સૂર્યશક્તિ કિસાન યોજના

સૂર્યશક્તિ કિસાન યોજનાગુજરાત સરકારની એક ખેડૂતલક્ષી યોજના છે.[] ગુજરાત સરકાર દ્વારા ૨૩મી જુન ૨૦૧૮, શનિવારે આ યોજનાની શરૂઆત કરી હતી જે અંતર્ગત ખેડૂતો તેમના ખેતીના વપરાશ માટે વીજળી ઉત્પન્ન કરી શકે છે તેમજ વધારાની વીજળી ગ્રીડને વેચી શકે છે અને વધારાની આવક મેળવી શકે છે.[]

ગાંધીનગરમાં યોજનાના પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને સોલર ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવા અને તેમની આવકને બમણી કરવા માટે સશક્તિકરણ માટેનું ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું.

આ યોજના મુજબ, હાલના વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને તેમની લોડ જરૂરિયાત મુજબ સૌર પેનલ આપવામાં આવશે. રાજ્ય અને કેન્દ્ર સરકારો પ્રોજેક્ટની કિંમત પર ૬૦ ટકા સબસિડી આપશે. ખેડૂતને ૫ ટકા ખર્ચ કરવાનો રહેશે, જ્યારે બાકીનો 35 ટકા ખર્ચ ૪.૫-૬ ટકા જેટલા સસ્તા વ્યાજદરે રાજ્ય સરકાર દ્વારા લોન તરીકે આપવામાં આવશે. આ યોજનાની અવધિ ૨૫ વર્ષ છે, જે ૭ વર્ષના સમયગાળા અને ૧૮ વર્ષના સમયગાળા વચ્ચે વિભાજિત છે.[]

પ્રથમ ૭ વર્ષ માટે, ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા યુનિટ દીઠ રૂ. ૭ ( GUVNL દ્વારા ૩.૫ રૂપિયા + સરકાર દ્વારા ૩.૫ રૃપિયા) મળશે. ત્યારપછીના ૧૮ વર્ષ માટે તેઓ દરેક યુનિટ દીઠ રૂ. ૩.૫નો ભાવ મેળવશે. દેશમાં આ એવી પહેલી એવી યોજના છે કે જ્યાં ખેડૂત તેની વીજળી ઉત્પન્ન કરશે અને સરપ્લસ વીજળી રાજ્ય સરકારની વીજકંપનીઓને વેચશે. આ યોજનાનું કામ ૨ જુલાઇ ૨૦૧૮ થી શરૂ થશે. આ યોજનામાં કૃષિ સોલર ઊર્જા વપરાશ માટે જુદા જુદા ફિડરોની (SKY ફીડરો) નાખવાની યોજના છે. પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ, જે ૨ જુલાઈ ૨૦૧૮થી શરૂ થવાની શક્યતા છે જેમાં આશરે ૧૩૮ ફીડરની સ્થાપના કરવામાં આવશે.

રાજ્યના ૩૩ જિલ્લાના ૧૨,૪૦૦ જેટલા ખેડૂતોને પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવશે, જે કુલ ૧૭૫ મેગાવોટ વીજ ઉત્પાદન કરશે. આ પ્રોજેક્ટની કિંમત લગભગ ૮૭૦ કરોડ રૂપિયા છે. આજે, રાજ્યમાં કુલ વીજ વપરાશના ૨૨,૭૦૪ મી.યુ અથવા ૨૬% વીજળી કૃષિ ક્ષેત્ર દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. ખેડૂતની આવકને બમણો લક્ષ્ય હાંસલ કરવાનું આ એક પગલું છે અને તે અંતર્ગત કૃષિ માટે દિવસ દરમ્યાન ૧૨ કલાક વીજ પુરવઠો આપવામાં આવશે જે હાલ માં ૮-૧૦ કલ્લાક છે.[]

  1. "Gujarat launches SKY Scheme for farmers to generate solar power" (અંગ્રેજીમાં). બિઝનેસ લાઇન. ૨૩ જૂન ૨૦૧૮. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૮.
  2. "गुजरात सरकार ने लांच की सूर्य शक्ति किसान योजना, खेतों में सोलर पैनल से पैदा होगी बिजली". Dainik Jagran (હિન્દીમાં). મેળવેલ 2018-06-24.
  3. "CM રૂપાણીએ ગુજરાતના ખેડૂતો માટે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત". ABP Live. ૨૩ જૂન ૨૦૧૮. મૂળ માંથી 2018-06-26 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૮.
  4. "Gujarat government launches Surya Shakti Kisan Yojana for farmers to general solar electricity". www.meranews.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-06-28 પર સંગ્રહિત. મેળવેલ 2018-06-24.