સમાનતાની મૂર્તિ

ડૉ. ભીમરાવ રામજી આંબેડકર

સમાનતાની મૂર્તિ[][][] ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨ એકર વિસ્તારમાં 137.3 metres (450 ft) ઉંચી પ્રસ્તાવિત પ્રતિમા છે[][] જે મુંબઈ, મહારાષ્ટ્રમાં બનાવવાની યોજના છે.[][]આ પ્રતિમા ભારતના પ્રથમ કાનુન મંત્રી અને ભારતીય સંવિધાન સમિતિના પ્રમુખ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર સાહેબ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત છે. આ સ્થળ ડૉ. આંબેડકરના સમાધિ સ્થળ ચૈત્ય ભૂમિની નજીકમાં આવેલ છે.

સ્મારકની જાહેરાત ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ૧૮ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ કરી હતી. ત્યાર પછી ૧૧ ઓક્ટોબર ૨૦૧૫ ના રોજ આ સ્મારકની શિલાન્યાસ વિધિ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ કરી હતી અને સ્મારકનું કામ નવેમ્બર ૨૦૧૫માં શરૂ કર્યું હતું. આ સ્મારક બનાવવા માટેનો પ્રારંભિક ખર્ચ રૂ. ૪૨૫ કરોડ આંકવામાં આવ્યો છે. આના મુખ્ય આકર્ષણ એક તળાવની ચારેય બાજુ ૨૫,૦૦૦ ચો. ફીટનો સ્તૂપ હશે. અહીં ડો. આંબેડકરના જીવન સાથે સંકળાયેલા સંગ્રહાલય આવેલું હશે.

  1. TNN (૨ જાન્યુઆરી ૨૦૧૨). "Statue of equality should come up at Indu Mill site: Ambedkar". The Times of India. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૫.
  2. ૨.૦ ૨.૧ "Govt dithers even on 'statue of equality' plan". dna. ૧૬ માર્ચ ૨૦૧૨. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૫.
  3. "A year on, state govt yet to pick designer for Ambedkar memorial".
  4. https://m-timesofindia-com.cdn.ampproject.org/v/s/m.timesofindia.com/city/mumbai/dr-babasaheb-ambedkar-statue-to-be-100-ft-taller/amp_articleshow/69884187.cms?amp_js_v=a2&amp_gsa=1#referrer=https%3A%2F%2Fwww.google.com&amp_tf=From%20%251%24s
  5. Sports (૧૦ ઓક્ટોબર ૨૦૧૫). "PM Modi to be briefed on how Ambedkar Memorial will look". The Indian Express. મેળવેલ ૨૦ ઓક્ટોબર ૨૦૧૫.
  6. "Ambedkar memorial: Statue taller than that of Liberty sought". Indian Express. ૬ ડિસેમ્બર ૨૦૧૨. મૂળ માંથી 2013-12-10 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ ઓક્ટોબર ૨૦૧૩.