સાગર જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યનો જિલ્લો છે. સાગર જિલ્લાનું મુખ્ય મથક સાગર શહેરમાં આવેલું છે.

ભારત દેશના મધ્ય ભાગમાં ૨૩.૧૦ ઉત્તરી અક્ષાંસ થી ૨૪.૨૭ ઉત્તરી અક્ષાંસ તથા ૭૮.૫ પૂર્વ દશાંશ સે ૭૯.૨૧ પૂર્વ દશાંશની મધ્યમાં ફેલાયેલો સાગર જિલ્લો મધ્ય પ્રદેશ રાજ્યના ઉત્તર મધ્ય ભાગમાં આવેલો છે. આ ક્ષેત્ર સમાન્ય રીતે બુંદેલખંડના રૂપમાં ઓળખાય છે. સાગર જિલ્લાની ઉત્તર દિશામાં છતરપુર અને લલિતપુર, પશ્ચિમ દિશામાં વિદિશા અને ગુના, દક્ષિણ દિશામાં નરસિંહપુર, પશ્ચિમ-દક્ષિણ દિશામાં રાયસેન તથા પૂર્વ દિશામાં દમોહ જિલ્લાઓની સીમાઓ લાગુ પડે છે. સાગર જિલ્લાના દક્ષિણ ભાગમાં થઇને કર્ક રેખા પસાર થાય છે. ભૌગોલિક દૃષ્ટિએ સાગર જિલ્લો દેશના મધ્ય ભાગમાં આવેલો છે.