સૈન્ય અથવા લશ્કર અથવા સેના એ એક સશસ્ત્ર સંગઠન છે કે જે દેશ અથવા તેના નાગરિકો અથવા કોઈપણ સરકાર અને તેનાથી સંબંધિત લોકોના હિતો અને ઉદ્દેશો વધારવા અને સુરક્ષિત કરવા માટે જીવલેણ શક્તિનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે. સેનાનું કામ દેશ અને નાગરિકોનું રક્ષણ કરવું, તેમના દુશ્મનો પર હુમલો કરવો અને દુશ્મનોનો પીછો કરવો છે. લશ્કરી જવાબદારીઓ વિવિધ રુપમાં બદલાઈ પણ શકે છેઆ અને કેટલાક સ્થળોએ લશ્કરને અલગ અલગ કામ અપાય છે. કેટલાક સ્થળો અને સમયમાં સૈન્યનો ઉપયોગ વિશેષ રાજકીય વિચારધારાને પ્રોત્સાહન આપવા, વ્યવસાયિક હિતો અને કંપનીઓને લાભ આપવા માટે, વસ્તી વૃદ્ધિને રોકવા, ઇમારતો અને રસ્તાઓ બનાવવા માટે, કટોકટીને ટાળવા માટે કે તેનો અમલ કરવા માટે, સામાજિક વ્યવહારમાં અને વિશેષ સ્થાનોમાં ભાગ લેવા માટે થાય છે. પરંતુ અમુક સ્થળોએ તેની સુરક્ષા પણ કરવામાં આવી છે. વ્યાવસાયિક સૈનિક બનવાની પરંપરા લેખિત ઇતિહાસ કરતા ઘણી જૂની હોવાનું મનાય છે. []

૧૯૦૫ માં ભારતીય શીખ સૈનિકો અખંડ ભારતના ખાઇબર પખ્તુન્વા ખાતે

પરંપરાગત રીતે, સૈન્યના ત્રણ ભાગ હોય છે:

  • થળસેના - જે પૃથ્વી પર લડે છે અને સામાન્ય રીતે ટેન્ક, બૉમ્બ અને મિસાઈલ નો ઉપયોગ કરે છે.
  • નૌકાદળ - જે સમુદ્રો, તળાવો અને નદીઓ પર લડે છે અને સામાન્ય રીતે સબમરીન, લડાકુ જહાજ અને જળસંબંધી શસ્ત્રોનો ઉપયોગ કરે છે.
  • વાયુદળ - જે વિમાનો દ્વારા આકાશમાં લડે છે.

ભારતમાં સૈન્યનો ઈતિહાસ

ફેરફાર કરો

ભારતમાં સૈન્યનો ઈતિહાસ એ સૌથી જૂનો છે. ભારતમાં સૌથી પહેલા નોંધાયેલા યુદ્ધમાં હિંદુ આર્ય રાજા સુદાસે સામા પક્ષે રહેલા ૧૦ રાજાઓ અને તેમના સહયોગીઓના ગઠબંધનને હરાવ્યા હતા.[] ભારતના લોહ યુગ દરમિયાન, નંદ અને મૌર્ય રાજાઓ જોડે વિશ્વનું સૌથી મોટું સૈન્ય હતું જેમાં ૬૦૦૦૦ પાયદળ, ૩૦૦૦૦ ઘોડેસવાર, ૮૦૦૦ રથ સારથિઓ અને ૯૦૦૦ હાથીઓ નો સમાવેશ થતો હતો.[]

અત્યારની ભારતીય સેનાના મૂળ ઈસ્ટ ઈન્ડીયા કંપનીમાં રહેલા છે જ્યારે અંગ્રેજોએ પોતાનો વિસ્તાર વધારવા, કર ઉઘરાવવા, લૂંટફાટ કે પછી જનતાનું શોષણ કરવા માટે ૧૭૭૬માં બંગાળના કોલકાતા ખાતે બનાવી હતી. ત્યારબાદ એમાં વિવિધ સમૂહોનો સમાવેશ કરતો ગયો અને અલગ અલગ રેજિમેન્ટનું નિર્માણ કરવામાં આવ્યું. જે પાછળથી બ્રિટીશ સામ્રાજ્ય (વિક્ટોરિયા શાસના) દરમિયાન બ્રિટીશ ઈન્ડીયન આર્મી બની અને પછીથી ભારતની આઝાદી પછી તે જ ભારતીય સેના બની.[] ભારતના રાષ્ટ્રપતિને સૈન્યની ત્રણેય પાંખના વડા કહેવામાં આવે છે. હાલમાં ભારતીય સેના પાસે ૧,૧૨૯,૦૦૦ સક્રીય અને ૯૬૦,૦૦૦ આરક્ષિત (રીઝર્વડ) સૈનિકો છે જે તેને સંપૂર્ણ વિશ્વની બીજા ક્રમ પરની સેના બનાવે છે. જો કે, પહેલા ક્રમે ચીન ૧,૬૦૦,૦૦ સક્રિય અને ૫૦૦,૦૦૦ આરક્ષિત સૈનિકો સાથે ગણાય છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. Dupuy, T.N. (1990) Understanding war: History and Theory of combat, Leo Cooper, London, p. 67
  2. Cherry, David; Gabriel, Richard A. (2001-07). "Great Captains of Antiquity". The Journal of Military History. 65 (3): 777. doi:10.2307/2677536. ISSN 0899-3718. Check date values in: |date= (મદદ)
  3. Roy, Kaushik, 1971- (2004). India's historic battles : from Alexander the great to Kargil. Delhi: Permanent Black. ISBN 81-7824-109-9. OCLC 60393199.CS1 maint: multiple names: authors list (link)
  4. Sarbans Singh, 1928- (1993). Battle honours of the Indian Army, 1757-1971. New Delhi: Vision Books. ISBN 81-7094-115-6. OCLC 30031817.
  5. The Military Balance 2017. Arundel House, Temple Place, London, UK. ISBN 1-85743-900-7. OCLC 960838207.