સાગરમલ ગોપા
સાગરમલ ગોપા (૨ નવેમ્બર/૩ નવેમ્બર, ૧૯૦૦ – ૪ એપ્રિલ, ૧૯૪૬) એ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને દેશભક્ત હતા. તેમણે ૧૯૨૧માં અસહકારની ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. તેમણે જેસલમેરના તત્કાલીન શાસકોની જનવિરોધી નીતિઓનો વિરોધ કર્યો હતો જેના પરિણામે જેસલમેર અને હૈદરાબાદમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. દેશનિકાલ દરમિયાન તેમણે સ્વતંત્રતા ચળવળ માટે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. ૧૯૪૧માં તેમના પિતાના મૃત્યુ બાદ તેઓ જેસલમેર પરત ફર્યા બાદ હતા અને ૨૫ મે ૧૯૪૧ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. સાગરમલ ગોપાએ વર્ષો સુધી જેલમાં ત્રાસ વેઠ્યો હતો. ૪ એપ્રિલ ૧૯૪૬ના રોજ જેલમાં તેમને સળગાવીને મારી નાખવામાં આવ્યા હતા.[૧]
ગોપા દ્વારા આઝાદી કે દિવાને, જેસલમેર કા ગુંડારાજ અને રઘુનાથ સિંહ કા મુકાદમા નામના ત્રણ પુસ્તકો લખવામાં આવ્યા હતા.[૧]
ભારત સરકારે સાગરમલ ગોપાના સન્માનમાં ૧૯૮૬માં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ઈન્દિરા ગાંધી નહેરની એક શાખાનું નામ સાગરમલ ગોપાના નામ પરથી રાખવામાં આવ્યું છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ K. S. Saxena (1971). The Political Movements and Awakening in Rajasthan: 1857 to 1947. S. Chand.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |