PatelSubham
મારૂ નામ શુભમ પટેલ
હૂં ગુજરાતી ભાષાને ઓનલાઇન પ્લેટ ફોર્મ પર લાવવા માટે કોરોનાના શરૂઆતના સમયથી પ્રયત્ન કરી રહયો છુંં.
જયારે કોરોનાની શરૂઆત થઇ અને લોકડાઉન થઇ તો શાળા કોલેેેજો બંધ થઇ ગઇ જેથી વિધાર્થીઓનો અભ્યાસ ખોરંભે ચડી ગયો.. ત્યારે મે રીસર્ચ કર્યુ તો જાણવા મળ્યુ કે વિદેશોમાં ઓનલાઇન કલાસીસ, ઇ-શાળા જેવા પ્રોજેકટો ચાલી રહયા છે. પંંરંતુ ભારતમાં પુરતા ઇન્ફ્રાસ્ટચરના અભાવે તાત્કાલીક ધોરણે આ બધુ ચાલુ કરવુ શકય નહતુ. તેમ છતાં કોરોનાએ આપણને ઘણા ડીજીટલ બનાવી દીધા અને એમાંથી જ પ્રેરણા લઇ મે પણ વિધાર્થીઓ માટે ઉપયોગી Competitive Gujarat નામનો બ્લોગ તૈયાર કર્યો જેમાં વિધાર્થીઓને ઉપયોગી થાય તેવી શૈક્ષણિક સામગ્રી જેવી કે ગુજરાતી નિબંધ, મહાન વ્યકિતઓના જીવનચરિત્ર, જાણવા જેવુ વિગેરે વિષયો ઉપર આર્ટીકલ્સ પબ્લીસ કરૂ છું
મે જાત અનુભવ કર્યો કે ગુજરાતી ભાષામાં ઇન્ટરનેટ પર ખૂબ ઓછી સામગ્રી ઉપલબ્ધ છે તેમાંય મોટાભાગની સામગ્રી વીકીપીડીયાના માધ્યમથી ઉપલબ્ધ છે. પરંતુ તેમાં હજી ઘણા બધા અપડેશનની જરૂરીયાત છે. જેથી મે વિકીપીડીયામાં લેખકના સ્વરૂપમાં જોડાવાનું નકકી કર્યુ.
આશા રાખુ છે આપ સૌ મને સાથ સહકાર આપશો.