સોક્રેટિસ
મહાન ગ્રીક તત્ત્વજ્ઞાની તથા પ્લેટોના ગુરુ સોક્રેટિસ (/ˈsɒkrətiːz/;[૧] અંગ્રેજી:ˈsɑkrətiːz; ગ્રીક: Σωκράτης, Sōkrátēs; ૪૬૯ ઈ.પૂ.–૩૯૯ ઈ.પૂ.[૨]) પશ્ચિમી તત્વજ્ઞાન ના પ્રણેતા માનવામાં આવે છે. સોક્રેટિસનો જન્મ ડેમ, એલોપેસ, પ્રાચીન એથેન્સમાં ઈ.પૂ. ૪૬૯માં થયો હતો. ૩૯૯ ઈ.પૂ. આશરે ૭૧ વર્ષની આયુએ પ્રાચીન એથેન્સમાં તેમનું અવસાન થયું. તેઓ પાશ્ચાત્ય દર્શનશાસ્ત્ર કે તત્ત્વચિંતનનાં પ્રણેતાઓમાંના એક ગણાય છે.
સોક્રેટિસ | |
---|---|
જન્મ | ૪૬૯ BC એથેન્સ |
મૃત્યુ | ૧૫ ફેબ્રુઆરી ૩૯૯ BC |
વ્યવસાય | તત્વજ્ઞાની, શિક્ષક, લેખક, નીતિશાસ્ત્ર વિશ્લેષક |
જીવન
ફેરફાર કરોસોક્રેટિસ વિશેની આધારભૂત માહિતીઓનો અભાવ હોવાથી તેમના જીવન અને કાર્ય અંગે સુનિશ્ચિત માહિતી મળતી નથી. તેમ છતાં, તેમના બે શિષ્યો ઝેનોફોન અને પ્લેટો દ્વારા આપણને સોક્રેટિસ વિશે માહિતી મળે છે.
સોક્રેટિસનો જન્મ ગ્રીસના એથેન્સ નગરમાં ઈ.સ. પૂર્વે ૪૬૯ની સાલમાં થયો હતો. તેમના પિતા શિલ્પી હતા અને માતા દાયણ હતાં. ઉંમરલાયક થતાં તેઓ પિતાના શિલ્પકામના કામમાં જોડાયા, પરંતુ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનમાં રસ જાગતાં તેમણે શિલ્પકામ છોડી દીધું અને ચિંતનમાં સમય ગાળવા લાગ્યા.[૩]
મૃત્યુ
ફેરફાર કરોસોક્રેટિસ સોફિસ્ટો (કે જે સંપ્રદાયના અનુયાયીઓ ધર્મમાં માનતા ન્હોતા) ની જેમ અધાર્મિક માણસ છે - એવી વાત ફેલાવીને તેમની ઉપર ત્રણ આરોપ મૂકવામાં આવ્યા હતા: (૧) સોક્રેટિસ રાજ્યના દેવોને માનતા નથી, (૨) નવા દેવોની સ્થાપના કરે છે અને (૩) એથેન્સના યુવાનોને અવળા માર્ગે દોરે છે. આ તહોમતનામું ઘડવામાં રાજદારી પુરુષ એનિટસ અને કવિ મિલેટસ એમ બે વ્યક્તિઓએ અગત્યનો ભાગ ભજવ્યો હતો. આ તહોમતો અંગે ન્યાયાલયમાં સોક્રેટિસ સામે મુકદ્દમો ચલાવ્યા બાદ અંતે સોક્રેટિસને ધતૂરાનું ઝેર પીવડાવીને મારી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.[૩]
છેલ્લા શબ્દો
ફેરફાર કરોસોક્રેટિસે મૃત્યુ પહેલા છેલ્લે ક્રીટોને સંબોધન કરેલું. તેમને ક્રીટૉને કહેલુ: (ગુજરાતી ભાષાંતર)
"ક્રીટો, એસ્ક્લિપિયસ પાસેથી મેં એક મરઘો ઉછીનો લીધો છે. તેને આ કરજ ચૂકવવાનું ભૂલતા નહિ."[૩]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Jones, Daniel; Roach, Peter, James Hartman and Jane Setter, eds. Cambridge English Pronouncing Dictionary. 17th edition. Cambridge UP, 2006.
- ↑ "Socrates". 1911 Encyclopædia Britannica. 1911. મેળવેલ 2012-09-13.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ યાજ્ઞિક, ઉમેશકુમાર આ. (૧૯૭૩). ગ્રીક તત્વચિંતન (પૂર્વાર્ધ: પ્લેટો પૂર્વેનું ચિંતન). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૨૧૮-૨૩૭.
પૂરક વાચન
ફેરફાર કરો- સૉક્રેટિસ અને તેનો છેલ્લો સંવાદ (૧૯૧૬); અનુવાદક: જીવનલાલ અમરશી મહેતા,જેઠાલાલ હરિલાલ શાહ
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Original Fresque of Socrates in Archaeological Museum of Ephesus સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૩ ના રોજ વેબેક મશિન
- Socrates Narrates Plato's The Republic સંગ્રહિત ૨૦૦૭-૧૧-૧૭ ના રોજ વેબેક મશિન
- Apology of Socrates, by Plato.
- Greek Philosophy: Socrates સંગ્રહિત ૨૦૦૭-૦૭-૧૩ ના રોજ વેબેક મશિન
- Project Gutenberg e-texts on Socrates, amongst others:
- The Dialogues of Plato (see also Wikipedia articles on Dialogues by Plato)
- The writings of Xenophon, such as the Memorablia and Hellenica.
- The satirical plays by Aristophanes
- Aristotle's writings
- Voltaire's Socrates
- A free audiobook of the Socratic dialogue Euthyphro at LibriVox
- Socratic Method Research Portal
- Socrates, from Stanford Encyclopedia of Philosophy (2005)
- Video on Socratic method સંગ્રહિત ૨૦૧૦-૦૭-૦૨ ના રોજ વેબેક મશિન
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |