પારુલ દલસુખભાઇ પરમાર (જન્મ 20 માર્ચ 1973 ગાંધીનગર, ગુજરાત) ભારતીય પૅરાબૅડમિન્ટન ખેલાડી છે. તેઓ પૅરાબૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયન અને વિશ્વનાં પ્રથમ ક્રમાંકિત ખેલાડી છે. તેઓભારતના પ્રતિષ્ઠિત રમતગમત સન્માનઅર્જુન ઍવૉર્ડથી સન્માનિત છે.

પારુલ દલસુખભાઇ પરમાર
વ્યક્તિગત માહિતી
Citizenshipભારતીય
જન્મ20 માર્ચ 1973
ગાંધીનગર, ગુજરાત
Sport
રમતપૅરાબૅડમિન્ટન

વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ

ફેરફાર કરો

પારુલ પરમારનો જન્મ 20 માર્ચ 1973માં ગુજરાતના ગાંધીનગર માં થયો હતો. જ્યારે તેઓત્રણ વર્ષનાં હતાં ત્યારે તેમને પોલિયો હોવાનીજાણ થઈ હતી. તેઓ માત્ર ત્રણ વર્ષનાંહતાં ત્યારે હિંચકા પરથી નીચે પડી જતાંતેમની હાંસડીનાં હાડકા અને જમણા પગમાં ફ્રૅક્ચર થયુંહતું. આ ઈજામાંથી પરમારને સાજા થવા માટેલાંબા સમય સુધી સારવાર લેવી પડી.તેમના પિતા રાજ્ય કક્ષાના બૅડમિન્ટન ખેલાડી હતા અને પ્રૅક્ટિસ માટે સ્થાનિક બૅડમિન્ટન ક્લબમાં જતા હતા.[] પારુલ પરમારપિતા સાથે ક્લબમાં જતા અને રમતમાં રસ લેવાનું શરૂ કર્યું. એક સ્થાનિક કોચસુરેન્દ્ર પારેખે તેમનાંમાં રહેલી વિશેષ પ્રતિભાને પારખીને તેમને વધુ ગંભીરતાથી રમવા માટે પ્રોત્સાહન આપ્યું.[]

પરમારના પરિવાર એટલો બધો સમૃદ્ધ ન હતો.પરિવારના સભ્યો ઘણી વખત તેમની જરૂરિયાતો કરતા પારુલનીબૅડમિન્ટનની જરૂરિયાતોને પ્રાધાન્ય આપતા હતા.

પારુલ પરમારે બૅડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતુંત્યારે તેમને લાંબા સમય સુધી પૅરાબૅડમિન્ટનના અસ્તિત્વ વિશે ખાસ જાણકારી ન હતી. એકવાર પારુલે પૅરાબૅડમિન્ટન ટુર્નામેન્ટ્સમાં ભાગ લેવાનું શરૂ કરી દીધુંત્યાર બાદ તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં સફળતા મળવાની શરૂ થઈ ગઈ.[]

પારુલ પરમાર મુજબ તેમના પરિવાર અને સાથી ખેલાડીઓએ તેમને ક્યારેય એવું લાગવા નથી દીધું કે તેમની પાસે કંઈ અભાવ છે અથવા તેઓ વિકલાંગ છે.[][]

વ્યાવસાયિક સિદ્ધિઓ

ફેરફાર કરો

પારુલ પરમારે 2010 એશિયન પૅરાગેમ્સમાં ભારત માટે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો જે આંતરરાષ્ટ્રીય તબક્કે તેમના બૅડમિન્ટન પ્રવાસની શરૂઆત હતી. તેમણે 2014 અને 2018 માં એશિયન પૅરાગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.[]તેમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે એક બાળક તરીકેતેઓ ફક્ત 'સારા બૅડમિન્ટન ખેલાડી' બનવાની ઇચ્છા ધરાવતાં હતાં. તે સમયેતેમણે ક્યારેય પૅરાબૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયન બનવાનું વિચાર્યું ન હતું.[]

પારુલે 2017 માં બીડબ્લ્યુએફ પૅરાબૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સિંગલ્સ અને ડબલ્સ ઇવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યાં હતાં.[] 25 ફેબ્રુઆરી 2020સુધીપારુલ વિશ્વનાં પ્રથમ નંબરનાં પૅરાબૅડમિન્ટન ખેલાડી હતાં.[]

2009માં તેમને ભારતના પ્રતિષ્ઠિત રમતગમતઍવૉર્ડ અર્જુન ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

2010માંએશિયન પૅરાગેમ્સ બ્રૉન્ઝ મેડલ

2014માંએશિયન પૅરાગેમ્સ ગોલ્ડ મેડલ

2018માં એશિયન પૅરાગેમ્સ ગોલ્ડ મેડલ

2017માં બીડબ્લ્યુએફ પૅરા બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સિંગલ્સ અને ડબલ્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ

  1. Makar, A. B.; McMartin, K. E.; Palese, M.; Tephly, T. R. (1975-06). "Formate assay in body fluids: application in methanol poisoning". Biochemical Medicine. 13 (2): 117–126. doi:10.1016/0006-2944(75)90147-7. ISSN 0006-2944. PMID 1. Check date values in: |date= (મદદ)
  2. Bose, K. S.; Sarma, R. H. (1975-10-27). "Delineation of the intimate details of the backbone conformation of pyridine nucleotide coenzymes in aqueous solution". Biochemical and Biophysical Research Communications. 66 (4): 1173–1179. doi:10.1016/0006-291x(75)90482-9. ISSN 1090-2104. PMID 2.
  3. Makar, A. B.; McMartin, K. E.; Palese, M.; Tephly, T. R. (1975-06). "Formate assay in body fluids: application in methanol poisoning". Biochemical Medicine. 13 (2): 117–126. doi:10.1016/0006-2944(75)90147-7. ISSN 0006-2944. PMID 1. Check date values in: |date= (મદદ)
  4. Makar, A. B.; McMartin, K. E.; Palese, M.; Tephly, T. R. (1975-06). "Formate assay in body fluids: application in methanol poisoning". Biochemical Medicine. 13 (2): 117–126. doi:10.1016/0006-2944(75)90147-7. ISSN 0006-2944. PMID 1. Check date values in: |date= (મદદ)
  5. Bose, K. S.; Sarma, R. H. (1975-10-27). "Delineation of the intimate details of the backbone conformation of pyridine nucleotide coenzymes in aqueous solution". Biochemical and Biophysical Research Communications. 66 (4): 1173–1179. doi:10.1016/0006-291x(75)90482-9. ISSN 1090-2104. PMID 2.
  6. Smith, R. J.; Bryant, R. G. (1975-10-27). "Metal substitutions incarbonic anhydrase: a halide ion probe study". Biochemical and Biophysical Research Communications. 66 (4): 1281–1286. doi:10.1016/0006-291x(75)90498-2. ISSN 0006-291X. PMID 3.
  7. Makar, A. B.; McMartin, K. E.; Palese, M.; Tephly, T. R. (1975-06). "Formate assay in body fluids: application in methanol poisoning". Biochemical Medicine. 13 (2): 117–126. doi:10.1016/0006-2944(75)90147-7. ISSN 0006-2944. PMID 1. Check date values in: |date= (મદદ)
  8. India, Press Trust of. "India win 10 medals in Para-Badminton World Championships". Scroll.in (અંગ્રેજીમાં). મેળવેલ 2021-02-17.
  9. Hendrickson, W. A.; Ward, K. B. (1975-10-27). "Atomic models for the polypeptide backbones of myohemerythrin and hemerythrin". Biochemical and Biophysical Research Communications. 66 (4): 1349–1356. doi:10.1016/0006-291x(75)90508-2. ISSN 1090-2104. PMID 5.