સામાજિક માળખું
સામાજિક વ્યવસ્થાના જુદા જુદા સામાજિક એકમો કે ભાગોની વ્યવસ્થિત ગોઠવણી
સામાજિક માળખું અથવા સામાજિક રચના એ સામાજિક વ્યવસ્થાના જુદા જુદા સામાજિક એકમો કે ભાગોની વ્યવસ્થિત ગોઠવણી છે. આ રચના જુદા જુદા સામાજિક એકમોની વ્યવસ્થિત ક્રમબદ્ધતા સૂચવે છે. આ ગોઠવણી મોટેભાગે સ્થિર અને કાર્યલક્ષી હોય છે. આવી રચના સામાજિક સંસ્થાઓ, મંડળો, વિવિધ પ્રકારના સંબંધો, દરજ્જો-ભૂમિકા, મૂલ્યો વગેરે સામાજિક એકમોની સ્થાયી અને કાર્યસાધક ગોઠવણીથી બને છે. આ એકમો પરસ્પરાવલંબી હોય છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ત્રિવેદી, નલિની કિશોર (જાન્યુઆરી ૨૦૦૮). "સામાજિક માળખું (સામાજિક રચના) (social structure)". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૩ (સા – સૈ) (પ્રથમ આવૃત્તિ). ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૦૧–૧૦૨. OCLC 552369153. Unknown parameter
|publication-location=
ignored (મદદ)