સ્વરૂપ સંપત
સ્વરૂપ સંપત (જન્મ ૩ નવેમ્બર ૧૯૫૮) એ એક ભારતીય અભિનેત્રી છે. તેમણે નરમગરમ જેવી અનેક હિન્દી ફીલ્મોમાં અભિનય કર્યો છે.[૧] તેમણે ૧૯૭૯માં મિસ ઈન્ડિયા પ્રતિયોગિતા જીતી હતી[૨] અને ૧૯૭૯ની મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.[૩]
સ્વરૂપ સંપત | |
---|---|
જન્મ | ૩ નવેમ્બર ૧૯૫૮ ભારત |
અભ્યાસ સંસ્થા |
પ્રારંભિક જીવન
ફેરફાર કરોસ્વરૂપે યુનિવર્સીટી ઑફ વોરસેસ્ટરમાંથી શિક્ષણ વિષય પર પીએચ.ડી. કર્યું હતું[૪][૫]. તેમણે શીખવાની અક્ષમતા કે અલ્પક્ષમતા ધરાવતા બાળકોને નાટક દ્વારા જીવન કૌશલ્ય શીખવાડવાના વિષય પર મહાનિબંધ લખ્યો હતો.[૬]
અભિનય કારકીર્દી
ફેરફાર કરોદૂરદર્શન પર આવતી હાસ્ય ધારાવાહિક યે જો હૈ જીંદગી દ્વારા સ્વરૂપ સંપત ખૂબ ખ્યાતિ પામ્યા હતા. આ ધારાવાહિકમાં તેમણે સફી ઈનામદારની પત્નીની ભૂમિકા ભજવી હતી. યે જો હૈ જીંદગીની સ્ક્રીપ્ટ તેમને ગમી જવાથી તેમણે તે સમયની એક અન્ય ધારાવાહિક કરવાની ના પાડી હતી. તેમણે કમલ હસન - રીના રૉય અભિનિત ફીલ્મ કરિશ્મામાં બિકીની ધારણ કરી હતી.
તેમણે શ્રીંગાર કુમકુમ કંપની માટે મોડેલિંગ કર્યું હતું. તેઓ અપંગ બાળકોને અભિનય શીખવાડે છે.
અન્ય કાર્યો
ફેરફાર કરોતેઓ ભારતભરમાં પ્રવાસ કરી શિક્ષકો માટે કાર્યશાળા યોજે છે. જેથી બાળકોને શિખવાડી શકાય.[૭]
તેમને તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બાળકોના શિક્ષણ માટેની યોજનાના પ્રમુખ નીમ્યા હતા.[૮]
અંગત જીવન
ફેરફાર કરોસ્વરૂપના લગ્ન પરેશ રાવલ સાથે થયા છે.[૯] તેઓ તેમના પતિ સાથે નાટકો લખી તેમાં અભિનય પણ કરે છે. તેમને બે બાળકો છે અનિરુદ્ધ અને આદિત્ય.
ફિલ્મોગ્રાફી
ફેરફાર કરોફિલ્મ | પાત્ર |
વર્ષ |
---|---|---|
નરમ ગરમ |
કુસુમ | ૧૯૮૧ |
નાખુદા |
સોનિયા ગુપ્તા | ૧૯૮૧ |
સવાલ | રેશમી સિંગ | ૧૯૮૨ |
હિંમતવાલા | પદ્મા | ૧૯૮૩ |
લોરી | સુમન | ૧૯૮૪ |
કરિશ્મા | સપના | ૧૯૮૪ |
સાથિયા | શાન્તિ | ૨૦૦૨ |
સપ્તપદી |
સ્વાતી સંઘવી | ૨૦૧૩ |
કી ઍન્ડ કા | કીઆની મા | ૨૦૧૬ |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ http://www.imdb.com/name/nm0760045/
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-05-13 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-06.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-07-01 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-06.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2007-10-24 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-06.
- ↑ "Swaroop Sampat-Profile". indiatimes.com. મૂળ માંથી 29 એપ્રિલ 2015 પર સંગ્રહિત. મેળવેલ 7 April 2015.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-12-03 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-06.
- ↑ http://timesofindia.indiatimes.com/city/ahmedabad/Teaching-life-skills-is-now-her-role/articleshow/5158046.cms
- ↑ "Archived copy". મૂળ માંથી 2009-11-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-03.CS1 maint: archived copy as title (link)
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-07-01 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-06.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- I wasn't an actress to begin with (Hindustan Times) સંગ્રહિત ૨૦૦૮-૦૧-૨૮ ના રોજ વેબેક મશિન