Paregi bharat
મારુ બાળપણ મારા જન્મ થઈ લઇ ને કઈક સમજવા લાગ્યો અને મને યાદ છે ત્યાં થી શરૂઆત કરું છું...
5/1/1988 આ દુનિયા ના અબજો ખર્વો લોકો માં એક ઉમેરો થયો એ હું. મારો જન્મ મારા ગામ મડકા માં એક ગરીબ કુટુંબ માં થયો. કોઈએ કહ્યું છે એમ કે જો તમે ગરીબ તરીકે જન્મો છો એ તમારી ભૂલ નથી. પરંતુ તમે ગરીબ તરીકે મૃત્યુ પામો છો એ આપની ભૂલ છે. એક ગરીબ સાવ ગરીબ પરિવાર માં મારો જન્મ થયો મને એનો પણ ગર્વ છે. કેમ કે ગરીબાઈ કોને કહેવાય એ મેં અનુભવી છે અને એમાં જીવ્યો છું. એટ્લે આજ દુખી દરિન્દ્ર અને નિસહાય માણસ પ્રત્યે મારી વિશેસ ભાવનાઓ રહેલી છે. બચપણ માં નાનો પણ થોડુંક સમજુ 3 વર્ષ નો હું એ સમયે મને યાદ છે મને ચા પીવા ની બહુ ખરાબ આદત પડેલ એ આદત આમતો મારી માતાએ જ પડેલ સરૂયાત માં હું ભૂખે ના રહી જાઉં એ માટે બકરી નાદુધ માં થોડો ચ્ગ નાખી મને પીવડાવે સવડ આવે એટ્લે હું પી જતો અને સમય જતાં એ મારી આદત બની ગઈ. રડી તોફાન કરી ને ચા પીવું ઘર માં એક બકરી અને એનું દૂધ ઘર ના સભ્યો ને પૂરતી ચા મળે એટલું આપે પણ મારી આદતે મારી મમી ઘણી વખત ચા ના પીતી પણ મને આદત પડાવી તો મારે તો જોઈએ એટલે મારી માટે સાચવી મૂકી રાખે. પણ આ આદત મારી મારા કાકા એ છોડાવી . મારા માતા પીતા ગામ માં ભાગે જમીન વાવે અને જીવન નિર્વાહ કરતા અને એ જમીન અમારા ગામ ના પ્રતિષ્ઠ વડીલ અને રાજપૂત સમાજ ના અગ્રણી એવા “ઓખા બા વાણોલ” નું ખેતર અને ખેતર નું નામ અમે એ વખતે ખેજડા વાળું ખેતર કહેતા વણોલિયા ના માર્ગે. આ વણોલિયા નો માર્ગ મારા અંદાજ મુજબ મારા ગામ ના રાજપૂત સમાજ ની એક જાતિ “વાણોલ” તો મારા અંદાજ મુજબ આ રાજપુતો ની જાતિ ના લીધે આ માર્ગ ને વાણોલીયા નો માર્ગ કહેતા હસે. બાકી સાચુ સુ છે એની જાજી ખબર નથી પરંતુ ગામના વડીલો ને પૂછી ને સાચું જાણવા મળશે તો ઉમેરો કરીશ. તો એ ખેતર થી એક સમય સાંજ નો સમય હતો રાત્રે આઠેક વાગે ખેતર થી ઘરે બળદગાડામાં બેસી પરિવાર સાથે આવતા હું મારી 2 મોટી બહેનો પિતાજી મારી મમ્મી અને વાઢણી ની સિઝન એટલે મારા કાકા પ્રભુભાઈ પારેગી, બીજા મારા પિતાજી ના નાના ભાઈ જવાભાઈ પારેગી અમે બધા રસ્તા માં આવતા એ સમયે બળદ ગાડું આવતું હોય તો તમને દૂર ઉભા હોઈએ તોય ઘૂઘરા નો અવાજ સંભળાય અમારા શેઠ ના સરસ મજા ના મજબૂત દેખાવડા બળદ મારા પિતાજીએ સરસ મજા ના બળદ ના ગળે ઘૂઘરા બાંધેલા અને એની મોયડો અને રાસ ને પણ ભરતગુથન થી મારી માતાજી એ ભરતકામ કરેલ. એ સમય માં દરેક ખેડૂત ના બળદ ના ગળે ઘૂઘરા બાંધેલા હોતા એ સમય માં ટ્રેક્ટર કે અન્ય યાંત્રિક મશીન ની સુવિધા નહીં સંપૂર્ણ પણે ખેતી બળદ થીજ કરવા માં આવતી અત્યાર ના સમય માં તો ખાસ અનાજ કઠોળ થોડું મોટું થાય અને ખરપવા (ધાન્ય ની આજુબાજુ માં ઉગેલ નકામું ઘાસ ને દૂરકરવું.) નો ટાઇમ આવે ત્યારેજ ખેતર માં બળદ ચલાવતા ખેડૂતો જોવા મળે. એ સમયે રાત્રે અમે આવતા હતા ત્યારે શિયાળ નો દિવાળી પછી નો સમય રસ્તા માં આજુ બાજુ કંટાળા બાવળો જેના લીધે ઠૂઠવતી ઠંડી અને દૂર દૂર ભોકતી (અમારી ગામઠી ભાષા માં ઉનાતી) હોય એનો આવાજ સંભળાય એ વખતે મને યાદ છે અમારા વિસ્તાર માં શિયાળ બહુ હતા. અને અત્યારે તો ક્યારેક જોવા મળે છે. અને હું શિયાળ નો અવાજ સાંભળી ડરી મારી માતા ના ખોળા માં ચૂપ ચાપ છુપાઈ ને બેસી ગયો. એ સમય મારા કાકા એ મોકા નો અને મારી કમઝોરી નો ફાયદો ઉઠાવેલ એ આજ મને સમજાય છે. મને ડરાવી ને કહ્યું કે જો આ તું ચા બહુ પીવે છે ને એને લીધે એ આપણી પાછળ આવેછે. અને મારી બીક વધવા લાગી એમણે કહ્યું જો ચા પીવા નું બંધ કરી દઈશ તો એ તને નહીં ખાય બાકી એ ખાઈ જશે. અને એ દિવસ થી બસ કઈ પણ તોફાન મસ્તી કે રડું તો મારી મમ્મી મોટી બેન હમેશા શિયાળ ની ધમકી આપે અને હું સીધો થઈ જાઉં ...અને ચોકસ યાદછે મને મે એજ સમય થી ચા પીવા ની કાયમી બંધ કર્યો એ હું 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો ત્યાં સુધી ચા મેં ક્યારેય પીધો નથી.
અરે ચા ની વાત છોડો મારા પિતાજી નો અમારા ઉપર ગજબ નો કડક અંકુશ ને કે મેં કોઈ વ્યસન માટે વિચાર પણ નથી કર્યો. અને એ પિતાજીના કડક અંકુશ ના લીધે મારી જિંદગી ના આટલા વર્ષો સુધી ગુટકા તમાકુ ને હાથ પણ નથી લગાવ્યો.
બસ માડકા મારા વતન નું આ છેલ્લું વર્ષ હતું અને છેલ્લું સીઝન અને એ વખતે પાણી ની મોટી સમસ્યા અમારા ગામ માં ખાલી એ વખતે 1,2 બોર હતા અને એ પણ ખરા પાણી ના શિયાળુ સીઝન માં જીરા નું વાવેતર થાય બોર ના આજુ બાજુ ના વિસ્તાર માં અને અમારા વિસ્તાર માં પીવા ના પાણી ના પણ ફાંફા રોજ સવારે 5 વાગે જાગી ગામ ની બધી બહેન દીકરીઓ માતાઓ તળાવ માં કૂવો હોય ત્યાં પીવા ના પાણી ભરવા જાય અને પાણી ભરી ઘરે આવી જમવા નું બનાવે જેમાં સવાર નું ભોજન અને બપોરનું અને બપોર માટે તો બાજરા ના રોટલો અને લાલ વાટેલા મરચા તૈયારી કરી ને 7 વાગે તો ખેતરે પહોંચે માતાઓ કમર ની કાખ ઉપર બાળક હોય માથા પાર ટોપલો હોય આ હતી એ સમય ની જીંદગી અને આજ ના સમય માં તો 8 વાગે તો જાગવા નો ટાઈમ અને કામ તો ઓહ છોકરા નાના ની થાય બાકી એ વખત ના સમય માં 1 મહિના નું બાળક થયું હોય તેમ છતાંય ખેતર માં કામ કરવા જાય .. ખેતર માં કોઈ વૃક્ષ હોય તો એની ડાળે સરસ મઝા નું ઘોડિયું બાંધી બાળક ને સુવડાવી ને ખેતર નું કામ કરે . અને એ સંસ્કાર અને એ દિવસો માંથી જે માતાઓ એ ઉછેર્યા છે એ આમારી છેલ્લી પેઢી હતી . એ ચોક્કસ છે એ સંસ્કારો અને એ પરિશ્રમ ની છેલ્લી પેઢી ગઈકે ખેતર માં છેક સેઢે વૃક્ષ ની ડાળીએ ઘોડીએ ઊંઘતા અને મમ્મી બાજરી જુવાર ગવાર ની આસ ( એક લાઇન 2 ફૂટ ના અંતરે સામે સેઢા સુધી વાઢ્તા જાતિ લાઇન ) આ સીઝન લઇ રહ્યા પછી ઉનાળો અને અમારા વાવ થરાદ સુઇગામ ના વિસ્તાર નો ઉનાળો એટલે અઢળક તાપમાન વચ્ચે જીવન જીવવું જ્યાં એક કલાક ના બેસી શકાય એ વિસ્તાર માં અમારી પેઢીઓ ગઈ આજ ના સમય માં તો સરસ મઝા ની નર્મદા ની નહેર ના પાણી છેવાડા ના ગામડાઓ સુધી પહોચી ગયા છે અને બોરવેલ પણ અઢળક અને 12 માસ હરિયાળી હરિયાળી ....... અને અમે આ છેલ્લું વરસ વતન માં રહી અને અખાત્રીજ ના દિવસો પુરા કરી ખેત મજૂરી માટે મારા પિતાજી અને કાકા ઘણા બધા ગામડાઓ ની મુલાકાત કરી આવ્યા અને એમને મજૂરી માટે દિયોદર તાલુકા નું રૈયા ગામ પસંદ કર્યું. તે વખતે એ વિસ્તાર હરિયાળી અને 12 માસ પાણી ની સુવિધા વાળો 3 સીઝન ખેતી કરી શકાય એવો એટલે મારા પિતાજી એમણે એ ગામ ને પસંદ કર્યું .. ખાસ આ ગામ માં ખેડૂત પટેલ સમાજ ના. એકદિવસ અચાનક બધાં પરિવાર ના લોકો એ નક્કી કર્યું કે આપણે હવે એ ગામ જઈએ અને અમારા ઘર માં બહુ વધારે સમાન તો હોય નહીં તો 5 પરિવાર વચ્ચે એક 407 ગાડી ભાડે કરી એમાં અમારો 7 ઘર નો પરિવાર એના ઘરવખરી નો સમાન અને બકરીઓ એના માટે થોડા ઘણી ગવાર ની ગોવાતરી, ત્યાં જઈ તંબુ બનાવવા માટે ની લાકડા ની થાભલીઓ, મીણિયાં અને બીજું અમે સાત પરિવાર ના સભ્યો .... એક કલ્પના કરો કેવી હાલત થઈ હશે સિતેર કિલોમીટર પહોચતા. અમે રાત્રે 9 એક વાગે રૈયા પહોંચ્યા અને રૈયા જુના વાસ ના સ્ટેશન ની બાજુ માં વાઘરી (દેવી પૂજક ) સમાજ ની મતિરા ( ચીભડા ) ની વાડિઓ ઓ અને સામે ની બાજુ શક્તિ માતાજી નું મંદિર એ મંદિર ની આજુ બાજુ વિશાળ ખુલી જગ્યા (છરેડો) પડેલ અને અત્યાર ના સમય માં એ ખુલ્લી જગ્યા માં વિશાળ શક્તિ માતા નું મંદિર અને બીજી બાજુની સામે ની જગ્યા માં મારુ જ્યાં ઘડતર થયું એ મારી સુંદર મજા ની હાઈસ્કૂલ( એસ.આર.મહેતા વિધાલય) બની ગયેલ . એ વખતે એ ખુલ્લી (છરેડા) વગડા જેવી જગ્યા માં અમારા ડંગા (બિસ્તરાં) ઉત્તારેલ ભૂખે તળવળીએ અને અમારો રો-કકળ અને રાડો બખાળો સાંભળી આજુ બાજુ થી લોકો ભેગા થયેલા મને બહુ યાદ છે. જેમાં અમુક લોકો એ એવું પણ કીધું કે અહીં ની રેવા નું નીકળો અહીં થી આગળ જો... એવા માં કોઈ સજ્જન માણસોએ સાથ પણ આપી અમને ત્યાં રેહેવા મંજૂરી આપી અને. મારા પિતાજી સાથે મારા 3 કાકા મારા દાદા દાદી મારા કુટુંબ ના બીજા 2 પરિવાર એટલે 7 મોટા આદમી ફટાફટ "કૉસ(ખેડવા ના હળ માં ભરાવા નું ધારદાર ઓજાર) થી ખાડા ખોદવા લાગ્યા અને અમુક અમારા ગામડે થી લાકડા ની જેવી તેવી વેંઢાળી "થાભલીઓ" (છાપરું તંબુ ઉભું કરવા ટેકા) લઇ ને આવેલ એ ઉતારે અમુક મીણિયાં વ્યવસ્થિત કરે અને એક કાકા ને ગામ માં મુક્યા કે બજાર ગામ માં ચાલુ કોઈ દુકાન હોય તો બિસ્કિટ આવુ લઇ આવો અમે બાળકો શાંત થઈએ એટલે કાકા બિસ્કિટ લઇ ને આવ્યા. અને અમને બાળકો ને ખવડાવી અને એક તૂટેલ ફૂટેલ મીણિયાં પાથરી એના પર ગોદડા પાથરી અમોને સુવડાવી દીધા અને પરીવાર ના સભ્યો ભૂખ્યા આખી રાત મહેનત કરી અને તંબુ ( છાપરા) તૈયાર કર્યા ..... અમે બાળકો સવારે જગ્યા ત્યારે અમારા ઘર તૈયારી હતા . અત્યારે સરસ માજા નું મકાન બંગલો તૈયાર થાય ત્યારે જે ખુશી ના મળે એના થી વિશેસ ખુશી અમારા 1 રાત માં તૈયાર થયેલ તંબુ જોઈ મળેલ અને અમને ખબર જ હતી કે અમારા ગરીબો માટે આ બંગલો જ છે કેમ ઊંચા સપના કે જાજુ વિચારીએ. અને સંતોષ એ પણ પરિવાર ણે થયો કે વરસાદ ની ઋતુ એટ્લે ગમે તે સમય વરસાદ નું શું નક્કી અને જો અચાનક વરસાદ આવે તો ક્યાં જવું અને ગામ માં નવા નવા તો કોઈ આસરો પણ આપે નહીં. એટલે અમારું છાપરું તૈયાર થઈ ગયુએની વિશેસ ખુશી મળતી. બસ એજ દિવસ સવારે મારા પિતાજી મારા કાકા જવાભાઈ, મારા દાદા મારા દાદા ના ભાઈ દાનાભાઈ, અમારા કુટુંબી હરચંદબા , અગરોબા, શંકરકાકા બધા ભાગે ખેતી રાખવા માટે ખેતરો માં નીકળી પડ્યા અને એમાં એકાદ પરિવાર નું ભાગે ખેતી માટે સેટિંગ કરી આવે આખો દિવસ ફરી ને એમ 15 દિવસ આમજ વિતાવ્યા જમવા નું એક ટાઈમે સારું મળે ના મળે મને યાદ છે. ખુદ પિતાજીની ભૂખ્યા રહી અમને ભોજન 2 ટાઈમ મળે એવી વ્યવસ્થા કરી આવે. આમ 1મહિના પછી અલગ અલગ ખેતરો માં ભાગે જમીન મળી ગઈ અને દરેક પરિવાર ત્યાં થી પોતાના તંબુ (છાપરા) ઉપાડી અને જેના ખેતર માં ભાગે જમીન વાવવા રાખી ત્યાં જઈ સરસ મઝા ના લીમડા વૃક્ષ ની ડાળીઓ અને ઘાસ ના છાપરા ઉપર મીણિયું ઢાંકી અને અમારા ઘર તૈયાર થાય અને આ ઘર માં 1993 થી 2005 એજ ગામ માં રહ્યા અને આજ અમારું ગામ આજ આમારો પરિવાર અને મારું 1 થી 10 સુધી નું શિક્ષણ પણ આજ ગામ માં પૂરું કર્યું . ગરીબ હોવા છતાં ખુસી થી જિંદગી જીવતા પરંતુ સમય ક્યારે બદલાવ લે છે એ3 ક્યાં ખબર હતી અને અમારી માથે આવડું મોટું આફત આવી પડસે અને એ આફતે એ ગોઝારી ઘડીએ અમારી જિંદગી અને અમારો પરિવાર ખેદાન મેદાન થઈ ગયો એ સમય હતો 2005 10 ધોરણ ની પરીક્ષા પુરી કરી અને છૂટી નો સમય ગાળો મારા મામા ની દીકરી ના લગ્ન હતા મારુ મામા નું ગામ મારા ગામ થી 5 કિલોમીટર ના અંતરે આવેલ તીર્થગામ જે ગામ નો પણ સારો ઇતિહાસ છે. સમય મળે એ ઇતિહાસ આપ ને જણાવીશ . તો એ સમયે મારા મામા, મારા માસા, મારી માસી નો દીકરો, અમને અને મારી મમ્મી પાપા ને લેવા માટે ગાડી ભાડે થી લઈ ને રૈયા આવેલા. એમના પુરા દિવસ ના દોડધામ અને લગ્ન ના વ્યસ્ત શિડયુલ ના લીધે રાત્રે સમય કાઢી લેવા માટે આવેલા અને રાત્રે બારેક વાગે ચા પાણી કરી પરિવાર સાથે રૈયા થી તીર્થગમ જવા માટે મારા પરિવાર સાથે નીકળેલ બસ હું એકજ ત્યાં રોકાઈ ગયેલ કેમ કે એ સમયે બકરી વેચી થોડી પ્રગતિ થઈ એમ એક સુંદર મજા ની કાનુડા જોડે ફોટા માં દેખાય એવી સુંદર ગાય અને એ ગાય 2 મહિના પહેલાજ વિયાણેલ એટ્લે વાછડું પેણ નાનું એટ્લે કુતરા પણ હેરાન કરે અને ગાય દૂધ આપે એટ્લે સવારે એક ટાઈમ બાજુ માંથી કોઈ માસી ને બોલાવી દોવડાવી ને સવારે જવા નું એટલે હું એ વખતે રાત્રે ગાડી માં સાથે ના ગયો અને મારા માતા મીતા નો આગ્રહ હતો કે બેટા તું સવારે ગાડી માં આવજે ...
એ લોકો નીકળ્યા એના પછી ખબર નહીં મને મન માં કૈક શંકા અને બેચેની જેવું થતું મને નીંદર ના આવી હું માઋ પથરી માં આમતેમ તરફડતો હતો અને કોઈ મારા નામ થી સાદ કર્યો હું અચાનક ઊભો થઈ ગયો મારા દાદા નો આવ્જ લાગ્યો. મે વિચાર્યું હું એક્લો રોકાયેલ છુ તો દાદા ણે એમ હસે કે હું ડરીશ એટ્લે આવ્યા હશે.. કેમ કે મારા દાદા બીજે ખેતરે રહે જે અમે રહીએ એ ખેતર થી 5 ખેતર દૂર દાદા આવ્યા બોલ્યા જાગે છે ? બેટા કીધું હ દાદા જાગું છુ તોકે જલદી ઉઠ અમારા શેઠ ના ફોન પર ફોન આવ્યો છે કે તારા મમ્મી પાપા અને ભાઈ બેન એ બધા નો અકસ્માત થયો છે..
આ સમાચાર સાંભાળી મારો જીવ અધર થઈ ગયો કાઈ સુજ ના પડે હે ભગવાન હવે સુ થશે અને ભગવાન ને પ્રથના કરતા હું ને મારા દાદા ખેતર ના કાચા માર્ગે દોડતા દોડતા અકસ્માત થયો એ જગ્યાએ જવા નીકળ્યા રસ્તા માં પોલીસ અમને લેવા માટે આવતી હતી. એમને જોઈ ગાડી ઊભી રાખી ગાડી માં બેસાડ્યા રસ્તો કાપી રૈયા ગામ છોડી હાઇવે દિયોદર જાવા માટે નીકળ્યા અને આગળ રૈયાગામ થી આશરે 3 કિલોમીટર અકસ્માત નું સ્થળ આવ્યું પોલીસે ગાડી ઉભી રાખી અમને ઉતારી અને કહ્યું કે આ જગ્યા એ અને આ ગાડી નો અકસ્માત મેં ગાડી ની હાલત સાથે લઇ ગયેલ મામા ની દીકરી ણે આપવા ના વાસણ બીજી વસ્તુ ફાટેલ તૂટેલ કપડાં અને લોહી જોઈ મારા રૂવાટા ઊભા થઈ ગયા. મારુ મન વધારે બેચેન થવા લાગ્યું બહુ ચિંતા થવા લાગી ભગવાન માતાજી ને સમરણ કરતો દિયોદર સરકારી હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં અત્યાર ના સમય જેવી વ્યવસ્થા નહીં હિસ્પિટલ માં ઇમરજન્સી કોઈ બેડ ની વ્યવસ્થા નહીં એક બેન નીચે સૂતી મારી મમ્મી બહાર બેઠી રડે મારા પપ્પા અને બને ભાઈ કોઈ ભાન માં નહીં અને મને એમજ કે બધા ખતમ થઈ ગયા પણ થોડીક હિંમત રહી મારી મમ્મી મારી મા બોલતી મને કે બચુ બધા મારી ગયા આપણે બે કેમ જીવસુ મેં મમ્મી ને હિંમત આપી અને ખુદ પર કંટ્રોલ કરી હીમત ભેગી કરી અને મારી મમ્મી ને આસવાસન આપતા કહ્યું બધા બરોબર છે તું ચિંતા ના કર અને ત્યાં થી ઇમરજન્સી પાલનપુર સિવિલ માં રીફર કર્યા. 2 એમ્બ્યુલન્સ માં જોડે રેવા વાળા હું ને મારા દાદા એક હું આવડો નાનો અને આવી ઘટના કેમ મારા ખુદ ઉપર કાબુ રાખી સાયદ પોચા હૃદય નો માણસ ત્યાંજ બેભાન થઈ જાય પણ બીજુ કોઈ ઉપાય ન હતો જો હું હિંમત હારીશ તો આ પરિવાર નું કોણ એમ વિચારી મજબૂત રહ્યો .. પાલનપુર સિવિલ પહોંચ્યા મારા નાના 2 ભાઈ પાપા બે ભાન અવસ્થા માં મારી મમ્મી અને મારી બેન બોલી શકે મારી મમ્મી અને બહેન ને માથા ના ભાગે ઇજા ના હોવા થી એ ભાનમાં હતા. મારો નાનો ભાઈ કિરણ કૈલાશ અને મારા પિતાજી ને માથા ના ભાગે અને નાના ભાઈ કિરણ ને માથા અને છાતી ના ભાગે લાગેલ એ વધારે સિરિયસ કન્ડિશન માં ત્યાં સમાચાર સાંભળતા તાત્કાલિક મારા મામા પાલનપુર પોલીટેક્નિક કોલેજ માં પ્રોફેસર અચાનક દોડી આવ્યા ને મારા પિતાજી અને બંને ભાઈ ને એમ્બ્યુલબ્સ માં લઇ ને રવાના થયા. અમદાવાદ સિવિલ. હું મારી બેન અને મમ્મી જોડે પાલનપુર સિવિલ માં રોકાયેલ બીજા દિવસે પાલનપુર સિવિલ માં સારી સારવાર ના મળતા મારા બીજા કુટુંબી મામા ડીસા ખાતે નાયબ મામલતદાર માં નોકરી કરે એ મામા અને મારી મમ્મી અને બહેન ને ડીસા ખાતે ડૉ. અમિત જોશી સાહેબ ની હોસ્પિટલ ટ્રાન્સફર કર્યા.. 6 દિવસ માં બેન અને મમ્મી ને હોસ્પિટલ માંથી રજા આપી દીધી એમને રજા મળી એટલે અમે રૈયા જ્યાં ભાગે ખેતર વાવતા ત્યાં આવી ગયા અને પિતાજી ભાઈઓ ની તબિયત સારી છે એવા સમાચાર મળતા ખુશી મળતી કે ચાલો મારો પરિવાર બચી ગયો . પાપા અને 1 ભાઈ ની તબિયત સ્ટેબલ અને નાના ભાઈ ની તબિયત વધારે ખરાબ એને 5 દિવસ વેનિલેટર પર રાખેલ અને અચાનક દુનિયા છોડી ચાલ્યો ગયો . જેની મને મારી બેન અને મારી મમ્મી ને ખબર પણ નહીં અમને પરિવાર ના લોકો સારા સમાચાર આપે કે બરાબર છે એમની તબિયત અને જલ્દી છૂટી મળી જશે અને ઘરે આવી જશે. પરંતુ હકીકત માં એ સમય માં મારો નાનો ભાઈ કિરણ દુનિયા છોડી ચાલ્યો ગયો તો પરંતુ મને મારી બેન અને મારી મમ્મી ને ખબર પણ નહીં ભાઈ ને મૃત્યુ ના 3 દિવસ થઈ ગયા અમે રૈયા લોકો એ કોઈએ કહ્યું નહીં કેમ કે આઘાત લાગે અને મને મમ્મી ને અને બહેન ને કાઈ થઈ જાય એના ડર ના લીધે કોઈએ વાત ના કરી પણ અચાનક બીજા દિવસે મમ્મી એ વતન મારા પોતાના ગામડે જવા ની જીદ પકડી અને મારા એક મામા અને હું ગાડી ભાડે કરી આવ્યા અને મમ્મી બેન ને લઇ ને ઘરે આવ્યા તો ઘર પરિવાર ના લોકો ના માથા પર સફેદ લુંગી ટોપી અને માથા માં વાળ કાઢેલા જોઈ અચાનક આઘાત લાગ્યો હે ભગવાન સુ થયું હશે મારા ભાઈ મારા પિતાજી ને! ત્યારે નાનો ભાઈ કિરણ દુનિયા ને અલવિંદ કરી ને ચાલ્યો ગયો એ જાણવા મળ્યું એ સમય હું બહુ રડ્યો દુઃખી થયો પણ મમ્મી પાપા અને પરિવાર ને ફરી ઊભો કરવો અને એને હીમત આપવા ની જવાબદારી મારી પર જો હું હીમત હારી જાઉં એજ ઉપાય નહતો .....
બસ એ દિવસ થી મારી જીંદગી માં પરિવર્તન આવ્યું અને મારા પરિવાર ને ઉભા કરવા ની જવાબદારી આ નાનકડા મારા ઉપર આવી અને હું મારા પરિવાર ને કોઈ ના ઉપર બોજ ના બને એ માટે એકજ સપનું પરિવાર ને ઉભો કરું અને આ દુઃખી દિવસો માં થી બહાર લાવું. મારા કાકા કાકી દાદા દાદીએ અને મારા પરિવાર અને બહેનો એ મને હિંમત આપી સપોર્ટ આપ્યો અને આશ્વાસન આપ્યું અને કહ્યું કે ભગવાન ને ગમે તે ખરું પણ પરિવાર ના બીજા સભ્યો ને ઊભા કરવા ના છે એટલે તુમજબૂત રહેજે...
એના પછી ધોરણ 11,12 મારા દાદા અને પરિવાર ના સપોર્ટ થી મેં પૂરું કર્યું ઉચ્ચ અભ્યાસ માં BA અંગ્રેજી સાથે અને GNM નો અભ્યાસ કર્યો. અને પરિવાર ને કોઈ પણ ભાર આપ્યા વગર ખુદ મજૂરી મહેનત કરી અને મારો આભ્યાસ પૂર્ણ કર્યો અને મારા ભાઈ ને પણ ભણાવ્યો . એના ધામધૂમ થી લગ્ન કરાવ્યા મારા પણ લગ્ન અકસ્માત થયા ના બીજા વર્ષે થઈ ગયેલા. વધારે માં પૂરું માંડ ખુશી ના દિવસો ચાલતા હતા હું પણ થોડો સેટલ થઈ ગયો પરિવાર ને મદદ સમાજ ના રિવાજો અને આવેલા દુખો ને ભૂલી ખુશી થી જિંદગી જીવવા ની શરૂઆત કરી ત્યાં આચનક મારી મમ્મી બીમાર પડી હોસ્પિટલમાં દાખલ કરી અને અચાનક બીપી અને શ્વાસ ની તકલીફ વધી ગઈ એજ વર્ષ માં 2 મહિના પહેલા મારી બાળકી નો જન્મ થયો અને મારી મમ્મી ની તબિયત વધારે ખરાબ થતા થરાદ ના ડૉ. હાથ ઉચા કરી લીધા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ માંગવી લાયન્સ હોસ્પિટલ મહેસાણા પહોચાડી અને દાખલ કરી અને ત્યાં રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે મમ્મી ને વાલ્વ ની તકલીફ છે મારા ઉપર આભ તૂટી પડ્યું હવે શું થશે? એ દિવસ રાત મારી મમ્મી ભાન માં ના આવે ત્યાં સુધી મે અને મારા પિતાજી એ ટેક લીધી કે મમ્મી મોઢે બોલે પછી જમીશું. અને બીજા દિવસે મમ્મી નિ તબિયત સુધારી મમ્મી જોડે વાત થઈ. દિવસ રાત જાગતો ઊંઘયા વિના ખાધા પીધા વગર નો હું સક્ત બની ગયેલો મમ્મી બોલી એટ્લે મારા માં હીમત અને એનર્જી આવી ગઈ અને મે અને મારા પિતાજીએ ભોજન લીધું. પછી 5 દિવસ માં દાખલ રાખી અને મમ્મી ને હોસ્પિટલ માથી છૂટી આપી અને જીવે ત્યાં સુધી ગોળી અને ઇન્જેક્શન લેવા ના કહ્યું અને આરામ કરવા નું કહેલ.
એ દિવસ થી કાયમી મારી મમ્મી બીમાર હું જોબ વ્યવસાય પર જાઉં પણ મારું મન મારી માં ની આજુ બાજુ મમ્મી ને કાઈ થશે નહીં ને ? આજ પ્રશ્નો સાથે દિવસ રાત પસાર કરું વ્યવસાય ના સ્થળે પણ મમ્મી જોડે ફોન પર રોજ 5 વખત દિવસ દરમિયાન વાત કરી સમાચાર લઉં.......
એ પછી 2 વર્ષ વીત્યા હસે ત્યાં મારી બેબી 2.5 વર્ષ ની થઈ ગઈ અને ના જાણે મારા પર અને મારા પરિવાર ઉપર કયા ગુના ની સજા કે કસોટી લેવાતી હશે એમ મારી દીકરી રમતા રમતા અચાનક બેભાન થઈ ગઈ અને પડી ગઈ અને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જતા પહેલા દુનિયા ને છોડી ચાલી ગઈ બહુ તૂટી ગયો એ સમયે કેમ કે જ્યારે સમજવા લાગ્યો એ સમય થી દુખ અને તકલીફો સિવાય કંઈ જોયું નથી બહુ રડ્યો.... કેમ કે દુઃખ તકલીફો મારો પીછો ની છોડટી યાર સુ બગાડ કર્યો એજ ની સમજતો લોકો ની ખુશી ને જોઈ ને એમ થાય કે પુનજન્મ માં કેટલા સારા કર્યો કરી ને આવ્યા હશે અને અમે કોઈક નું કૈક ખરાબ કર્યું હશે એનું પરિણામ ભોગવીએ પણ હિંમત હારી આમ બેસી જવું એ પણ મને ના હોતું પોસાતું હું મારા ખુદ ને પ્રશ્ન કરતો કે મિત્ર તારા ભાગે આ દુઃખ લખેલ છે તો તારે ભોગવવું પડશે હવે સારા દિવસો આવશે . આમ ખુદ પ્રશ્ન અને જવાબ આપી મન ને શાંત પડતો ... આ ઘટના ને એકાદ વર્ષ વીત્યું હસે અને હું બપોર નો રીસેસ નો સમય લેકચર લઇ ઓફીસ માં આવી ને બેઠો ત્યાં મારા મોંબાઇલ ની રિંગ વાગી સામે પાપા નો અવાજ એકદમ શ્વાસ ચડી ગયો એમ દુઃખી આવજે વાત કરી ક્યાં છે . કોઈ ગાડી ની વ્યસ્સ્થા કરાવ તારી મમ્મી ની તબિયત બહુ ખરાબ છે .હું થોડા ટાઈમ માટે તો સ્તબ્ધ રહી ગયો. અચાનક મગજ લર કંટ્રોલ કર્યો અને વિચાર્યું કે દુઃખી થાઉં વિચારું એટલો સમય નથી મારા ગામ ના મિત્ર મારા સુરેશભાઈ ચૌહાણ ને તાત્કાલિક ફોન કર્યો તો સામે જવાબ આવ્યો બોલ ભરત કીધું ક્યાં છો તો કે ઘરે કીધું ગાડી ક્યાં છે. તો કે જોડે છે. કીધું મારી મમ્મી ની તબિયત સારી નથી તાત્કાલિક હોસ્પિટલમાં પહોચડો હું dr સાહેબ ને બોલાવી ને રાખું એ મિત્ર એક ક્ષણ નો પણ વિચાર કર્યા વગર મારી મમ્મી ને હિસ્પિટલ માં લઇ ને આવ્યો મેં મારી મમ્મી ની તબિયત જોઈ અંદાજ આવી ગયો કેમ કે હું મેડિકલ લાઇન નો માણસ એટલે અંદાજ આવી ગયો કે મમ્મી હવે થોડા ટાઈમ ની મહેમાન છે પણ દુઃખી થઈ હિંમત હારી બેસી જાઉં તો છેલ્લી ક્ષણે 1 ચાન્સ જો મમ્મી કેમ બચે એવા ડોક્ટર સાહેબ સાથે માળી મહેનત પર્યત્ન કરી પણ મારા નસીબ માં દુઃખો સિવાય કંઈ છેજ નહીં તો મમ્મી પણ અમારો સાથ છોડી દુનિયા છોડી ચાલી ગઈ સંપૂર્ણ તૂટી ગયો એ સમાયે કેમ.કે સુખ દુઃખ માં મને હિંમત આપી સાથ આપવા વાળું મારી જીંદગી માં મારી મમ્મી હતી એ પણ છોડી ચાલઈ ગઈ હવે સુ થશે સુ કરું કાઈ ના સુજે. અને ખુદ સુસાઇડ કરી મમ્મી મારા ભાઈ અને મારી દીકરી ની જેમ કાયમ માટે ખતમ થઈ જાઉં પણ ત્યારે મારા પાપા નો વિચાર આવ્યો મારા પિતા નો સહારો કોણ મારા ભાઈ બેનો મારા બાળકો અને કાકા કાકી દાદા દાદી નો સહારો અને અધાર કોણ આ વિચારી આ દુનિયા માં આજ પણ જીવિત છું .. અને આજ પણ એજ પ્રથના કરું છું કે મારી જિંદગી માં મેં અને મારા પરિવારે જે તકલીફો અને દુઃખ સહન કર્યા અને વેઠયા એ ક્યારેય મારા દુશ્મન ને પણ ના આવે ....
અત્યારે બસ એટલું બાકી ઘણું બાકી છે તો મારો સંઘષ અને પડાવ માથી ઊભો થઈ મિત્રો સ્નેહીઓ વડીલો સમક્ષ મારી જિંદગી ની હકીકત સેર કરું છું ...
આ મારી જીવન ની વાત સેર કરવા નો ઉદેશ એજ છે કે એક સામાન્ય તકલીફ માં સુસાઇડ કરવા ના વિચારો કરતાં બહેન દીકરીઓ માતાઓ અને મારા મિત્રો ભાઈઓ ને સંદેશો આપવા માટે કે મિત્રો જીવન માં સુખ દુઃખ આવ્યા કરે પરંતુ હિમ્મત થી સામનો કરી અને એના થી વધારે મજબૂતાઈ થી સંઘર્ષ કરીએ લાડીએ અને જીવીએ એજ સાચી જિંદગાની છે..... મોત એજ ઉપાય નથી.. અનોખા સપના હકીકત માં આપણાં છે. એ આપણ ને આપણાં અસ્તિત્વ નો એહસાસ કરાવે છે. આવા સપનાઓ ને આપણાં માં શોધવા જોઈએ. એના પાછળ પડ્યા વગર એને પૂરા નથી કરી સકાતા.