સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ

સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ (સર જમશેદજી જીજીભોય સ્કૂલ ઓફ આર્ટ) એ ભારતના મુંબઈની સૌથી જૂની કલા સંસ્થા છે,[] અને તે મુંબઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. આ કલાશાળા ચિત્રકામ, માટીકામ, ધાતુકામ, આંતરિક સુશોભન (ઇન્ટિરિયર ડેકોરેશન), વસ્ત્ર ભાત (ટેક્સટાઇલ ડિઝાઇન) અને શિલ્પકલામાં સ્નાતક (બી.એ.) પદવીઓ તેમજ ચિત્રાંકન, સર્જનાત્મક ચિત્ર, ભીંતચિત્રો, શિલ્પકળા અને છાપકામ વિષયમાં અનુસ્નાતક પદવી (એમ.એ.) આપે છે.

સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સ
પ્રકારજાહેર કલાશાળા
સ્થાપનામાર્ચ ૧૮૫૭
જોડાણમુંબઈ વિશ્વવિદ્યાલય
ડીનવિશ્વનાથ ડી. સાબલે
સરનામું૭૮, ડૉ. ડી. એન. માર્ગ, મુંબઈ ફોર્ટ, મુંબઈ - ૪૦૦ ૦૦૧
18°56′42″N 72°50′01″E / 18.94505°N 72.83352°E / 18.94505; 72.83352Coordinates: 18°56′42″N 72°50′01″E / 18.94505°N 72.83352°E / 18.94505; 72.83352
વેબસાઇટwww.sirjjschoolofart.in

પ્રારંભિક ઇતિહાસ

ફેરફાર કરો
 
સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં સર જમશેદજી જીજીભોય અને તેમના ચીની સચિવ (૧૭૮૩-૧૮૫૯)નું એક ચિત્ર

માર્ચ ૧૮૫૭માં સ્થપાયેલી આ કલાશાળાનું નામ સર જમશેદજી જીજીભોયના નામ પરથી રાખવામાં આવ્યું હતું. જમશેદજી એક ઉદ્યોગપતિ અને સખાવતી હતા. તેમણે સંસ્થાના નિર્માણ માટે રૂ. ૧,૦૦,૦૦૦નું દાન આપ્યું હતું. નિર્માણ કામગીરીનું સંચાલન બોમ્બેના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા કરવામાં આવતું હતું. શાળાનો પ્રથમ વર્ગ ચિત્રકામનો હતો જે ૨ માર્ચ ૧૮૫૭ના રોજ શરૂ થયો હતો અને તેના વર્ગો એલ્ફિન્સ્ટન સંસ્થામાં યોજવામાં આવ્યા હતા. જ્હોન ગ્રિફિથ્સ ૧૮૬૫માં શાળાના આચાર્ય બન્યા હતા. બાદમાં તેઓ અજંતા ગુફામંદિર સંકુલમાં ભીંતચિત્રોની નકલ કરવા માટે પ્રખ્યાત થયા હતા. આ પ્રકલ્પ ૧૮૭૨થી ૧૮૯૧ સુધી ચાલ્યો હતો, અને જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પણ મદદ કરી હતી.[]

૧૮૬૬માં ભારત સરકારે આ શાળાનું સંચાલન પોતાના હસ્તક લીધું હતું. લોકવૂડ કિપલિંગ, જેઓ ૧૮૬૫માં સ્કૂલના પ્રોફેસર બન્યા હતા, તેમણે ડેકોરેટિવ પેઇન્ટિંગ્સ, મોડેલિંગ અને સુશોભન માટે ઘડાયેલ લોખંડની કલાકૃતિઓ માટેના ત્રણ વિભાગોની સ્થાપના કરી હતી અને તેના પ્રથમ ડીન બન્યા હતા. લોકવૂડ કિપલિંગ લેખક રુડ્યાર્ડ કિપલિંગના પિતા હતા.[] ૧૮૭૮માં, શાળા તેની પોતાની ઇમારતમાં સ્થળાંતર કરવામાં આવી હતી, જ્યાં તે વર્તમાનમાં આવેલી છે. આ ઇમારતની રચના સ્થપતિ જ્યોર્જ ટ્વિજ મોલેસી દ્વારા નિઓ ગોથિક સ્થાપત્ય શૈલીમાં[] કરવામાં આવી હતી.[]

કિપલિંગ ભવન સહિતનું શાળા પરિસર, જે ડીન્સ બંગલો તરીકે ઓળખાય છે, તેને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગ્રેડ II વિરાસત સંરચના તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૦૨-૨૦૦૬માં તથા ૨૦૦૮માં ઇમારતનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.[]

એક વિષય તરીકે ડ્રોઇંગ નિર્દેશ ની શરૂઆત ૧૮૭૯માં કરવામાં આવી હતી અને ૧૮૯૩માં ચિત્ર શિક્ષકોને તાલીમ આપવા માટેનો એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ૧૮૯૧માં, લોર્ડ રે આર્ટ વર્કશોપ્સ (જે હવે 'કલા શિલ્પ વિભાગ' તરીકે ઓળખાય છે) ની સ્થાપના કરવામાં આવી હતી.

સ્થાપત્ય એ આ કલાશાળાની એક મહત્વપૂર્ણ પરંપરા હતી. ૧૯૦૦માં, શાળાએ સ્થાપત્ય વિષયનો પ્રથમ અભ્યાસક્રમ શરૂ કર્યો હતો, જેનું શિક્ષણ જ્હોન બેગ દ્વારા આપવામાં આવતું હતું, જેઓ બાદમાં ભારત સરકારના વાસ્તુકલા પરમર્શક બન્યા હતા. ૧૯૦૮માં બેગના સહાયક જ્યોર્જ વિટ્ટેટના વડપણ હેઠળ ૪ વર્ષના પૂર્ણકાલીન અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ૧૯૧૭માં વાસ્તુકાર ક્લાઉડ બેટલી વિઝિટિંગ પ્રોફેસર બન્યા હતા. તેઓ ૧૯૨૩ થી ૧૯૪૩ સુધી શાળાના આચાર્ય હતા, બેટલીના સ્મરણાર્થે ૧૯૯૬થી વાસ્તુશિલ્પ પ્રદર્શનોની ઉજવણી કરવામાં આવે છે.

૧૮૯૬માં, સ્થાપત્યના નકશાની ચિત્રકારી (ડ્રાફ્ટમેન)ના વર્ગો ઉમેરવામાં આવ્યા હતા. આ વિભાગ પછીથી ૩ વર્ષના ડિપ્લોમા કોર્સમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો, જેને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ દ્વારા માન્યતા આપવામાં આવી હતી.

૧૯૧૦માં, સર જ્યોર્જ ક્લાર્ક અધ્યયન અને પ્રયોગશાળાનું નિર્માણ હસ્તકલાના અદ્યતન અભ્યાસ માટે કરવામાં આવ્યું હતું, માટીકામ એ અભ્યાસ માટે લેવામાં આવેલી પ્રથમ હસ્તકલા હતી. ૧૯૨૯માં, શાળાના વડાનું પદ આચાર્યથી બદલીને "નિયામક" કરવામાં આવ્યું, અને ૧૯૩૫માં, વાણિજ્યિક કલા વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો હતો.

૧૯૩૭ માં એમ.આર. આચરેકરને નાયબ નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને ૧૯૩૯ સુધી તેમનો કાર્યકાળ ચાલુ રાખ્યો. શ્રી. વી. એસ. અદુરકર આ શાળાના પ્રથમ ભારતીય વડા હતા, જેમણે ૧૯૪૩માં ક્લાઉડ બેટલીના નિયામક તરીકે પદ સંભાળ્યું હતું.

સ્વતંત્રતા પછી

ફેરફાર કરો

૧૯૫૮માં, શાળાનું વિભાજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચર એન્ડ એપ્લાઇડ આર્ટ અનુક્રમે સર જે.જે. કોલેજ ઓફ આર્કિટેક્ચર અને સર જે.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ આર્ટ બન્યા હતા.

૧૯૮૧માં આ કલાશાળા મુંબઈ વિશ્વવિદ્યાલય સાથે સંલગ્ન બની હતી.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સૂચિ

ફેરફાર કરો
  • અકબર પદમશી (૧૯૨૮-૨૦૨૦), ચિત્રકાર
  • અમોલ પાલેકર (જન્મ ૧૯૪૪), અભિનેતા
  • આબિદ સુરતી (જન્મ ૧૯૩૫)
  • અરુણ કોલાતકર (૧૯૩૨-૨૦૦૪)
  • અતુલ ડોડિયા (જન્મ ૧૯૫૯)
  • બી. વી. દોશી (૧૯૨૭-૨૦૨૩), સ્થપતિ
  • ભાનુ અથૈયા (જન્મ ૧૯૨૯), કોસ્ચ્યુમ ડિઝાઇનર
  • દાદાસાહેબ ફાળકે (૧૮૭૦-૧૯૪૪), ફિલ્મ દિગ્દર્શક
  • ગણપતરાવ કે મહાત્રે (૧૮૭૯-૧૯૪૭), શિલ્પકાર[]
  • ગોવિંદ સોલેગાંવકર (૧૯૧૨-૧૯૮૬), ચિત્રકાર
  • હોમાય વ્યારાવાલા (૧૯૧૩–૨૦૧૨), ફોટો જર્નાલિસ્ટ,[]
  • જેમ્સ ફેરેરા (જન્મ ૧૯૫૬), ફેશન ડિઝાઇનર[]
  • જતીન દાસ (જન્મ ૧૯૪૧), ચિત્રકાર
  • જિતિશ કલ્લાટ (જન્મ ૧૯૭૪)
  • જસ્ટિન સમારાસેકેરા (૧૯૧૬-૨૦૦૩), આર્કિટેક્ટ
  • કે.કે. હેબ્બર (૧૯૧૧–૧૯૯૬)
  • કાલિદાસ શ્રેષ્ઠ (૧૯૨૩-૨૦૧૬)
  • લક્ષ્મણ પૈ (૧૯૨૬-૨૦૨૧), ચિત્રકાર[]
  • એમ એફ હુસૈન (૧૯૧૫-૨૦૧૧), ચિત્રકાર[૧૦]
  • એમ.વી. ધુરંધર, (૧૮૬૭ - ૧૯૪૪) ચિત્રકાર, શાળાના વાઇસ-પ્રિન્સિપાલ
  • નાઢિયા (જન્મ ૧૯૬૬), અભિનેતા [૧૧]
  • નાના પાટેકર (જન્મ ૧૯૫૧), અભિનેતા અને ફિલ્મ નિર્માતા[૧૨]
  • નીતિન ચંદ્રકાંત દેસાઈ, આર્ટ ડાયરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઈનર
  • પ્રહલાદ અનંત ધોંડ (૧૯૦૮-૨૦૦૧), ૧૯૫૮થી સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટના ડીન
  • પ્રમિલા દંડવતે (૧૯૨૮-૨૦૦૧), સમાજવાદી નેતા અને સંસદસભ્ય, લોકસભા[૧૩]
  • પ્રો. સંભાજી કદમ (૧૯૩૨-૧૯૯૮)
  • આર.ડી. રાવલ (૧૯૨૮–૧૯૮૦)
  • આર.વર્મન (૧૯૪૭–૨૦૧૯)
  • રાજ ઠાકરે (જન્મ ૧૯૬૮), મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ
  • રામ વી. સુતાર (જન્મ ૧૯૨૫), શિલ્પકાર
  • રત્નાદીપ આદિવરેકર (જન્મ ૧૯૭૪), કલાકાર
  • રીના સૈની કલ્લટ (જન્મ ૧૯૭૩), ચિત્રકાર
  • રિયાસ કોમુ (જન્મ ૧૯૭૧), કલાકાર
  • સૈયદ હૈદર રઝા (૧૯૨૨-૨૦૧૬), ચિત્રકાર
  • સદાનંદ બાકરે (૧૯૨૦–૧૯૮૭), ચિત્રકાર
  • સરયુ દોશી (જન્મ ૧૯૩૨), કલા ઇતિહાસકાર અને પદ્મશ્રીથી સન્માનિત[૧૪]
  • શશી વિક્રમ શાહ (જન્મ ૧૯૪૦), નેપાળી કલાકાર
  • શિવકર બાપુજી તલપડે (૧૮૬૪–૧૯૧૬)
  • તૈયબ મહેતા (૧૯૨૫-૨૦૦૯), ચિત્રકાર
  • ઉદય શંકર (૧૯૦૦-૧૯૭૭), નર્તક[૧૫]
  • વી.એસ. ગાયતોંડે (૧૯૨૪-૨૦૦૧), ચિત્રકાર[]
  • વામન ઠાકરે (જન્મ ૧૯૩૨), ફોટોગ્રાફર અને પદ્મશ્રીથી સન્માનિત[૧૬]
  1. Mumbai’s oldest and most prestigious art institution, the Sir JJ School of Art. Times of India, 6 October 2002.
  2. Art heritage, saved by sunshine law[મૃત કડી]Indian Express, 2 March 2007. "...when the Public Works Department took up repainting of the building, the paintings had been shifted to the terrace and may have been washed out after the 26/7 deluge two years ago.(2005)"
  3. Kipling house to become museum Times of India, Oct 5, 2007.
  4. ૪.૦ ૪.૧ Celebrating 150 years Times of India, 3 March 2007.
  5. ૫.૦ ૫.૧ After years, Sir JJ School of Art begins to BREATHE Times of India, Nov 7, 2008. "Kipling House (Dean's Bungalow)The original cottage was brought down in the early 1900s and a new house built on the same spot."
  6. Deepti Mulgund; Melania Savino; Eva-Maria Troelenberg (6 February 2017). "Imaginaries of the Art Museum: Banaras and Aundh in Colonial India: Connecting Gaze and Discourse in the History of Museology". Images of the Art Museum: Connecting Gaze and Discourse in the History of Museology. De Gruyter. પૃષ્ઠ 230–235. ISBN 978-3-11-034136-2. મૂળ સંગ્રહિત માંથી 22 September 2024 પર સંગ્રહિત. મેળવેલ 20 July 2018.
  7. "Homai gets Padma Vibhushan". The Times of India. 25 January 2011. મૂળ માંથી 11 August 2011 પર સંગ્રહિત.
  8. Meher, Castelino (1994). Fashion Kaleidoscope. India: Rupa & Co. પૃષ્ઠ 113. ISBN 978-8171671557.
  9. "Biography Laxman Pai". Ask Art. 2015. મેળવેલ 20 July 2015.
  10. Kumar, Anu (9 January 1999). "JJ Institute: 150 years of lettering the poor". Indian Express. મૂળ માંથી 26 May 2009 પર સંગ્રહિત.
  11. Kannan, Ganesh (18 March 2019). "Nadhiya". OneNov. મેળવેલ 13 April 2022.
  12. "Archived copy". www.kokanworld.com. મૂળ માંથી 13 July 2011 પર સંગ્રહિત. મેળવેલ 13 January 2022.CS1 maint: archived copy as title (link)
  13. Surana, Pannalal (2010). Buland Avaaj Baicha (बुलंद आवाज बाईचा). Sadhana Prakashan, Pune.
  14. "Saryu Doshi - high priestess of the art world". DNA Syndicate. 1 October 2005. મૂળ સંગ્રહિત માંથી 22 September 2024 પર સંગ્રહિત. મેળવેલ 28 October 2015.
  15. Islam, Sirajul (2012). "Uday Shankar". માં Islam, Sirajul; Jamal, Ahmed A. (સંપાદકો). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second આવૃત્તિ). Asiatic Society of Bangladesh. મૂળ સંગ્રહિત માંથી 4 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 9 May 2016.
  16. "A photographer with a difference". Times of India. 23 April 2007. મેળવેલ 17 January 2016.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો