સોન નદી અથવા સોનભદ્ર નદી ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યથી નીકળી ઉત્તર પ્રદેશ, ઝારખંડની ટેકરીઓમાંથી પસાર થઈ વૈશાલી જિલ્લાના સોનપુર ખાતે ગંગા નદીમાં ભળી જાય છે. આ બિહાર રાજ્યની મુખ્ય નદીઓ પૈકીની એક છે. આ નદીનું નામ સોન પડ્યું, કારણ કે આ નદીની રેતી પીળો રંગ જે સોના જેવી ચમક ધરાવે છે. આ નદીની રેતી મકાન બાંધકામ માટે ખૂબ જ ઉપયોગી છે. તે રેતી સમગ્ર બિહાર ખાતે આ બાંધકામના ઉપયોગ માટે લાવવામાં આવે છે અને તે રેતી ઉત્તર પ્રદેશ અને કેટલાક શહેરોમાં પણ નિકાસ કરવામાં આવે છે. ગંગા અને સોન નદીના સંગમ સ્થળ સોનપુર ખાતે એશિયાનો સૌથી મોટો પશુ મેળો યોજાય છે.

 
સોન નદી

ગંગા નદીની ઉપનદીઓ પૈકી સોન મુખ્ય સ્થાન ધરાવે છે. તેનું જૂનું નામ કદાચ 'સોહન' હતું, જે પાછળથી અપભ્રંશ થઈ સોન બની ગયું. આ નદી મધ્ય પ્રદેશના અમરકંટક પર્વતમાંથી નીકળી ૩૫૦ માઇલ ચકરાવો લઈ પટનાથી પશ્ચિમ તરફથી ગંગા નદીમાં જોડાય છે. આ નદીનું પાણી મીઠું, નિર્મળ અને સ્વાસ્થ્યવર્ધક છે. તેના કિનારા પર અનેક કુદરતી દ્રશ્યો વિશાળ સંખ્યામાં હાજર છે. ઘણા ફારસી, ઉર્દુ અને હિન્દી કવિઓએ નદી અને નદીના જળનું વર્ણન કરેલ છે. આ નદી પર ડિહરી ખાતે બંધ બાંધી ૨૯૬ માઇલ લાંબી નહેર કાઢવામાં આવેલ છે, જે પાણી વડે શાહાબાદ, ગયા અને પટના જિલ્લાઓમાં લગભગ સાત લાખ એકર જમીનની સિંચાઇ કરવામાં આવે છે. આ બંધ ૧૯૭૪ ઈ.માં તૈયાર કરવામાં આવી હતી. આ નદી પર એક લાંબો પુલ, લગભગ ૩ માઇલ લાંબો, દિહરી ખાતે અને બીજો પુલ પટના અને આરા વચ્ચે કોઈલવર ખાતે છે. કોઈલવરનો પુલ દ્વિસ્તરી છે. ઉપરના ભાગમાંથી રેલ માર્ગ અને નીચેના ભાગમાંથી સડક માર્ગ બનાવવામાં આવેલ છે. આ નદી પર ત્રીજો પુલ પણ ગ્રાન્ડ ટ્રંક રોડ પર બાંધવામાં આવેલ છે. ૧૯૬૫ ઈ.માં આ પુલ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ નદી શાંત રહે છે. તેનું તળ છીછરું અને પાણી ઓછું રહે છે. વરસાદની ઋતુમાં તેનું સ્વરૂપ વિકરાળ બને છે. પાણી ધુળિયા રંગનું, ધસમસતાં મોજાંયુક્ત અને ફીણથી ભરેલું બને છે. તેનો પ્રવાહ તીવ્ર ગતિ અને જોરથી અવાજ કરતો વહે છે.

સોન પાણી વિવાદ

ફેરફાર કરો

સોન નદીના જળ-વહેંચણીના મુદ્દા પર સંબંધિત રાજ્યો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલે છે. સરયુ રાય દ્વારા દાખલ જનહિત અરજી પર પટના હાઇ કોર્ટ દ્વારા સોન નદીના વિવાદના સમાધાન માટે કેન્દ્ર સરકારને સપ્ટેમ્બર ૨૦૧૧ માં પંચ રચવા માટે આદેશ આપ્યો છે.