સંગીતનાં વાદ્યોમાં તાર વડે કે હવા વડે કે કાચ કે ધાતુમાં કંપન ઉત્તપન્ન કરીને ચોક્કસ પ્રકારનો ધ્વનિ ઉત્તપન્ન કરવામાં આવે છે. આ અવાજમાં અમુક પ્રકારે અને અમુક અંતરે સૂરોની ગોઠવણીથી ધારેલી અસર ઉત્પન્ન કરવામાં આવે છે, જેથી અવાજમાં જુદા જુદા આરોહ અને અવરોહ આવે છે. આ પ્રકારની ગોઠવણીને ભારતીય શાસ્ત્રીય સંગીત પરંપરા મુજબ સ્વર નિયોજન કહેવામાં આવે છે.