વિજય રૂપાણી
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
વિજય રૂપાણી ભારતીય જનતા પક્ષના રાજનેતા છે. પશ્ચિમ રાજકોટનાં પ્રતિનિધિરૂપે એ ગુજરાત વિધાનસભાના સદસ્ય છે. એમણે ૭ ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ ગુજરાત રાજ્યના સોળમા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.[૨] મુખ્યમંત્રી બન્યા પહેલાં તેઓ ભારતીય જનતા પક્ષના રાજ્યાધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પણ હતા.[૩]
વિજય રૂપાણી | |
---|---|
વિજય રૂપાણી, ભવનાથના શિવરાત્રી મેળા દરમિયાન, ૨૦૧૮ | |
ગુજરાતના ૧૬માં મુખ્યમંત્રી | |
પદ પર ૨૬ ડિસેમ્બર ૨૦૧૭ – ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ | |
પુરોગામી | આનંદીબેન પટેલ |
અનુગામી | ભૂપેન્દ્ર પટેલ |
બેઠક | રાજકોટ પશ્ચિમ |
Assembly Member - રાજકોટ પશ્ચિમ | |
પદ પર | |
Assumed office ૧૯ ઓક્ટોબર ૨૦૧૪ | |
રાજ્ય સભાના સભ્ય, ગુજરાત માટે | |
પદ પર ૨૦૦૬ – ૨૦૧૨ | |
અંગત વિગતો | |
જન્મ | ૨ ઓગસ્ટ ૧૯૫૬[૧] રંગૂન, બર્મા[૧] |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પક્ષ |
જીવનસાથી | અંજલી રૂપાણી |
સંતાનો | એક પુત્ર, એક પુત્રી |
માતા-પિતા | રમણિકલાલ, માયાબેન |
નિવાસસ્થાન | રાજકોટ |
વ્યવસાય | રાજકારણી |
કેબિનેટ | ગુજરાત સરકાર |
ખાતાઓ | વાહનવ્યવહાર, જળ પુરવઠો, શ્રમ અને રોજગાર (નવેમ્બર ૨૦૧૪ - ઓગસ્ટ ૨૦૧૬) |
પ્રારંભિક જીવન
ફેરફાર કરો૨ ઓગસ્ટ ૧૯૫૬ના રોજ બર્મા દેશના રંગૂન મહાનગરમાં વિજયભાઈનો જન્મ થયો હતો.[૩] તેમના પિતાનું નામ રમણિકલાલ અને માતાનું નામ માયાબેન છે. તેઓ જૈનધર્મનાં અનુયાયી હતા.[૪][૫] રમણિકલાલ સપરિવાર ૧૯૬૦ માં બર્માને છોડીને હંમેશને માટે ભારત આવ્યા. પછી તેઓ ગુજરાતનાં રાજકોટમાં રહેવા લાગ્યા. વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી એલ.એલ.બી થયા.[૧][૩][૬][૭]
કારકિર્દી
ફેરફાર કરોઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતાં ત્યારથી વિજય રૂપાણી પોતાના જીવનને સાવર્જનિકપણે જીવવા લાગ્યા.[૫] પછી તે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘ સાથે જોડાયા. તેઓ ૧૯૭૧થી ભારતીય જનતા પક્ષનાં કાર્યકર્તા છે. ૧૯૭૬ વર્ષમાં ભારતની કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગરનાં અને ભુજ-મહાનગરનાં કારાગારમાં બંદી હતા. એ બંને કારાગરોમાં એ ૧૧ માસ સુધી હતાં. વિજય રૂપાણી ૧૯૭૮ વર્ષથી ૧૯૮૧ સુધી રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પ્રચારક પણ હતાં. ૧૯૮૭ વર્ષે રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચુંટાયા અને જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ બન્યા. સમનન્તર વર્ષે એ રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષ બન્યા. એ પદ પર તેઓ ૧૯૮૮ થી ૧૯૯૬ સુધી આરૂઢ હતા. વચ્ચે ૧૯૯૫ માં વર્ષે એમનું રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિના અધ્યક્ષત્વે પુનઃ ચયન થયું. પછી એમણે ૧૯૯૬ થી ૧૯૯૭ પર્યન્ત રાજકોટ મહાનગરનાં મેયર તરીકે પણ કાર્ય કર્યું. પછી ૧૯૯૮ વર્ષે ભાજપ-પક્ષનાં ગુજરાત રાજ્ય વિભાગનાં વિભાગાધ્યક્ષ થયા. જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્યનાં મુખ્યમન્ત્રી હતા, ત્યારે વિજય રૂપાણીએ ઘોષણાપત્ર સમિતિનાં આધ્યક્ષનું વહન કર્યું. ૨૦૦૬ વર્ષે ગુજરાત પર્યટન વિભાગનાં અધ્યક્ષ બન્યાં. ૨૦૦૬ - ૨૦૧૨ એ રાજ્યસભાનાં સદસ્ય હતા. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી હતા, ત્યારે વિજય રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં ચાર વાર અધ્યક્ષ, ગુજરાત મહાનગરપાલિકાનાં વિત્તવિભાગનાં એકવાર અધ્યક્ષ (૨૦૧૩) બન્યા. ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ ના રોજ વિજય રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં અધ્યક્ષ બન્યા. એમનાં પૂર્વ એ પદે આર. સી. ફલ્દુ આરૂઢ હતા. ૨૦૧૪ ઓગસ્ટ માસમાં જ્યારે ગુજરાત વિધાનસભાનાં વક્તા વજુભાઈ પશ્ચિમ રાજકોટનાં વિધાયકત્વે ત્યાગપત્ર આપી કર્ણાટક રાજ્યનાં રાજ્યપાલ બન્યા, ત્યારે ભાજપ-દળ દ્વારા વિજયનું નામાંકન એ રિક્ત સ્થાનની પૂર્તિ માટે થયું. ૧૯ ઓક્ટોબર ૨૦૧૪ ના રોજ વિધાયક પદનાં નિર્વાચનમાં વિજય રૂપાણી બહુમતે જિત્યા.
૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ એમણે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.[૮]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "Vijay Rupani: Member's Web Site". Internet Archive. ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૭. મૂળ માંથી 2007-09-30 પર સંગ્રહિત. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૬.
- ↑ "Vijay Rupani sworn in as new Gujarat Chief Minister". The Times of India. ૭ ઓગસ્ટ ૨૦૧૬. મેળવેલ ૭ ઓગસ્ટ ૨૦૧૬.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ "MEMBERS OF PARLIAMENT". મૂળ માંથી 2018-12-26 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ ડિસેમ્બર ૨૦૧૪.
- ↑ "How Vijay Rupani pipped Nitin Patel to become Gujarat chief minister", The Times of India, ૫ ઓગસ્ટ ૨૦૧૬, http://m.timesofindia.com/india/How-Vijay-Rupani-pipped-Nitin-Patel-to-become-Gujarat-chief-minister/articleshow/53563396.cms
- ↑ ૫.૦ ૫.૧ "Saurashtra strongman Vijay Rupani in Gujarat Cabinet". Economic Times. ૨૦ નવેમ્બર ૨૦૧૪. મૂળ માંથી 2016-08-23 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ ડિસેમ્બર ૨૦૧૪.
- ↑ "Vijay Rupani: A swayamsevak, stock broker and founder of a trust for poor". The Indian Express. ૬ ઓગસ્ટ ૨૦૧૬. મેળવેલ ૬ ઓગસ્ટ ૨૦૧૬.
- ↑ "How Vijay Rupani pipped Nitin Patel to become Gujarat chief minister". The Times of India. ૫ ઓગસ્ટ ૨૦૧૬. મૂળ સંગ્રહિત માંથી 2016-08-06 પર સંગ્રહિત. મેળવેલ ૬ ઓગસ્ટ ૨૦૧૬.
- ↑ દિવ્ય ભાસ્કર ઓનલાઈન પૂર્તિ (૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧). "ગુજરાતના મુખ્યમંત્રી પદેથી શ્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧. CS1 maint: discouraged parameter (link)