સ્વર્ગારોહિણી શિખર ભારત દેશના ઉત્તર ભાગમાં હિમાલયના એક પર્વતનું શિખર છે. તે ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં આવેલ છે. સ્વર્ગારોહિણી ગઢવાલ હિમાલયમાં સરસ્વતી હારમાળા (બંદરપુંછ)નો એક પર્વત છે. આ પર્વત ગંગોત્રી શિખર સમૂહ પૈકી પશ્ચિમ બાજુ પર આવેલ છે. ગંગોત્રી શિખર સમૂહમાં કુલ ચાર અલગ શિખરો આવે છે: જેમાં સ્વર્ગારોહિણી મુખ્ય શિખર, જે આ લેખનું કેન્દ્ર છે, પરંતુ હિમાલયનાં ધોરણો અનુસાર ન તો વિશેષ ઊંચાઈ ધરાવે છે કે ન તો બંદરપુંછ શૃંખલાનો સૌથી ઊંચો પર્વત છે. આ શિખરનું ઉત્તર તરફનું મુખ માત્ર ૨ કિલોમીટર કરતાં પણ ઓછા અંતરમાં જ ૨૦૦૦ મીટર (૬૫૬૦ ફૂટ) જેટલું નીચે આવી જાય છે અને દક્ષિણ તરફનું મુખ 3 kilometres (1.9 mi) સુધી એટલું જ ઊંચાઈ ધરાવે છે.

સ્વર્ગારોહિણી શિખર
સ્વર્ગારોહિણી શિખર અને બંદરપુંછ શૃંખલા
શિખર માહિતી
ઉંચાઇ6,252 m (20,512 ft) [૧]
અક્ષાંસ-રેખાંશ31°05′04″N 78°30′58″E / 31.08444°N 78.51611°E / 31.08444; 78.51611[૧]
ભૂગોળ
સ્વર્ગારોહિણી શિખર is located in Uttarakhand
સ્વર્ગારોહિણી શિખર
સ્વર્ગારોહિણી શિખર
પિતૃ પર્વતમાળાગઢવાલ હિમાલય
આરોહણ
પ્રથમ આરોહણવર્ષ ૧૯૯૦માં નહેરુ પર્વતારોહણ સંસ્થાના એક દળ દ્વારા
સૌથી સહેલો રસ્તોટેકનીકલ શીલા/હિમ‌આરોહણ

આ કારણે તેનું ચઢાણ અત્યંત ઢોળાવવાળું હોવાથી તેનું આરોહણ કપરું અને પડકારરૂપ છે. તેના પૂર્વીય શિખરની ઊંચાઇ 6,247 m (20,495 ft) છે, જે પશ્ચિમી શિખરથી કેટલાક અંશે ઓછી છે. જો કે પશ્ચિમી શિખર પ્રથમ ચડતા આરોહકોનો દાવો છે કે આ શિખર અન્ય બે શિખરો કરતાં અધિક ઊંચું છે.[૨]

આ બરફ-આચ્છાદિત શિખર ટોન્સ નદીનું ઉદ્‌ગમસ્થાન છે અને બંદરપુંછ શૃંખલા સાથે તે યમુના અને ભાગિરથી નદીઓ વચ્ચે પાણીનું વિભાજન કરે છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ એચ. એડમ્સ કાર્ટર, "Classification of the Himalaya", અમેરિકી આલ્પાઇન જર્નલ, ૧૯૮૫, પાના નં॰ ૧૪૧।
  2. Kamal K. Guha, "Swargarohini", American Alpine Journal, ૧૯૭૬, p. 527.