સ્મારક સ્તંભ સંજાણ, ગુજરાત ખાતે આવેલ એક સ્મારક છે. આ સ્મારક પારસીઓ (ઝોરાષ્ટ્રીયન)ના છ સદીઓ પહેલાના આગમનની યાદ અપાવે છે. અહીં જાદી રાણા નામક હિંદુ રાજાના શાસન વેળા વહાણો ભરીને હિજરતીઓનું એક જૂથ - જે ફારસી સામ્રાજ્યના પતન પછી મુસ્લિમ દમનના કારણે આવ્યા હતા અને સંજાણના રાણાએ તેમનું સ્વાગત કર્યું હતું અને વસવાટ કરવાની મંજુરી આપી હતી.[][]

સ્મારક પરની તકતી

આ સ્મારક પરની તકતી પરથી માહિતી મળે છે કે આ આગમન ઇ.સ. ૯૩૬ના સમયમાં થયું હતું. આ સ્મારક ઝોરાષ્ટ્રીયનોના ભારતમાં આગમનની ઘટનાને શાશ્વત બનાવવાના હેતુથી ૧૯૨૦ના વર્ષમાં બાંધવામાં આવ્યું હતું, આ સ્મારક સંકુલમાં એક પારસી ધર્મશાળા છે. સંજાણના સ્થાનિક પારસીઓ આગમનની ઉજવણી સમુદાય દ્વારા ઉજવણી નવેમ્બર મહિનામાં "સંજાણ દિન" ઉજવે છે. આ સ્મારક વડોદરા ગ્રેનાઈટ વડે બાંધવામાં આવેલ છે. તેની ઊંચાઇ સળગતી જ્યોત સહિત ૫૦ ફુટ છે. આ સ્તંભ એક ચોરસ પ્લેટફોર્મ પર બનાવવામાં આવેલ છે. ત્યાં ૨૩ જેટલા કોતરણીવાળા પથ્થરો (rosettes) સુશોભન માટે મુકવામાં આવેલ છે.

  1. Dangarwala, Trisha (28 November 2019). "Parsi Darbar". The Hindu.
  2. Rawal, Gargi (16 November 2018). "Ahmedabad: City's Parsis to commemorate Sanjan Day today". DNA India.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  • Uday Mahurkar; Farah Baria (ડિસેમ્બર ૪, ૨૦૦૦). "Rite of Passage". ઈન્ડિયા ટુડે. મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ મે ૧૩, ૨૦૧૪.