સ્વપ્નવાસવદત્તા એ સંસ્કૃત કવિ ભાસ રચિત નાટક છે. ભાસનાં નાટકોમાં આ નાટક પ્રાચીન અને આધુનિક બધા વિવેચકોએ શ્રેષ્ઠ નાટક માન્યું છે.

કથાવસ્તુ ફેરફાર કરો

ઉદયનકથાનો ઉત્તરાર્ધ આ છ અંકના બનેલા નાટકમાં રજૂ થયો છે. વાસવદત્તા સાથે વિલાસોમાં રચ્યાપચ્યા રાજા ઉદયનના રાજ્યનો કેટલોક ભાગ પાડોશી રાજા આરુણિ પડાવી લે છે. તે પાછું મેળવવા માટે વાસવદત્તાને આગમાં બળી ગયાની, અને તેને બચાવવા જતાં પ્રધાન યૌગંધરાયણ પણ બળી જવાની, અફવા, ફેલાવીને મગધની રાજકુમારી પદ્માવતી સાથે ઉદયનને બીજી વાર પરણાવવાની યોજના ઉદયનના પ્રધાનો ઘડે છે. પ્રથમ એ કપ વેશપલટો કરીને વાસવદત્તા અને યૌગંધયણ મગધના, તપોવનમાં, આવે છે. ત્યાં મગધની રાજકુમારી પદ્માવતી પારો વાસવદત્તાન, પોતાની પ્રોષિતભર્તૃકા બહેન ગણાવી થાપણ તરીકે યૌગંધયણ મૂકે છે. તપોવનમાં લાવાણકમાંથી આવેલો બ્રહ્મચારી, ત્યાં વાવંદના, અને, યૌગંધરાયણ બળી નો વૃત્તાન્ત જણાવે છે, વાસવદત્તાને માટે ઉદયનના અપૂર્વ પ્રેમની વાત સાંભળી પદ્માવતી રાજા ઉદયન ફરી, પરણશે કે નહિ તે વિશે વિચારે છે.

બીજા અંકમાં નિકટ સંબંધવાળાં. પદ્માવતી અને વાસવદત્તા કંદુક કીડામાંથી પદ્માવતીનાં લગ્નની, વાત કરે છે અને પદ્માવતી રાજા ઉદયન તરફ આકર્ષાયાની વાત દાસી વાસવદત્તાને જણાવે છે. એટલામાં ઉદયન સાથે પદ્માવતીનાં લગ્ન ગોઠવાયાંની વાત જાહેર થાય છે.

ત્રીજા અંકમાં દુ:ખની વાસવદત્તા, પદ્માવતીને માટે કૌતુકેમાલા ગૂંથી આપે છે.

ચોથા અંકમાં પદ્માવતી, વાસવદત્તા વગેરે સાથે અમદવનમાં આવે છે, બીજી બાજુથી ઉદયન વિદૂષક સાથે ત્યાં આવી પહોંચે છે, તેથી પદ્માવતી વગેરે. માધવીલતાના મંડપમાં જતાં રહે છે અને ઉદયન વિદપક સાથે, લતામંડપની બહાર બેસી વાત કરે છે, ઉદયન પોતાને વાસવદત્તા વધુ પ્રિય હોવાનો અભિપ્રાય વિદૂષક સાથેની વાતચીતમાં જણાવે છે. વિદૂષક વાસવદત્તાના મૃત્યુની યાદ અપાવે છે તેથી ઉદયનની આંખમાં, આંસુ આવે છે, ત્યાં પદ્માવતી આવી પહોંચે છે તેથી ઉદયન ફલની, પરાગરજ આંખમાં પડવાનું બહાનું કાઢે છે.

પાંચમાં અંકમાં પાવની, શિરોવેદનાને કારણે સમુદ્રગૃહમાં રહેલી છે એવી ખબર પડતાં ગુજા વિદૂષકની સાથે સમુદ્રગૃહમાં જાય છે, પણ પદ્માવતી, ત્યાં પહોંચી, ન હોવાથી તે ત્યાં આડે પડખે થાય છે, વાસવદત્તા પણ પદ્માવતીની, ખબર કાઢવા ત્યાં આવી પહોંચે છે, રાજા નિંદ્રામાં, વાસવદત્તા સાથે વાત કરે છે, વાસવદત્તા તેનો હાથ પથારીમાં સરખો કરીને જતી રહે છે એથી રાજા જાગીને વાસવદત્તાને જુએ છે, છતાં ત્યાં આવેલો વિદૂષક ઉદયને સ્વપ્નમાં વાસવદત્તાને જોઈ હશે એમ જણાવે છે. આરુણિ સામે યુદ્ધમાં જવાનો સંદેશો ઉદયનને મળતાં તે ત્યાં જાય છે.

છઠ્ઠા અંકમાં ગુમાવેલું રાજ્ય શત્રુ પાસેથી જીતીને પાછા ફરેલા ઉદયનને તેની ઘોષવતી વીણા પાછી મળતાં તેને વાસવદત્તાની યાદ ફરી તાજી થાય છે. મહાસેન અને રાણી અંગારવતી જે ચિત્રની સાક્ષીએ ઉદયન અને વાસવદત્તાનું લગ્ન કરાવેલું તે ચિત્ર વાસવદત્તાની ધાવમાતા અને કંચુકી સાથે મોકલી આપે છે. તે મળતાં ઉદયન ભારે દુ:ખી થાય છે. એ સમયે યૌગંધાયણ પદ્માવતીને થાપણ તરીકે સોંપેલી પોતાની બહેનને પાછી લેવા આવે છે. તેને જોતાં તે વાસવદત્તા છે એમ ઉદયનને શંકા પડે છે. એ વખતે ઘૂંઘટ અને બનાવટી વેશ દૂર કરીને યૌગંધરાયણ અને વાસવદત્તા બંને જાહેર થાય છે. ઉદયન વાસવદત્તા અને પદ્માવતીની સાથે વાસવદત્તા જીવતી હોવાના સમાચાર આપવા જાય છે.[૧]

ભાસનાં નાટકોમાં આ નાટક પ્રાચીન અને આધુનિક બધા વિવેચકોએ શ્રેષ્ઠ નાટક માન્યું છે. ગુમાવેલા રાજ્ય અને વાસવદત્તાની પુન:પ્રાપ્તિ, સ્વપ્નમાં વાસવદત્તાનાં દર્શન, વાસવદત્તાનું કરુણ મનોમંથન વગેરે યાદગાર બનેલા છે. ભાસની નાટ્યકળા અહીં ચરમ સીમાએ પહોંચી હતી એમ મનાય છે.[૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ શાસ્ત્રી, પ્ર. ઉ. (૨૦૦૧). "ભાસ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૪ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬૩૦. OCLC 313768978.