સાયપ્રસ (ગ્રીક: Κύπρος, IPA: [cipɾo̞s], તુર્કી: Kıbrıs), આધિકારિક રીતે સાઇપ્રસ ગણતંત્ર (ગ્રીક: Κυπριακή Δημοκρατία, Kypriakī Dīmokratía, [cipɾiaci ðimo̞kɾatia], તુર્કી: Kıbrıs Cumhuriyeti) પૂર્વી ભૂમધ્ય સાગર પર ગ્રીસની પૂર્વમાં, લેબનાન, સીરિયા ઇસરાઇલની પશ્ચિમમાં, મિસ્ર ની ઉત્તરમાં તુર્કી ની દક્ષિણ માં સ્થિત એક યૂરેશિયન દ્વીપ દેશ છે. આની રાજધાની નિકોસિયા છે. આની મુખ્ય- રાજભાષાઓ ગ્રીક અને તુર્કી છે.

Κυπριακή Δημοκρατία (ગ્રીક)
Kypriakí Dimokratía 
Kıbrıs Cumhuriyeti (તુર્કીસ)

સાયપ્રસ ગણરાજ્ય
Flag of સાઇપ્રસ
ધ્વજ
Coat of arms of સાઇપ્રસ
Coat of arms
રાષ્ટ્રગીત: Ύμνος εις την Ελευθερίαν
અનુવાદ:Ymnos is tin Eleutherian
સ્વતંત્રતા ના ગીત1
Location of સાઇપ્રસ
રાજધાની
અને સૌથી મોટું શહેર
નિકોસિયા
અધિકૃત ભાષાઓગ્રીક અને તુર્કીસ
લોકોની ઓળખસાઇપ્રિયોટ
સરકારગણરાજ્ય
તાસોસ પાપાદોપોઉલોસ 2
સ્વતંત્રતા સંયુક્ત રાજશાહી થી
• તારીખ
૧૬ ઓગસ્ટ ૧૯૬૦
• સ્વતંત્રતા દિવસ
1 ઓક્ટોબર
• પાણી (%)
નગણ્ય
વસ્તી
• ૨૦૦૩ અંદાજીત
૮૧૮,૨૦૦ 5 (૧૫૭મો)
• ૨૦૦૧ વસ્તી ગણતરી
૬૮૯,૫૬૫ 6
જીડીપી (PPP)૨૦૦૮ અંદાજીત
• કુલ
$૨૨.૭૦૩બિલિયન (૧૦૭મો)
• વ્યક્તિ દીઠ
$૨૯,૮૩૦ (૨૯મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૮)૦.૯૨૧
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૩૦મો
ચલણયૂરો (EUR)
સમય વિસ્તારEET (UTC+2)
• ઉનાળુ (DST)
EEST (UTC+3)
ટેલિફોન કોડ357 7
ઇન્ટરનેટ સંજ્ઞા.cy
1. સ્વતંત્રતા ના ગીત ગ્રીસ માં પણ રાષ્ટ્રગાન તરીકે વપરાય છે

સાઇપ્રસ ભૂમધ્યનો ત્રીજો સૌથી મોટો દ્વીપ છે, લોકપ્રિય પર્યટન સ્થળ છે, જ્યાં પ્રતિ વર્ષ ૨.૪ મિલિયનથી અધિક પર્યટક આવે છે. આ બ્રિટિશ ઉપનિવેશ થી સ્વતંત્ર થયેલ ગણરાજ્ય છેઅ, જે રાષ્ટ્રમંડલ નો સદસ્ય બન્યો મે પછી તે યુરોપીય સંઘ નો સદસ્ય છે. સાઇપ્રસ ક્ષેત્ર ની ઉન્નત અર્થવ્યવસ્થાઓમાં ની એક છે.

આ દ્વીપ પર રહેવા વાળા ગ્રીક તુર્કી લોકો વચ્ચે વર્ષો થી ચાલી રહેલા દંગા ગ્રીક સાઇપ્રિયોટ રાષ્ટ્રવાદિઓ દ્વારા એંથેંસ માં સત્તા પર કાબિજ સૈન્ય સરકાર ની મદદ વડે દ્વીપના કબ્જા માટે કરાયેલ પ્રયાસ પછી, તુર્કી એ હમલા કરી દ્વીપના એક તૃતિયાંશ ભાગ પર કબ્જો કરી લીધો. આને લીધે હજારો સાઇપ્રિયોટ વિસ્થાપિત થયા. ઉત્તરમાં અલગ ગ્રીક સાઇપ્રિયોટ રાજનીતિક સત્તા કાયમ કરી. આ ઘટના પછી ઉત્પન્ન પરિસ્થિતિઓ રાજનૈતિક સ્થિતિ ને લીધે આજે પણ વિવાદ કાયમ છે.

સાઇપ્રસ ગણતંત્ર અંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત રાજ્ય છે, જેની પૂરા દ્વીપની આસપાસના જળ પર વિધિ સમ્મત સંપ્રભુતા છે, કેવળ નાના ભાગને છોડી, જે સંધિ દ્વારા યૂનાઇટેડ કિંગડમ માટે સંપ્રભુ સૈન્ય ઠિકાણાના રૂપમાં આરક્ષિત રહેલ છે. આ દ્વીપ વસ્તુત: ચાર મુખ્ય ભાગોમાં વિભાજિત છે:

  • સાઇપ્રસ ગણતંના ભાગવાળો ક્ષેત્ર, દ્વીપ ના દક્ષિણનું ૫૯% ક્ષેત્ર;
  • ઉત્તરમાં તુર્કીના કબ્જા વાળું ક્ષેત્ર, જેને તુર્કીસ રિપબ્લિક ઓફ નોર્થ સાઇપ્રસ (ટીઆરએનસી) કહે છે, કેવળ તુર્કી દ્વારા આને માન્યતા પ્રાપ્ત છે;
  • સંયુક્ત રાષ્ટ્ર નિયંત્રિત ગ્રીન એરિયા, બનેં ભાગોને અલગ કરવા દ્વીપ ના ૩ % ક્ષેત્ર પર નિયંત્રણ,
  • બે બ્રિટિશ સંપ્રભુતાના બેઝ એરિયા (અખરોતિરી ધેકેલિયા), દ્વીપ ના ક્ષેત્ર ના વિષયમાં ૩ % કવર.