સામાજિક ધોરણો

અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચનાતંત્રમાં કોઈક સામાજિક સ્થાન સાથે સંકળાયેલી સમૂહની સહિયા
(સામાજિક ધોરણ થી અહીં વાળેલું)

સામાજિક ધોરણો એટલે અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચનાતંત્રમાં કોઈક સામાજિક સ્થાન સાથે સંકળાયેલી સમૂહની સહિયારી અપેક્ષાઓ.[] બીજા શબ્દોમાં કહીએ તો, કોઈ પણ સમાજમાં ચાલતી પારસ્પરિક આંતરક્રિયાઓની સહિયારી પેદાશ રૂપે સમાજના સભ્યો દ્વારા પ્રસ્થાપિત લિખિત અથવા અલિખિત નિયમોનું પ્રારૂપ.[]

રમત પૂર્ણ થયા બાદ બન્ને ટીમના સભ્યો એકબીજા સાથે હસ્તધૂનન કરે — એ સામાજિક ધોરણનું ઉદાહરણ છે.

સામાજિક ધોરણો એ સમાજજીવનમાં જુદી જુદી પરિસ્થિતિઓમાં જુદા જુદા સામાજિક દરજ્જાઓ ધરાવનાર વ્યક્તિઓના વર્તનની ઉચિતતા-અનુચિતતા દર્શાવતી સહિયારી અપેક્ષાઓ અથવા નિયમો છે. આ ધોરણો એક સહ્ય વર્તનની સીમા (range of tolerable behavior) બાંધે છે. સામાન્ય રીતે તેની મર્યાદામાં રહીને જ સમાજના સભ્યે પોતાના લક્ષ્યની પ્રાપ્તી માટે પ્રયત્ન કરવાનો હોય છે.[]

સામાજિક વિજ્ઞાનોમાં 'સામાજિક ધોરણ' (social norm) એવો શબ્દપ્રયોગ સૌપ્રથમ ૧૯૩૬માં મુઝફર શેરિફે પોતાના સાઇકૉલૉજૉ ઑવ્ સોશિયલ નૉર્મ્સ પુસ્તકમાં કર્યો હતો.[]

દરેક સામાજિક ધોરણ જે તે સમાજના સાંસ્કૃતિક મૂલ્ય પર રચાયેલું હોય છે. સાંસ્કૃતિક મૂલ્યો સમાજજીવનમાં અગ્રિમતા, પસંદગી અને ઈચ્છનીયતા સૂચવે છે. એટલે કે સાંસ્કૃતિક મૂલ્યો સામાજિક વર્તન અંગેના વિશાલ આદર્શો સૂચવે છે, જ્યારે સામાજિક ધોરણો તેવાં મૂલ્યોને આધારે કરવાના સામાજિક વર્તનના ચોક્કસ સ્વરૂપો દર્શાવે છે.[]

પ્રકારો

ફેરફાર કરો

ધોરણો એ ઉચિત અને અનુચિત વર્તનનું સ્પષ્ટીકરણ કરતા નિયમો છે, જેના ઉલ્લંઘન માટે સજા કરવામાં આવે છે. ઈરાદાપૂર્વક અને સભાન રીતે સંસ્થીકૃત થયેલા લિખિત સ્વરૂપનાં ધોરણોને ઔપચારિક ધોરણો કહેવામાં આવે છે. સાહજિક રીતે પરસ્પર નિકટવર્તી સામાજિક વ્યવહારમાંથી રચાતાં, લાગણીઓ અને નિકટવર્તી સામાજિક સંબંધો સાથે સંકળાયેલા વર્તનને સ્પર્શતા અને મુખ્યત્વે અલિખિત સ્વરૂપનાં સામાજિક ધોરણોને અનૌપચારિક ધોરણો કહેવામાં આવે છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૮૪–૧૮૫. ISBN 978-93-85344-46-6.
  2. ૨.૦ ૨.૧ પટેલ, હસમુખ (જાન્યુઆરી ૨૦૦૮). "સામાજિક ધોરણો". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૩ (સા – સૈ) (પ્રથમ આવૃત્તિ). ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૯૮–૯૯. OCLC 552369153. Unknown parameter |publication-location= ignored (મદદ)
  3. ૩.૦ ૩.૧ શાહ, વિપીનભાઈ (૧૯૭૫). સમાજશાસ્ત્ર પ્રવેશ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: રચના પ્રકાશનpages=૧૨૧–૧૨૨.

પૂરક વાચન

ફેરફાર કરો
  • રાવળ, ચંદ્રિકા કે. (૧૯૯૨). સામાજિક ધોરણો અને ગતિશીલતા. માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ગૂર્જર સંદર્ભસાહિત્ય શ્રેણી (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગૂર્જર પ્રકાશન.
  • Sherif, Muzafer (1936). The Psychology of Social Norms. Harper & Brothers.