હું, સાપોવાડીયા પ્રાધ્યાપક, લેખક એન્ડ કવિ છું. હું નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સટીમાં પ્રાધ્યાપક છું. મેં માઈક્રો ફાઇનાન્સ, સહકારી સંસ્થાઓ, કોર્પોરેટ ગવર્નન્સ અને સોશ્યિલ ઈકોનોમી ઉપર ૮ પુસ્તકો પ્રસિદ્ધ કરેલ છે. મારા ૨૦૦ ઉપરાંત સંશોધન લેખ પ્રસિદ્ધ થયેલ છે. હું સોશ્યિલ સાયન્સ રિસર્ચ નેટવર્કના શીર્ષ ૧% લેખકોમાં એક છું. મેં ૫૦૦ થી વધારે ગુજરાતી કવિતા, વાર્તા અને નિબંધ પ્રસિદ્ધ કરેલ છે. મારી કવિતા અને વાર્તા મોટા ભાગે વિજ્ઞાન, કટાક્ષ, કુદરતી વિષયો ઉપર છે. મેં લખેલ લેખ ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીના કોર્ષના ભાગ રૂપે ઉપયોગમાં લેવાય છે.