સુભાનપુરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લા તેમ જ વડોદરા તાલુકાના મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય મથક એવા વડોદરા શહેરના પશિમ ભાગમાં આવેલ એક ગામ હતું, જે હાલ વડોદરા શહેરનો એક ભાગ ગણાય છે અને આ વિસ્તાર વડોદરા મહાનગરપાલિકાના અધિકારક્ષેત્રમાં સમાવિષ્ટ છે. સુભાનપુરા એ એક વિશાળ વિસ્તાર છે, જેમાં મુખ્યત્વે રહેણાંકની સોસાયટીઓ આવેલી છે, જેમાં મુખ્યત્વે નજીક આવેલી આઈ.પી.સી.એલ., ગુજરાત રીફાઈનરી, જી.એસ.એફ.સી. જેવી કંપનીના કર્મચારીઓ મોટી સંખ્યામાં રહે છે. આ ઉપરાંત અહીં કેટલાક શોપિંગ મોલ, સિનેમા હોલ, હોસ્પિટલો વગેરે પણ આવેલા છે.

શિક્ષણ સંસ્થાઓ

ફેરફાર કરો

સુભાનપુરા વિસ્તારમાં કેટલીક પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, જેની યાદી નીચે મુજબ છે.

  1. વિદ્યા વિહાર
  2. એલેમ્બિક સ્કૂલ
  3. તેજસ વિદ્યાલય
  4. વિદ્યા વિકાસ
  5. સી.એચ. વિદ્યાલય
  6. નૂતન વિદ્યાલય
  7. દુર્ગા વિદ્યાલય
  8. બરોડા હાઈસ્કૂલ, વડીવાડી
  9. અંધજન શાળા
  10. ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ

Coordinates: 22°19′18″N 73°09′18″E / 22.3217°N 73.1550°E / 22.3217; 73.1550