સુર સાગર
સુર સાગર ગુજરાત રાજ્યનાં વડોદરા શહેરના મધ્યમાં આવેલ તળાવ છે, જે હરહંમેશ પાણીથી ભરપુર રહે છે.[૧]
સુરસાગર તળાવ | |
---|---|
ચંદન તળાવ | |
સ્થાન | વડોદરા, ગુજરાત, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 22°18′03″N 73°12′13″E / 22.30083°N 73.20361°E |
પ્રકાર | તળાવ |
ચંદન તળાવના જુના નામથી ઓળખાતું સુરસાગર ૧૮મી સદીમાં બન્યું હતું, જેની ચારે તરફ પથ્થરનું ચણતર કરીને પગથિયાં બનાવવામાં આવેલ છે. સુરસાગરને તેનું નવું નામ કદાચ તેની કાંઠે આવેલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મ્યુઝીક કોલેજને કારણે મળેલ છે. સુરસાગરના પેટાળમાં ત્રણથી ચાર પાતાળકુવા બનાવેલ છે જેનાં કારણે અતિશય ગરમીનાં દિવસોમાં પણ સુરસાગર પાણી વિહોણું થતું નથી. સુરસાગરના મધ્યમાં આશરે ૧૨૦ ફુટ ઉંચી શિવ પ્રતિમા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સ્થાપિત કરવામાં આવી છે, જેની દર મહાશિવરાત્રિ પર્વે મહાઆરતી કરવામાં આવે છે. સુરસાગર ગણેશ વિસર્જન માટે પણ ખુબ જ જાણીતું સ્થળ છે. આખા વડોદરાનાં વિશાળ ગણપતિ ખાસ મોટી ક્રેનની મદદથી અહીં વિસર્જિત કરાય છે. સુરસાગરનું વિશ્વામિત્રી નદી સાથે પણ જોડાણ કરવામાં આવેલ છે, જેથી અતિવૃષ્ટિ સમયે વધારાનું પાણી નદીમાં વહી જાય છે અને શહેર સુરક્ષિત રહે છે.
તળાવમાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નૌકાવિહાર પણ શરુ કરવામાં આવેલ છે.[૨] ફરવા માટે આ જાણીતું તળાવ આત્મહત્યા કરવા માટે પણ જાણીતું બન્યું છે.[૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Jan 17, Tushar Tere | TNN | Updated:; 2015; Ist, 9:02. "Architect who gave Vadodara its character | Vadodara News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-10-05.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
- ↑ "After 16 years, Sursagar Lake to have boating once again - Indian Express". archive.indianexpress.com. મેળવેલ 2019-10-05.
- ↑ Nov 2, TNN | Updated:; 2014; Ist, 9:38. "Tourist spot Sursagar a preferred suicide destination too | Vadodara News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-10-05.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)