સિપાહી બુલબુલ
સિપાહી બુલબુલ એક પક્ષી છે. આ પક્ષી સામાન્ય રીતે ૨૦ સે. મી. (૮ ઈંચ) લંબાઈનું હોય છે. તેના પીઠના ભાગે તપખીરીયા બદામી રંગનું, પેટના ભાગે સફેદ રંગનું, ડોક કાળા રંગની, માથા પર મોટી કાળા રંગની કલગી, આંખો ઉપરના ભાગે લાલ રંગના ટપકાં, ગાલના ભાગે સફેદ રંગના પટ્ટા જોવા મળે છે. આ પક્ષી હડિયા બુલબુલ (Red vented bulbul)ના જેવો જ દેખાવ ધરાવે છે, પરંતુ આંખની ઉપરના ભાગનાં લાલ ટપકાં તેમ જ માથા પરની ઊંચી કલગીથી આ પક્ષી અલગ પડે છે.
સિપાહી બુલબુલ (Red-whiskered Bulbul) | |
---|---|
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Passeriformes |
Family: | Pycnonotidae |
Genus: | 'Pycnonotus' |
Species: | ''P. jocosus'' |
દ્વિનામી નામ | |
Pycnonotus jocosus (Linnaeus, 1758)
| |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
Otocompsa emeria |
વિસ્તાર
ફેરફાર કરોરાજસ્થાન રાજ્યના અમુક ભાગોને બાદ કરતાં આખા ભારત દેશમાં તેમ જ બાંગલાદેશ, મ્યાનમાર દેશોમાં આ પક્ષી જોવા મળે છે. જગતમાં ઓસ્ટ્રેલિયા દેશમાં, હવાઈ ટાપુઓમાં, મોરેશિયસ વગેરે સ્થળોએ પણ આ પક્ષીઓ જોવા મળે છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ BirdLife International (2012). "Pycnonotus jocosus". IUCN Red List of Threatened Species. Version 2012.1. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)