ધાર્મિકલાલ પંડ્યા
ધાર્મિકલાલ પંડ્યા એ એક આખ્યાનકાર અથવા માણભટ્ટ છે.[૧] [૨]
ધાર્મિકલાલ પંડ્યા | |
---|---|
જન્મ | ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા ૧૧ ઓગસ્ટ ૧૯૩૨ વડોદરા |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નોંધપાત્ર પુરસ્કારો | ૧૯૯૧ : પ્રેમાનંદ સુવર્ણચંદ્રક |
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ ૧૯૩૨માં વડોદરા ખાતે થયો હતો.[૩] તેમણે ૧૮ વર્ષની ઉંમરે માણભટ્ટ તરીકેની લુપ્ત થતી કલા અપનાવી હતી. આ કલા તેમને તેમના પિતા ચુનીલાલ પંડ્યા પાસેથી મળી હતી.[૪] તેમના પિતા ચુનીલાલ પંડ્યાના આખ્યાનો સાંભળવા મહારાજા સયાજીરાવ ગુપ્ત વેશે તેમના ગામ જતા હતા.[૫]
તેમના આખ્યાનો મહિનાઓ સુધી ચાલતા હતા.[૧] તેમણે ૩ હજારથી વધુ આખ્યાન કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે. તેમણે વિદેશોમાં પણ માણની કળાનો પ્રસાર કર્યો હતો. ભારત ઉપરાંત તેમણે અમેરિકા, કેનેડા, થાઇલેન્ડ, યુ.કે. વગેરે દેશોમાં પણ કાર્યક્રમો આપ્યા છે. તેમના જણાવ્યા અનુસાર માણ થકી આખ્યાન પ્રસ્તુતિ માટે માણભટ્ટ પાસે વાંચન, મનન, સંસ્કૃતનું જ્ઞાન, સુભાષિતો, મહાભારત–રામાયણની ચોપાઈઓ અને સંગીતનું જ્ઞાન હોવું જરૂરી હોય છે. તેમના સાત કલાકના આખ્યાનોનું રેકોર્ડિંગ ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા સાચવવામાં આવ્યું છે.[૪]
સંજય ગાંધીનાં મૃત્યુ પછીના સમયમાં ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈંદિરા ગાંધીએ તેમને નિમંત્રણ આપ્યું હતું. શીલા દીક્ષિતે પણ તેમના અમુક આત્મજનાં લગ્નમાં ધાર્મિકલાલને આખ્યાન માટે બોલાવ્યાં હતા. આ સિવાય જાણીતા સાહિત્યકારો જેમ કે કનૈયાલાલ મુનશી, કે.કા શાસ્ત્રી અને અંબાલાલ સારાભાઇની હાજરીમાં પણ ધાર્મિકલાલે કાર્યક્રમો આપ્યા છે. માણ કલાના વિકાસ માટે તેમણે ૮ થી ૯ વર્ષનો એક અભ્યાસક્રમ તૈયાર કર્યો હતો. જેમાં માણભટ્ટની કળાનું સંપુર્ણ જ્ઞાન સમાવી લેવામાં આવ્યું હતું.[૪]
તેમના બંને દીકરાઓ પ્રદ્યુમન અને મયંક પણ માણભટ્ટ કલાકારો છે.[૪]
સન્માન
ફેરફાર કરોતેમને ઘણા પ્રાદેશિક અને શહેરી કક્ષાના ખિતાબો મળ્યા છે. ૧૯૮૩માં તેમને રાષ્ટ્રીય સંગીત નૃત્યકલા અકાદમી દ્વારા ‘ગૌરવ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તરફથી પણ એવોર્ડ એનાયત થયો હતો.[૪] [૬] તેમને ૧૯૯૧માં પ્રેમાનંદ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.[૭]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "ધાર્મિકલાલ પંડ્યા, Dharmiklal Pandya". ગુજરાતી પ્રતિભા પરિચય. 2013-06-20. મેળવેલ 2021-10-06.
- ↑ Media, Abtak (2019-04-26). "૪૦૦ વર્ષ જૂની માણભટ્ટ કલા પ્રાણ નહીં જાય ત્યાં સુધી જીવંત રાખીશ: ધાર્મિકલાલ પંડયા". Abtak Media (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-06.
- ↑ "Crraft Of Art". crraft-of-art.com (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-06.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ "આખ્યાનકારની પરંપરા ચાલુ રહે તે માટે પુત્રોને પણ ધાર્મિકલાલે માણભટ્ટ તરીકે તૈયાર કર્યા - દિવ્યભાસ્કર". દિવ્ય ભાસ્કર. 2013-06-20. મેળવેલ 2021-10-06.
- ↑ January 12, UDAY MAHURKAR; January 12, 2004 ISSUE DATE:; December 5, 2004UPDATED:; Ist, 2011 20:04. "Dharmiklal Pandya struggles to save dying art of Gujarat Manbhat Akhyan". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-06.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
- ↑ Media, https://sangeetnatak.gujarat.gov.in (2021-06-10). "ગુજરાત રાજ્ય સંગીત નાટાક અકાદમી" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-10-10 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-06.
- ↑ "File:List of winners of Premanand Gold Medal.jpg". Wikimedia Commons. 2017-03-01. મેળવેલ 2017-03-01.