દલિતચેતના મનોજ પરમારના સંપાદન હેઠળ દર મહિનાની ૧૩ તારીખે પ્રકાશિત થતું એક ગુજરાતી ભાષાનું માસિક સામયિક છે. ગુજરાતી દલિત સાહિત્યને ખીલવાના હેતુથી આ સામયિકની સ્થાપના ૨૦૦૬ માં કરવામાં આવી હતી.[] []

દલિતચેતના
સંપાદક(કો)મનોજ પરમાર
વર્ગદલિત સાહિત્ય
આવૃત્તિમાસિક
બંધારણPrint
પ્રકાશકમનોજ પરમાર
સ્થાપકમનોજ પરમાર
સ્થાપના વર્ષ૨૦૦૬
પ્રથમ અંક13 November 2006 (2006-11-13)
દેશભારત
મુખ્ય કાર્યાલયચાંદખેડા , ગાંધીનગર
ભાષાગુજરાતી
ISSN2319-7862

સામયિકનો પ્રથમ અંક ૧૩ નવેમ્બર ૨૦૦૬ ના રોજ ગાંધીનગરના ચાંદખેડાથી પ્રકાશિત થયો હતો. બાદમાં, તેણે વર્ષ દરમિયાન પ્રકાશિત શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ કવિતાને ઇનામ આપવાનું શરૂ કર્યું.[]

વિષયવસ્તુ

ફેરફાર કરો

દલિતચેતના વિવિધ પ્રકારની સાહિત્યિક શૈલીઓ અને દલિત સાહિત્ય પર આધારિત લેખો પ્રકાશિત કરે છે જેમાં કવિતાઓ, ટૂંકી વાર્તાઓ, ટીકા, સંશોધન પત્ર અને નિબંધોનો સમાવેશ થાય છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. "આપણા સામયિકો". Aksharnaad.com. 29 June 2012. મેળવેલ 12 February 2016.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Hasit Mehta (May 2012). Sahityik Samayiko: Parampara Ane Prabhav. Ahmedabad: Rannade Prakashan. પૃષ્ઠ 195. ISBN 978-93-82456-01-8.