નાથાભાઈ ગોધા(આંજણા ચૌધરી)

      ગામ : ગરાબડી
      તાલુકો : ભાભર
      જિલ્લો : બનાસકાંઠા
      નાથાભાઈ ગોધા ગુજરાતના પ્રખ્યાત દાનવીરો માં તેઓ પ્રથમ હરોળમાં સ્થાન ધરાવતા હતા.
      એક લોકકથા પ્રમાણે બહારવટિયા ગરાબડી ગામમાં નાથાભાઈ ગોધાનું ઘર લૂંટવા માટે આવ્યા. તે સમયે બહારવટિયા દિવસે જોવા આવતા અને રાત્રે લૂંટ કરતા. એજ રીતે ગરાબડી એક રોજ નાથાભાઈ ગોધાનું ઘર લૂંટવા આવ્યા, તેમણે ગામમાં જતાં વ્યક્તિને નાથાભાઈ ગોધાનું ઘર ક્યા આવ્યું એમ પૂછ્યું તો એ વ્યક્તિ તેની ઘરે લયી ગયો અને તેમને જમાડ્યા. જમી રહ્યા પછી કીધું કે હું જ નાથાભાઈ ગોધો, તમારે મારું શું કામ હતું હવે કહો. 
     બહારવટિયાઓ કીધુકે અમે તમારું ઘર લૂંટવા આવ્યાં હતાં એટલે નાથાભાઈ ગોધાએ કહ્યું કે આ રહ્યું બધું મારા ઘરનું જે જોઈએ તે લઈ જાઓ, ત્યારે બહારવટિયાઓ કીધું કે બાપૂ અમે તમારા ઘરે જમ્યા હોવાથી હવે અમે એક દાણો પણ નહિ લઈ જઈ શકીએ.