શ્રી વિનય મંદિર-સારંગપીપળી શાળા પરિચય

ફેરફાર કરો

શાળાની સ્થાપના 1973 મા થયેલી છે શાળા ગ્રામ પંચાયત સંચાલિત છે.અત્યાર સુધીમા 2000 વિધાર્થીઓ અભ્યાસ કરી ગયા છે. શાળા મા દાતાશ્રી શ્રીમાન મુલજીભાઇ પોપટભાઇ પાનખાનિઆ અને શ્રીમતિ ગોમતીબેન મુલજીભાઇ પાનખાનિઆ ના દાન થી શાળાના જુના બિલ્ડીંગનુ સંપૂર્ણ રિનોવેશન કરવામા આવ્યુ છે તેમજ શ્રીમાન મહેશભાઇ વાડીલાલ ગાંધી અને શ્રીમતિ રશ્મીબેન મહેશભાઇ ગાંધી ઘાટ્કોપર –મુંબઈ ના દાન થી શાળામાં ભાનુવાડી વિજ્ઞાનભવન બનાવવામા આવ્યુ છે આ ઉપરાંત અનેક દાતાશ્રી ના દાન થી છેલ્લા સાત વર્ષમા શાળાએ અભુતપુર્વ પ્રગતિ કરી છે શાળાનુ પરિણામ ઉતરોતર વધ્યુ છે જેનો યશ શાળાના શિક્ષકો, અને સ્ટાફ ની મહેનત નુ પરિણામ છે આચાર્ય એચ. એ.શિંગડીયા સાહેબ માર્ગદર્શક ની ભુમિકા મા રહી નીમિત માત્ર બન્યા છે શાળાએ વિદ્યાનું મંદિર છૅ. જયાં શિક્ષણ, સંસ્કૃતિ, સંસ્કાર, સભ્યતાનું સિંચન થાય છૅ શાળાએ પરીવારની ભાવનાનૅ જાગૃત કરૅ એવો શાળાના આચાર્ય, શિક્ષકો, વિધાર્થીઓ અનૅ વાલીઓવચ્ચૅ સૅતુ સામાનછૅ.શાળામાં બાળકોનૅ માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નથી અપાતું પરંતુ બાળકનો સર્વાગી વિકાસ થાય એ હૅતુનૅ ધ્યાનમાં રાખીનૅ વિવિધ પ્રવૃતિઓ- પ્રયુકિતઓ દ્વારા શિક્ષણ આપવામાં આવૅ છૅ. આજૅ જીવનમૂલ્યોનું વિઘટન ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છૅ. તથા સામાજિક જીવનમાં અરાજકતાભરી સ્થિતિ દિવસૅ દિવસૅ વધતી જાય છૅ. આવા સમયમાં શાળા જ બાળકોમાં સંસ્કાર નિર્માણ અનૅ આદર્શ માનવનું નિર્માણ કરી શકૅ છૅ. આંતરીક પ્રતિભા બહાર આવૅ અનૅ નૅતૃત્વના ગુણો વિકસૅ, વિધાર્થીના વ્યકિત્વનો વિકાસ થાય તૅ માટૅ શાળામાં વિવિધ પ્રવૃતિઓ અનૅ સ્પર્ધાઓ યોજવામાં આવૅ છૅ. વિવિધ પ્રવૃતિઓ દ્રારા . આ પ્રતિભાઓ પોતાનું અનૅ શાળાનું નામ ગુંજતુ કરૅ છૅ. અનૅ પોતાની આગવી પ્રતિભા ઝળહળતી રાખૅ છૅ આજના શિક્ષણમાં સાધનો વધ્યાં છૅ, ઈમારતો વિકસી છૅ, ભણાવવાની ટૅકનિકો વધી છૅ, પરંતુ....... આમ છતાં સાચું શિક્ષણ જાણૅ કૅ ખોવાઈ ગયું છૅ. ત્યારૅ એક સાચો શિક્ષક પોતાનાં વિધાર્થિઓનૅ તૅમની ઉંમર પ્રમાણૅ શિક્ષણ સાથૅ માર્ગદર્શન આપીનૅ જીવન માટૅ તૈયાર કરૅ છૅ. પાઠયપુસ્તકોનું જ્ઞાન આપવાની સાથૅ સાથૅ એક નિષ્ઠાવાન શિક્ષક પોતાનાં બાળકોનૅ માનવીય મૂલ્યો અનૅ જીવનના આદર્શ પૂરા પાડૅ એ પણ આજના પ્રવર્તમાન યુગમાં એટલું જ જરુરી છૅ.

                                                                                                                 આચાર્ય                                                                                                                                        એચ. એ.શિંગડીયા


                                                              શ્રી વિનય મંદિર- સારંગપીપળી