સાવિત્રી અને સત્યવાન
સાવિત્રી અને સત્યવાનની વાર્તા મહાભારત ના વનપર્વમાં આવે છે. જયારે યુધિષ્ઠિર માર્કંડેય ઋષિ ને પૂછે છે કે, આ જગતમાં સાવિત્રી કરતા વધુ ભક્તિ કોઈ સ્ત્રીએ પ્રદર્શિત કરી છે. આ પ્રશ્નના ઉત્તરમાં માર્કંડેય ઋષિ સાવિત્રી અને સત્યવાનની વાર્તા યુધિષ્ટિરને કહે છે.
આ વાર્તા મહાભારતની અનેક કથાઓથી જડિત છે. જયારે યુધિષ્ટિર ઋષિ માર્કેન્ડેય ને પૂછે છે કે કે અહીંયા એવી કોઈ સ્ત્રી રહી છે કે જેની નિષ્ઠા દ્રૌપદી સાથે જોડાયેલી હોય, જેના ઉત્તર માર્કેન્ડેય ઋષિ ઉપયુકત વાર્તા કહે છે.[૧]
વાર્તા
ફેરફાર કરોસાવિત્રી પ્રસિદ્ધ તત્વજ્ઞાની રાજા શ્રી અશ્વવતીની એકમાત્ર પુત્રી હતી. પોતાના પતિની શોધમાં નીકળેલ સાવિત્રીએ દેશનિકાલ કરેલ અને વનવાસી રાજા ધુમત્સેનના પુત્ર સત્યવાન ને પોતાના પતિના રૂપમાં સ્વીકાર કરી લીધો. નારદમુનિએ કહું કે સત્યવાનની આયુ માત્ર એક વર્ષ જ શેષ છે , તેને કહ્યું જે થવાનું હતું તે થઇ ગયું. સત્યવાનની માતા અને પિતાએ સમજાવી પરંતુ સાવિત્રી પોતાના ધર્મથી ડગી નહિ.
સાવિત્રીના સત્યવાન સાથે લગ્ન થઇ ગયા. સત્યવાન મોટો દાની, માતા પિતાનો ભક્ત અને સ્વભાવે સુશીલ હતો. સાવિત્રી પોતાનો રાજમહેલ છોડી જંગલમાં ઝૂંપડીમાં રહેવા લાગી. પોતાના મહેલી વસ્ત્રો અને આભૂષણોનો ત્યાગ કરી પતિ તેમજ માતા-પિતા જેવા વલ્કલ શરીરે ધારણ કર્યા અને પોતાનો બધો સમય માતા અને પિતાની સેવામાં વિતાવવા લાગી. પતિની મૃત્યુનો સમય નજીક આવી ગયો.
સત્યવાન જંગલમાં અગ્નિહોત્ર માટે જંગલમાં લાકડા કાપવા જાય છે. આજે સત્યવાનનો મૃત્યુનો દિવસ છે. સાવિત્રી ચિંતિત છે. તે પતિની સાથે જવા વિનંતી કરે છે પછી પતિની આજ્ઞા લઇ તે તેમની પાછળ જંગલમાં જાય છે. સત્યવાન વૃક્ષ પર લાકડાં કાપવા ચડે છે પરંતુ ભ્રમર આવતા તેઓ કુલ્હાડી નીચે ફેંકી વૃક્ષ પરથી ઉતરે છે. સાવિત્રી પતિનું મસ્તક આંચલમાં લઇ સાડીના પાલવ વડે હવા નાખવા માડે છે.
થોડા સમય પછી, હવે સાવિત્રીએ ભેંસ પર ચડેલા, હાથમાં ફાસીની દોરી વાળા, કાળા અંગોવાળા, સૂર્ય સમાન તેજ ધરાવતા અત્યંત ભયંકર દેવ-પુરુષને તેને જોયા. તેઓએ અંગુઠા સમાન સત્યવાનના શરીર ને બળપૂર્વક ખેંચી લીધું. આ જોઈ સાવિત્રી એ કહ્યું, હૈ દેવ શ્રી, આપ મારા હૃદયધન સમાન મારા પતિ સત્યવાનને ક્યાં લઇ જાઓ છો. હે તપસ્વીનિ, તું પતિવ્રતા છે એટલે કહું છું. તારા પતિ સત્યવાનની આયુ ક્ષીણ થઇ ગઈ છે તેથી હું તેને લઇ જાઉં છું. તારા સતિત્વના આગળ મારા દૂત ન આવી શક્યા તેથી મારે સ્વયં એવું પડ્યું. આટલું કહી, તેઓ દક્ષિણ તરફ ચાલવા માંડ્યા.
સાવિત્રી પણ યમના પાછળ ચાલવા માંડી. યમે સાવિત્રી ને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પણ સાવિત્રી એ કહ્યુ જ્યા પતિ ત્યાં પત્ની એ જ તો સનાતન ધર્મ છે. યમરાજના વારંવાર રોકવા છતાં સાવિત્રી પાછળ પાછળ આવતી રહ્યી. સાવિત્રીના પતિ પ્રેમ થી પ્રસન્ન થઈ વરદાન રૂપે સત્યવાનના અંધ માતા-પિતાને આંખો આપી, ગુમાવેલું રાજ્ય આપ્યું, અને તેના પિતાને સો પુત્રો આપ્યા અને સાવિત્રીને પાછું વળવાનું કહ્યું. પરંતુ, સાવિત્રીના પ્રાણ તો યમરાજ પોતાની પાસે લઇ જઇ રહ્યા હતા. તો સાવિત્રી કેવી રીતે પાછી જઈ શકે? પછી યમે કહ્યું, તારા પતિ સત્યવાનને છોડી જે પણ માંગવું હોય તે માંગ. સાવિત્રી એ કહ્યું જો તમે સાચે જ મારી ભક્તિ થી પ્રસન્ન હોય તો સત્યવાનથી મને સો પુત્રો આપો. યમે વિચાર્યા વગર તથાસ્તુ કહી દીધું અને ચાલવા માંડ્યા. સાવિત્રી એ રોકી ને કહ્યું હૈ દેવપુરુષ, મારા પતિને તો તમે તમારી પાસે લઇ જાઓ છો તો આપે આપેલ વરદાન કેવી રીતે પૂર્ણ થશે. હું પતિ વિના સ્વર્ગ, લક્ષ્મી, સુખની કામના ન કરી શકું. પતિ વિના હું જીવન વ્યથિત કરવા નથી માંગતી. તમે મને પણ તમારી સાથે લઇ જાઓ.
સાવિત્રીની પતિવ્રતાથી પ્રસન્ન થઇ યમે તેના પતિના પ્રાણ પાષમુક્ત કર્યા અને તેને ચારસો (૪૦૦) વર્ષની આયુ પ્રદાન કરી.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "XVIII: Vana Parva: Wife's Devotion and Satyavana". Vyasa's Mahabharatam. Academic Publishers. ૨૦૦૮. પૃષ્ઠ ૩૨૯–૩૩૬. ISBN 978-81-89781-68-2.
પૂરક વાચન
ફેરફાર કરો- The Mahabharata vol. 2, tr. J.A.B. van Buitenen (Chicago: University of Chicago Press, 1975)
- The Savitri Brata Katha in Oriya