શિવદાન ગઢવી (જન્મ: ૨૬ ડિસેમ્બર ૧૯૩૯) ગુજરાતી ભાષાના લોકસાહિત્ય સંપાદક અને લેખક છે.[]


તેમનો જન્મ સુરપુરા,(જિલ્લો : મહેસાણા) માં થયો હતો. તેમના પિતાનું નામ જીવાભાઇ પ્રતાપજી ગઢવી તથા માતાનું નામ બુનજીબા હતું. તેમણે પ્રાથમિક કેળવણી દેણપુરાની પ્રાથમિક શાળામાં તથા માધ્યમિક કેળવણી બેચરાજીની સર્વોદય માધ્યમિકશાળામાંથી મેળવ્યું. મેટ્રીકમાં બેચરાજી તાલુકા પ્રથમ નંબરે ઉત્તિર્ણ થયા હતા. ત્યાર બાદ તેમણે ગુજરાત કોલેજ અમદાવાદથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષય સાથે બી.એસ સી ની પદવી મેળવી. []

વ્યાવસાયિક કારકીર્દી

ફેરફાર કરો

અભ્યાસ બાદ હારિજની હાઇસ્કુલમાં એક વર્ષ તેમણે શિક્ષક તરીકે સેવા આપી અને ત્યાર બાદ તેઓ પ્રાથમિક શિક્ષણવિભાગમાં કેળવણીના નિરીક્ષક બન્યા. ત્યાર બાદ તેમણે તાલુકા વિકાસ અધિકારી, ડેપ્યુટી ડી.ડી.ઓ., એડિશનલ કેલેક્ટર, પાણી પૂરવઠા બોર્ડમાં સી.ઓ, અને કમિશ્નર સચિવ તરીકે નિમણૂક પામ્યા હતા. ૩૧ ડિસેમ્બર ૧૯૯૭ ના રોજ તેઓ નિવૃત થયા.[]

તેમણે 'ચારણી સાહિત્યના પ્રતિભાશાળી કવિઓ', 'ખાંભીએ નમે શિર'(લોકકથા), 'ખાંભીએ ચડે સિંદૂર'(લોકકથા), 'ખાંભીએએ સાજણ સાંભર્યા', 'દુહા છંદની સૌરભ', 'ઢોલ ઘડુક્યા' (ચારણી લગ્નગીત સંગ્રહ), 'ચારણી સાહિત્યના શિલ્પીઓનું વૃંદાવન' , 'શબ્દો ગગને ગાજ્યા' , 'કન્યા પધરાવો સાવધાન' સાથે કુલ ૧૯ પુસ્તકો રચ્યા છે.[]

સાહિત્યક પારિતોષિક

ફેરફાર કરો
  1. ગુજરાતી સાહિત્ય પરિષદનોઃ કાકા કાલેલકર પુરસ્કાર(૨૦૦૩)[]
  2. ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક(૨૦૦૪)[]
  3. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર (૨૦૧૬)[]

બાહ્ય કડીઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "શિવદાન ગઢવી". gnansarita. 2014-01-08. મેળવેલ 2019-09-15.
  2. "'ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ' શિવદાન ગઢવીને અને 'લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ' સ્વ. લાખાભાઇ ગઢવીને અર્પણ : હિન્દી અનુવાદીત 'જાલંધર પૂરાણ' નું વિમોચન". www.akilanews.com. મૂળ માંથી 2022-08-22 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-15.