સિસ્કો
સિસ્કો સિસ્ટમ્સ, ઈન્ક. (Cisco Systems, Inc.) એ અમેરિકા સ્થિત બહુરાષ્ટ્રીય (મલ્ટીનેશનલ) કોર્પોરેશન છે. જે ઉપભોક્તા વિજાણુ (કન્ઝ્યુમર ઈલેટ્રોનિક્સ), નેટવર્કિગ અને સંચાર માટે તકનીક અને સેવાઓની યોજના ઘડી આપવાનું, વેચાણ અને સેવા પુરી પાડવાનું કાર્ય કરે છે. કંપનીનું મુખ્યામથક કેલિફોર્નિયાના સેન જોસમાં આવેલું છે, સિસ્કો 65,000થી વધુ કર્મચારીઓ ધરાવે છે અને વર્ષ 2010માં તેની વાર્ષિક આવક US$40.0 હતી. 8 જૂન 2009ના કંપનીના શેરને ડાઉજોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કંપની એસએન્ડપી (S&P) 500 ઈન્ડેક્સ, ધ રુસેલ 1000 ઈન્ડેક્સ, નાસ્ડેક (NASDAQ) 100 અને રુસેલ ગ્રોથ સ્ટોક ઈન્ડેક્સમાં પણ સામેલ છે.[૪] સિસ્કોએ દુનિયાનું સૌથી મોટા તકનીકી કોર્પોરેશનમાંનુ એક છે.
Public NASDAQ: CSCO ઢાંચો:Hkse Dow Jones Industrial Average Component S&P 500 Component | |
ઉદ્યોગ | Computer networking |
---|---|
સ્થાપના | San Francisco, California (1984) |
સ્થાપકો | Len Bosack Sandy Lerner Richard Troiano |
મુખ્ય કાર્યાલય | San Jose, California, U.S. [૧] |
સેવા અપવામાં અવતા વિસ્તારો | Worldwide |
મુખ્ય લોકો | John T. Chambers (Chairman & CEO) |
ઉત્પાદનો | Networking Device Network Management Cisco IOS and NX-OS Software Interface and Module Optical networking Storage area networks Wireless, Telepresence, VOIP, Security Datacenter List of Cisco Products |
આવક | US$૪૦.૦૪૦ billion (2010)[૨] |
સંચાલન આવક | US$9.164 billion (2010)[૨] |
ચોખ્ખી આવક | US$7.767 billion (2010)[૨] |
કુલ સંપતિ | US$81.130 billion (2010)[૨] |
કુલ ઇક્વિટી | US$44.285 billion (2010)[૨] |
કર્મચારીઓ | 70,714 (October 2010)[૩] |
ઉપકંપનીઓ | List of acquisitions |
વેબસાઇટ | Cisco.com |
કોર્પોરેટ ઇતિહાસ
ફેરફાર કરોલેન બોસાક અને સેન્ડી લેર્નર નામનું પરણિત દંપતિ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર ઓપરેશન્સના સ્ટાફના સભ્ય તરીકે કામ કરતું હતું, પાછળથી તેઓ 1984માં રીચાર્ડ ટ્રોઈઆનો દ્વારા સ્થાપિત સિસ્કો સિસ્ટમ્સ માં જોડાયા. લેર્નર સ્ક્લમબર્ગર ખાતેની સીધી કોમ્પ્યુટર સેવાઓમાં જોડાયા, 1987માં તેઓ પૂર્ણપણે સામેલ થયા. ‘સિસ્કો’ શબ્દ સાન ફ્રાન્સિસ્કો શહેરના નામ પરથી ઉતરી આવ્યો છે, આથી જ કંપનીના શરૂઆતના દિવસોમાં ઇજનેરો નાના મૂળાક્ષરમાં ‘સિસ્કો’ લખવાનો આગ્રહ રાખતા. સિસ્કોનું પહેલું ઉત્પાદન બોસાકને અનુકૂળ હોય તેવું મલ્ટિપલ-પ્રોટોકોલ રાઉટર સોફટવેર હતું. જે વાસ્તવમાં કેટલાક વર્ષ પૂર્વે સ્ટેનફોર્ડના અન્ય એક કર્મચારી વિલિયમ યેગરે વિકસાવ્યું હતું, જેઓ પાછળથી સન માઈક્રોસિસ્ટમ્સ સાથે જોડાયા. કંપનીના પહેલા સીઈઓ (CEO) બિલ ગ્રેવ્સ હતા, જેમણે 1987-1988 દરમિયાન પદભાર સંભાળ્યો.[૫] 1988માં જ્હોન મોરગ્રિડ સીઈઓ (CEO) તરીકે નિયુક્ત થયા તેમના પછી 1995માં જ્હોન ચેમ્બર્સ સીઈઓ (CEO) બન્યાં.
જાણીતા માર્કેટિંગ એક્સપર્ટના મતે સિસ્કો રાઉટરનો માર્કેટમાં હિસ્સો 21 સપ્ટેમ્બર 2010 સુધીમાં 20 ટકા ઘટી ગયો.[સંદર્ભ આપો]
આ સમયગાળામાં સિસ્કોએ રાઉટર વિકસાવનારી અને વેચાણ કરતી પહેલી કંપની ન હતી,[૬] પરંતુ મલ્ટિપલ નેટવર્ક પ્રોટોકોલ્સને આધાર આપી શકે તેવા વ્યાપારિક રીતે સફળતાપૂર્વક રાઉટર્સનું વેચાણ કરનારી કંપનીઓમાંની એક હતી.[૭] ઈન્ટરનેટ પ્રોટોકોલ (આઈપી) (IP)નો મોટાપાયા પર સ્વીકાર થતા, મલ્ટિપ્રોટોકોલ રાઉટિંગનું મહત્વ ઘટી ગયું. આજે ,સિસ્કોનું રાઉટર્સ મુખ્યત્વે આઈપી (IP) પેકેટ્સની ડિલીવરી માટે થાય છે.
1990માં નાસ્ડેક સ્ટોક એક્સચેન્જમાં કંપનીની નોંધણી થઈ. લેર્નરને કંપનીમાંથી હાંકી કાઢવામાં આવી; પરિણામે બોસાક પણ $200 મિલ્યન ડૉલર લઈને નિકળી ગયા. આ નફાનો મોટાભાગનો હિસ્સો દાનમાં અપાયો હતો, પાછળથી બન્નેએ છૂટાછેડા લઈ લીધા.
સિસ્કોએ વિવિધ કંપનીઓને નવા ઉત્પાદન અને નવી પ્રતિભાને મેળવવા માટે મેળવી. સ્ટ્રાટાકોમ જેવા અનેક ઉપાર્જનોએ જ્યારે આકાર લીધો ત્યારે તે સમગ્ર ઉદ્યોગના મોટા સોદ્દાઓમાંનો એક હતો. 1999માં ઈન્ટરનેટની તેજી દરમ્યાન કંપનીએ કેલિફોર્નિયાના પેટાલુમામાં સ્થિત કેરેન્ટ કોર્પોરેશન નામની નવી કંપનીને US$7 બિલિયન ડૉલરમાં હસ્તગત કરી. જે સિસ્કો દ્વારા કરાયેલુ સૌથી મોંઘું સંપાદન હતું અને માત્ર સાયન્ટિફિક-એટલાન્ટાનું હસ્તાંતરણ આથી મોટું હતુ. સંપાદિત કરાયેલી અનેક કંપનીઓ આજે સિસ્કોના $1 બિલિયન ડૉલર કરતા વધુના વ્યાપારી એકમોમાં વિકસી ગઈ છે. જેમાં લેન (LAN) સ્વિચિંગ, એન્ટરપ્રાઈઝ વોઈઝ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ(VOIP), અને હોમ નેટવર્કિંગ સામેલ છે. સિસ્કોએ 2003માં લિન્કસીસ હસ્તગત કરી.
માર્ચ 2000ના અંતભાગમાં જ્યારે ડોટ-કોમ તેજી હતી ત્યારે સિસ્કોએ દૂનિયાની સૌથી મૂલ્યવાન કંપની હતી. જેની કુલ બજાર મૂડી US$500 બિલિયન ડૉલર કરતા વધારે હતી.[૮][૯] જુલાઈ 2009માં આશરે US$108.30 બિલિયન ડૉલરની[૧૦] મૂડી ધરાવતી હતી, અને હજુ પણ તે મુલ્યવાન કંપનીઓમાંની એક છે.[૧૧] નાસ્ડેક (NASDAQ)માં દાયકાના સર્વશ્રેષ્ઠ શેર તરીકે સિસ્કો (CISCO )ના શેરને મત મળેલા હતા, પરંતુ ક્યારે તે કોઈ નથી જાણતું.[સંદર્ભ આપો]
કંપનીએ વર્ષ 2002-03માં અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા [સંદર્ભ આપો] ‘કર્મચારીઓ અને સમાજ વચ્ચેના સંબધના ઉદાહણરૂપ' પ્રદાન માટે આપવામાં આવતો રોન બ્રાઉન એવોર્ડ મેળવ્યો હતો. 2010માં સિસ્કોએ સ્ટારેન્ટ નેટવર્ક્સ નામની મોબાઈલ ટેકનોલોજી કંપની અને મોટો ડેવલોપમેન્ટ ગ્રુપ ખરીદ્યા, આ ઉત્પાદન યોજના પરામર્શક પેઢીની મદદથી સિસ્કોએ ફ્લિપ વીડીયો કેમેરાનું નિર્માણ કર્યુ.[૧૨]
જાણીતા ઉત્પાદનો અને સેવાઓ
ફેરફાર કરોહાર્ડવેર
ફેરફાર કરો- ડેટાસેન્ટર પ્રોડક્ટ: નેક્સસ સ્વીચ(1000v, 2000, 5000, 7000), એમડીએસ (MDS) યુનિફાઈડ કોમ્પ્યુટિંગ સિસ્ટમ (UCS)
- ફ્લિપ પોકેટ કેમેરા.
- સિસ્કો લોકલડાઈરેક્ટર- લોડ બેલેન્સિંગ એપ્લિકેશન
- રાઉટર્સ, સાથે: 837,1000 શ્રેણી, 2500 શ્રેણી, 7600, 12000, 3600 શ્રેણી, એએસઆર (ASR) શ્રેણી એન્ડ સીઆરએસ(CRS-)-1
- સિસ્કો સિક્યુરીટી મેનેજર
- સિક્યુરીટી ઉપકરણો: એએસએ (ASA)5500, પીઆઈએક્સ (PIX) 500 શ્રેણી
- કેટાલિસ્ટ સ્વીચીસ: સિસ્કો કેટાલિસ્ટ 2900 શ્રેણી, સિસ્કો કેટાલિસ્ટ 3000 શ્રેણી, કેટાલિસ્ટ 4500, સિસ્કો કેટાલિસ્ટ 6500 શ્રેણી
- સિસ્કો ટેલિપ્રેસન્સ
- વીઓઆઈપી (VOIP): વાયરલેસ આઈપી (IP) ફોન 7920
- સીએલઈઓ (CLEO)(રાઉટર)- લો અર્થ ઓરબિટ રાઉટર
- સિસ્કો વાયરલેસ લેન (LAN)
- સિસ્કો સિયુસ- નવી એન્ડ્રોઈડ સ્થિત જોડાણની દવા
- સિસ્કો યુનિફાઈડ કોમ્પ્યુટિંગ સિસ્ટમ યુસીએસ (UCS)
સોફ્ટવેર
ફેરફાર કરો- ઈન્ટરનેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ
- સિસ્કો એક્ટિવ નેટવર્ક એબસ્ટ્રેક્શન
- સિસ્કો ફેબ્રિક મેનેજર
- સિસ્કો એનીકનેક્ટ સિક્યોર મોબિલીટી ક્લાઈન્ટ
- સિસ્કો સિસ્ટમ વીપીએન (VPN) ક્લાઈન્ટ
- સિસ્કોવ્યુ
- સિસ્કોવર્ક નેટવર્ક મેનેજમેન્ટ સોફ્ટવેર
- ક્લીન એક્સેસ એજન્ટ, સિસ્કો એનએસી (NAC) એપ્લાયન્સ
- સિસ્કો ઈઓએસ
- પેકેટ ટ્રેસર, ડિડક્ટીક નેટવર્ક સિમ્યુલેટર
- સિસ્કો નેટવર્ક મેજીક
- સિસ્કો યુનિફાઈડ કોમ્યુનિકેશન મેનેજર
- સિસ્કો આઈપી કોમ્યુનિકેટર
- સિસ્કો સિક્યુરિટી મેનેજર
- વેબએક્સ કોલાબ્રેશન ટુલ્સ
વીઓઆઈપી (VoIP) સર્વિસ
ફેરફાર કરોઉદ્યોગોને વોઈસ ઓવર આઈપી (IP)ની સેવા આપવામાં સિસ્કો પ્રમુખ છે અને સાયન્ટિફિક એટલાન્ટા અને લિન્કસી અધિગ્રહણ બાદ તે ઘર વપરાશના બજાર તરફ વળી રહ્યું છે. સાયન્ટિફિક એટલાન્ટાએ કેબલ સેવા પૂરી પાડતા ટાઈમ વાર્નર, કેબલવિઝન, રોજર્સ કોમ્યુનિકેશન, યુપીસી (UPC)તથા અન્યોને વીઓઆઈપી (VoIP) સાધનો પૂરા પાડે છે. જ્યારે લિન્કસીએ વાયરલેસ અને કોર્ડલેશ ફોનની સંકલિત વીઓઆઈપી (VoIP) સર્વિસ માટે સ્કાયપે અને યાહુ સાથે ભાગીદારી કરી છે.
સંયુક્ત યજમાન ઉકેલ
ફેરફાર કરોસિસ્કોના ભાગીદાર હવે સિસ્કોની વાસ્તવિક યુનિફાઈડ કોમ્પ્યુટિંગ સિસ્ટમ (યુસીએસ)(UCS) સર્વિસ પુરી પાડે છે. સિસ્કોની યુનિફાઈડ સર્વિસ ડિલિવરી સોલ્યુશનમાં સિસ્કો યુનિફાઈડ કોમ્યુનિકેશન મેનેજર (યુસીએમ)(UCM)નો મુખ્યભાગ, સિસ્કો યુનિફાઈડ કોન્ટેક સેન્ટર, સિસ્કો યુનિફાઈડ મોબિલીટી, સિસ્કો યુનિફાઈડ પ્રેઝન્સ, સિસ્કો યુનિટી કનેક્શન(યુનિફાઈડ મેસેજિંગ) અને સિસ્કો વેબેક્સ મીટિંગ સેન્ટરનો સમાવેશ થાય છે.[૧૩]
સિસ્કો કારકિર્દી પ્રમાણપત્રો
ફેરફાર કરોસિસ્કો સિસ્ટમ્સ સિસ્કોની પ્રોડક્ટ માટે આઈટી (IT) પ્રોફેશનલ્સને પુરસ્કૃત પણ કરે છે. તેના પ્રમાણપત્રના પાંચ જુદા જુદા તબક્કા છે.: એન્ટ્રી, એસોશિયેટ, પ્રોફેશનલ, એક્સપર્ટ, અને આર્કિટેક્ટ આ ઉપરાંત આઠ અલગ અલગ રસ્તાઓ રાઉટીંગ અને સ્વીચીંગ, ડીઝાઈન, નેટવર્ક સિક્યુરિટી, સર્વિસ પ્રોવાઈડર અને નવી આવેલા સર્વિસ પ્રોવાઈડર ઓપરેશન, સ્ટોરેજ નેટવર્કિંગ, વોઈસ અને વાયરલેસ પણ છે. સિસ્કો સિસ્ટમ
આલોચના અને વિવાદ
ફેરફાર કરોચીન
ફેરફાર કરોચીનમાં સેન્સરશીપમાં રસ દાખવવા બદલ સિસ્કોની ભારે આલોચના થઈ.[૧૪] લેખક ઈથન ગુટમનના જણાવ્યા પ્રમાણે સિસ્કો અને બીજી ટેલિકોમ્યુનિકેશનના સાધનો ઉપલબ્ધ કરાવતા લોકો ચીનની સરકારને ઈન્ટરનેટની સુવિધા અને સુરક્ષાને લગતા સાધનો પુરા પાડતા જેનો ઉપયોગ ઈન્ટરનેટ સાઈટ બ્લોક કરવા અને ચીનના લોકોની ઓનલાઈન ગતિવિધીઓ પર નજર રાખવા થતો હતો. સિસ્કોએ કહ્યું કે તેણે ચીનની સરકારને જે ફિલ્ટરીંગ કેપેસિટી ધરાવતા વિશેષ ઉપકરણો આપ્યા છે તેવા માહિતી રોકી દેતા વિશેષ ક્ષમતા ધરાવતા ઉપકરણો તે વિશ્વના અન્ય કોઈ દેશને વેચશે નહી.[૧૫]
વાયર ન્યૂઝે આ ગુપ્ત બાબત પરથી પડદો હટાવ્યો હતો. સિસ્કોના ગોલ્ડન શિલ્ડ પ્રોજેક્ટ ઓફ ઈન્ટરનેટ કંટ્રોલ પ્રોજેક્ટમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ઈન્ટરનેટ પ્રોટોકોલના ગોલ્ડન શિલ્ડ પ્રોજેક્ટ વ્યાવસાયિક તકની વિગતોને સિસ્કોએ પાવરપોઈન્ટના તેના પ્રેઝન્ટેશનમાં કરી.[૧૬] પત્રકાર શારાહ સ્ટાર્યલેન્ડે સિસ્કો પર ટેકનોલોજીના માર્કેટિંગ માટે ખાસ કરીને દમનકારી નીતિ અપનાવવાનો આરોપ મૂક્યો.
શેરધારકોએ સિસ્કો વિરુદ્ધ કરેલા કાનૂની દાવાઓ
ફેરફાર કરો18 ઓગષ્ટ 2006માં સિસ્કો તેના 2001થી શરૂ થયેલા કાનૂની દાવાઓના નિરાકણ સુધી પહોચ્યું. "મુખ્ય ફરિયાદ 20 એપ્રિલ 2001 દાખલ થઈ હતી, જેમાં કંપની પર સિસ્કોના સ્ટોકની ખરીદીને લઈને કરેલા નિવેદનમાં ગેરમાર્ગે દોરવવાનો આરોપ મૂકાયો અથવા તો નિવેદનના મુખ્ય મુદ્દાઓને છોડી દેવાનો આરોપ મૂકાયો હતો. આ ઉપરાંત એવો પણ આરોપ હતો કે પ્રતિવાદીએ સિસ્કોની માલિકીના સ્ટોક લોકોની જાણ બહાર વેચી દીધા. જોકે સિસ્કોએ તેની વિરુદ્ધ કરાયેલા આ તમામ આરોપોને નકારી કાઢ્યા."[૧૭] તેમ છતા કંપની પ્રતિવાદી સાથે સમાધાન કરવા તૈયાર થઈ. સિસ્કોના જવાબદાર પોલીસી હોલ્ડર, તેના ડાયરેક્ટર અને અધિકારીઓએ પ્રતિવાદીને સમાધાન પેટે US$91.75 મિલિયન ચૂકવ્યા.[૧૮]
સિસ્કોના બ્રાઝિલ કર છેતરપિંડીની તપાસ
ફેરફાર કરો16 ઓક્ટોબર 2007ના દિવસે બ્રાઝિલની ફેડરલ પોલીસ અને બ્રાઝિલની રેકીટા ફેડરલે (અમેરિકી આઈઆરએસ (IRS)ના સમકક્ષ) ‘પર્સોના ઓપરેશન’ અંતર્ગત સિસ્કો સિસ્ટમ્સ દ્વારા વર્ષ 2002થી ચલાવાતી કર છેતરપિંડી બહાર આવી. જેમાં કંપનીએ કર પેટે R$ 1.5 બિલિયન (US$824) મિલિયન કર ભરતા બચાવ્યા હતા.[૧૯][૨૦]
સિસ્કો સિસ્ટમ્સ, ઈન્ક. વિરુદ્ધ મલ્ટિવેનના એન્ટીટ્રસ્ટ કાયદાકીય દાવાઓ
ફેરફાર કરોડિસેમ્બર 1, 2008ના મલ્ટિવેને સિસ્કો સિસ્ટમ્સ ઈન્ક. (Inc.) સામે ઉપભોક્તાની જરૂરિયાત અને બજારમાં ગુણવત્તા તેમજ પસંદગીને વેગ આપતા અટકાવવા સિસ્કો વિરુદ્ધ એન્ટીટ્રસ્ટ (વિશ્વાસ વિરોધી) ફરિયાદ[૨૧][૨૨][૨૩][૨૪][૨૫][૨૬][૨૭] દાખલ કરી. મલ્ટિવેનની સિસ્કો વિરુદ્ધની ફરિયાદ હતી કે તે પોતાના ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટેવરના અપડેશન અને મેઈન્ટેનન્સના બજાર (સ્માર્ટનેટ)માં પોતાના ઇજારો ચલાવવા મલ્વિવેન અને ગ્રાહકોને ગુપ્ત રીતે બગ ફિક્સ/પેચીઝમાં બાંધી અને ટાઇંગ કરી રહ્યું છે, આ સાથે સિસ્કોએ બીજી અનેક ગેરકાયદેસરની બિનહરીફાઈયુક્ત પ્રવૃત્તિઓ કરી જેથી તેની સામે અન્ય કોઈ ટકી શકે નહીં અને મેઈન્ટેનન્સ સર્વિસમાં સિસ્કો નેટવર્કિંગના જ સાધનો વેચાય.
ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન દાવો
ફેરફાર કરોડિસેમ્બર 11, 2008ના ફ્રી સોફટવેર ફાઉન્ડેશને સિસ્કો વિરુદ્ધ ફરિયાદ દાવો કર્યો, (જુઓ એફએસએફ વર્સિસ (FSF vs) સિસ્કો) જેમાં જણાવાયુ કે સિસ્કો જીપીએલ (GPL) અને એલજીપીએલ (LGPL) લાયસન્સને જાહેરમાં સંચાલિત કરવામાં નિષ્ફળ ગયુ છે.[૨૮] મે 20, 2009 સિસ્કોએ એફએસએફ (FSF) સાથે લાયસન્સ નિયમો અને નાણાંકિય સહયોગ વડે ફરિયાદનું સમાધાન કર્યુ.[૨૯]
આ પણ જુઓ
ફેરફાર કરો- એમએપી (MSP) પાર્ટનર્સ— એસએમબી (SMB) ચેનલ એજ્યુકેશન પ્રોગ્રામ કે જે સિસ્કો દ્વારા શરૂ કરાયો હતો.
નોંધ
ફેરફાર કરો- ↑ "A special report on innovation in emerging markets: The world turned upside down". The Economist. મેળવેલ 2010-08-14.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "Cisco Fiscal Year 2009 Earnings". Cisco Systems. 2009-07-27. મૂળ માંથી 2009-08-08 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-27.
- ↑ "News@Cisco -> Corporate Overview". Cisco Systems. મૂળ માંથી 2011-05-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-15.
- ↑ Browning, E.S. (2009-06-01). "Travelers, Cisco Replace Citi, GM in Dow". Wall Street Journal. Dow Jones & Company, Inc. મેળવેલ 2009-06-02. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ "Cisco's Acquisition Strategy". Case Studies In Business Strategy. ICMR. IV: 2. January 2004. BSTR083. મેળવેલ 21 December 2009.
- ↑ "I, Cringely . NerdTV . Transcript | PBS". Pbs.org. મેળવેલ 2008-11-13.
- ↑ Pennell, Ian (June 14, 2004). "The Evolution of Access Routing" (Interview). Cisco. મૂળ માંથી 2007-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-04. More than one of
|subject=
and|last=
specified (મદદ) - ↑ "Cisco pushes past Microsoft in market value". CBS Marketwatch. 2000-03-25. મેળવેલ 2007-01-25.
- ↑ "Cisco replaces Microsoft as world's most valuable company". Reuters. The Indian Express. 2000-03-25. મૂળ માંથી 2013-01-16 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-25.
- ↑ સિસ્કો સિસ્ટમ સમરી
- ↑ Fost, Dan (2006-05-05). "Chron 200 Market capitalization". San Francisco Chronicle. મેળવેલ 2007-01-25.
- ↑ જીમ ડુફ્ફી, નેટવર્કવર્લ્ડ. "સિસ્કો બાયસ મોટો -- નો, નોટ ઘેટ મોટો સંગ્રહિત ૨૦૧૧-૦૬-૧૪ ના રોજ વેબેક મશિન." મે 18, 2002.
- ↑ "Cisco Launches Hosted Collaboration Solution". UCStrategies.com. 2010-07-02. મૂળ માંથી 2010-07-09 પર સંગ્રહિત.
- ↑ "FRONTLINE: the tank man: the struggle to control information | PBS". Pbs.org. મેળવેલ 2008-11-13.
- ↑ Earnhardt, John (2006-02-15). "Cisco Testimony Before House International Relations Subcommittee". Cisco Systems, Inc. મૂળ માંથી 2006-12-06 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-25.
- ↑ Stirland, Sarah (2008-05-20). "Cisco Leak: 'Great Firewall' of China Was a Chance to Sell More Routers". મેળવેલ 2009-06-27.
- ↑ "Cisco Shareholder Class Action Lawsuit Resolved" (પ્રેસ રિલીઝ). Cisco Systems, Inc.. 2006-08-18. Archived from the original on 2006-09-06. https://web.archive.org/web/20060906090159/http://newsroom.cisco.com/dlls/2006/corp_081806.html.
- ↑ "Cisco resolves class action lawsuit". Silicon Valley/San Jose Business Journal. 2006-08-18. મેળવેલ 2007-01-25.
- ↑ "Cisco offices raided, executives arrested in Brazil: reports". NetworkWorld. 2007-10-16. મૂળ માંથી 2007-10-20 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-16.
- ↑ "Brazilian tax authorities raid, close Cisco System's offices in Sao Paulo, Rio de Janeiro" (પ્રેસ રિલીઝ). International Herald Tribune. 2007-10-17. http://www.iht.com/articles/ap/2007/10/17/business/LA-FIN-Brazil-Cisco.php.
- ↑ "Multiven Sues Cisco". lightreading. 2008-12-01. મેળવેલ 2008-12-02.
- ↑ "Net maintenance provider sues Cisco over allegedly monopolistic SMARTnet". NetworkWorld. 2008-12-01. મૂળ માંથી 2014-01-02 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-02.
- ↑ "Cisco Accused Of Monopoly In Antitrust Lawsuit". ChannelWeb. 2008-12-02. મેળવેલ 2008-12-02.
- ↑ "Multiven Files Antitrust Lawsuit Against Cisco Systems, Inc." (પ્રેસ રિલીઝ). Multiven, Inc.. 2008-12-01. Archived from the original on 2009-01-06. https://web.archive.org/web/20090106062338/http://multiven.com/news?article_id=12.
- ↑ "Cisco Systems hit with antitrust lawsuit". SearchITChannel. 2008-12-04. મૂળ માંથી 2012-07-15 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-04.
- ↑ "Lawsuit: Cisco blocks outsider gear maintenance". fiercetelecom. 2008-12-03. મૂળ માંથી 2008-12-05 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-03.
- ↑ "Multiven Files Antitrust Lawsuit Against Cisco". Yahoo News. 2008-12-05. મેળવેલ 2008-12-05. [મૃત કડી]
- ↑ "Free Software Foundation Files Suit Against Cisco For GPL Violations" (પ્રેસ રિલીઝ). BOSTON, Massachusetts: Free Software Foundation. December 11, 2008. http://www.fsf.org/news/2008-12-cisco-suit.
- ↑ "FSF Settles Suit Against Cisco" (પ્રેસ રિલીઝ). Free Software Foundation. May 20, 2009. http://www.fsf.org/news/2009-05-cisco-settlement.html.
વધુ વાંચન
ફેરફાર કરો- બુન્નેલ, ડી. અને બ્રાટે, એ. (2001). ડિએ સિસ્કો સ્ટોરી (જર્મનમાં). આધુનિક કંપનીઓ આઈએસબીએન (ISBN ) 3478359953
- બુન્નેલ, ડી.(2000). મેકિંગ ધી સિસ્કો કનેક્શન: ધી સ્ટોરી બિહાઈન્ડ ધી રીઅલ ઈન્ટરનેટ સુપરપાવર . વિલેય. આઈએસબીએન (ISBN ) 0471357111.
- પોલ્સન, ઈ.(2001). ઈન્સાઇડ સિસ્કો: ધી રિઅલ સ્ટોરી ઓફ સસ્ટેઈન્ડ એમ એન્ડ એ ગ્રોથ . વિલેય. આઈએસબીએન (ISBN ) 0471414255
- સેલ્ટર, આર . (2003). ધી આઈ ઓઓફ ધી સ્ટ્રોમ : હાઉ જોહ્ન ચેમ્બર્સ સ્ટ્રેડ સિસ્કો થ્રુ ધી ટેટેક્ન઼ોલોજી કોલપ્સ . હારપર કોલિન્સ આઈએસબીએન (ISBN )0060188871
- સ્ટ્યુફ્ફેર, ડી . (2001). નથીંગ બટ નેટ બિઝનેસ ધી સિસ્કો વે . વિલેય. આઈએસબીએન (ISBN )1841120871.
- વોટર્સ, જે. કે. (2002). જ્હોન ચેમ્બર્સ એન્ડ ધી સિસ્કો વે : નેવીગેશન થ્રુ વોલેન્ટિલિટી . વિલેય. આઈએસબીએન (ISBN) 0471008338.
- યંગ, જે. એસ. (2001). સિસ્કો અનઓથોરાઇઝ્ડ : ઈન્સાઇડ ધી હાઈ-સ્ટેઇક્સ રેસ ટુ ઓન ધી ફ્યુચર . પ્રિમા લાઇફસ્ટાઇલ્સ. આઈએસબીએન (ISBN )0761527753