સુલેમાન પર્વત (અથવા તખ્ત-ઈ સુલેઈમાન, કે સુલેમાન ખડક કે સુલેમાનનું સિંહાસન) એ સંપૂર્ણરીતે કીરગીઝસ્તાનમાં આવેલું હોય એવું એક માત્ર વિશ્વ ધરોહર સ્થળ છે. ( બાકીના બે વિશ્વ ધરોહર સ્થળો તીઅન-શાન અને રેશમ માર્ગ ચીન અને કઝાકસ્તાનમાં વિસ્તરેલા છે).[૨] આ સ્થળ ઓશ શહેરમાં આવેલું છે. એક સમયે આ સ્થળ મુસલમાનો અને પૂર્વ મુસલમાન ધર્મોના લોકોનું મુખ્ય તીર્થધામ હતું. આ પર્વત આસપાસના ફેર્ગાનાના સપાટ મેદાન પ્રદેશમાંથી અચાનક ઉઠી આવેલો લાગે છે. આ પર્વત પરથી દેખાતા સુંદર દ્રશ્યને કારણે સ્થાનીય તેમજ અન્ય મુલાકાતીઓમાં તે ઘણું પ્રચલીત છે.

સુલેમાન પર્વત
ચિત્ર:Osh 03-2016 img06 Sulayman Mountain.jpg, Kyrgyzstan Osh with Suleiman Hill.jpg
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ
અધિકૃત નામSulaiman-Too Sacred Mountain Edit this on Wikidata
સ્થળઓશ, કિર્ગિઝ ગણરાજ્ય
અક્ષાંસ-રેખાંશ40°31′46″N 72°47′00″E / 40.5294°N 72.7833°E / 40.5294; 72.7833
વિસ્તાર112, 4,788 ha (12,100,000, 515,400,000 sq ft) [૧]
માપદંડસાંસ્કૃતિક: World Heritage selection criterion (iii), World Heritage selection criterion (vi) Edit this on Wikidata
સંદર્ભ1230rev 1230, 1230rev
સમાવેશ૨૦૦૯, ૨૦૦૯ (અજાણ્યું સત્ર)

સુલેમાન (સોલોમન) એ કુરાનમાં એક પયગંબર છે. આ પર્વત પર તેમનું એક તીર્થધામ છે જે મોટેભાગે તેમની કબર છે. જે સ્ત્રી આ પર્વત ચઢીને તીર્થસ્થળે આવેલા ખડકના પોલાણમાંથી નીકળે તેઓ સ્વસ્થબાળકોને જન્મ આપે છે એવી લોકવાયકા છે. આ પર્વત પર આવેલા વૃક્ષો અને છોડાવાઓ પર માનતાના ઘણાં વાવટાઓ અને પટ્ટીઓ બાંધેલી છે.

યુનેસ્કોના હિસાબે આ પર્વત મધ્ય એશિયામાં આવેલું એક પવિત્ર પર્વતનું સંપૂર્ણ ઉદાહરણ છે, જેને ઘણી સદીઓથી પૂજા થતી આવી છે.[૩] આ સ્થળ સ્થાનીય મુસ્લીમ લોકોમાં આજે પણ ઘણું પ્રચલીત છે. તેના દાદરાઓ ટોચ સુધી પહોંચે છે. ટોચ પર એક મસ્જીદ છે જેને બાબરે ૧૫૧૦માં બંધાવી હતી. આ મસ્જીદનું ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં પુનર્બાંધકામ થયું હતું.

આ પર્વતમાં રાષ્ટ્રીય ઐતિહાસિક અને પુરાતાત્વીક સંગ્રહાલય સંકુલ આવેલું છે. તેનું બાંધકામ સોવિયેત સમયમાં થયું હતું. આ સંગ્રહાલયમાં આની આજુબાજુના ક્ષેત્રોની પુરાતાત્વીક વસ્તુઓ સંગ્રહવામાં આવી છે. આ પર્વતની નીચેના ઢોળાવના ભાગમાં સ્મશાન આવેલું છે.

સંદર્ભોફેરફાર કરો

  1. "World Heritage List"; ભાષા: અંગ્રેજી; ઉપશીર્ષક: Sulaiman-Too Sacred Mountain; જે તારીખે મેળવાયું હોય: 5 માર્ચ 2019.
  2. "Sulaiman-Too Sacred Mountain". UNESCO. મેળવેલ 9 August 2014.
  3. "Sacred mountain in Kyrgyzstan enters List along with Iran's Shushtar water system and Royal tombs in Republic of Korea". UNESCO. મેળવેલ 9 August 2014.