગાતા રહેતા.કૃષ્ણને છોડી દઈએ તો અતીત બધો ધર્મ ઉદાસ અને આંસુઓથી ભરેલો હતો .ભવિષ્યમાં કૃષ્ણ નું મૂલ્ય વધતું જ જવાનું -ઓશો