હની છાયા (૧૯૩૦ - ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૬) ભારતીય લેખક, અભિનેતા અને દિગ્દર્શક હતા. તેમણે હિંદી અને ગુજરાતી ચલચિત્રો અને નાટકોનું દિગ્દર્શન તેમજ અભિનય કર્યો હતો.

જીવન ફેરફાર કરો

હની છાયાનો જન્મ ૧૯૩૦માં થયો હતો. તેમણે તેમની અભિનય કારકિર્દીની શરૂઆત ૧૯૪૪થી કરી. શરૂઆતમાં તેમણે ભારતના સ્વાતંત્રસંગ્રામનો સંદેશો ફેલાવવા માટે શેરી નાટકોમાં અભિનય કર્યો હતો. પછીથી તેમણે ઇન્ડિયન પીપલ્સ થિએટર એસોસિએશન માટે નાટકો બનાવવાનું શરૂ કર્યું. તેમણે સલીમ ખાન સાથે ચલચિત્રોના સહલેખનમાં લાંબો સમય કામ કર્યું હતું. તેઓ સલમાન ખાનના વ્યાપારી સલાહકાર હતા અને તેમણે તેની કારકિર્દી બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.[૧][૨]

તેમણે અનેક ગુજરાતી ચલચિત્રો અને નાટકોનું દિગ્દર્શન કર્યું હતું. તેઓ છેલ વાયડા-પરેશ દરૂની કારકિર્દી શરૂ કરાવવા માટે કારણભૂત હતા.[૧] તેમણે જન્મભૂમિ પ્રવાસીમાં ગુન્હા વિજ્ઞાન પર કટાર લખી હતી. તેમણે અનેક ટીવી ધારાવાહિકોમાં અભિનય કર્યો હતો.[૨] તેઓ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ સાંજે ૫.૪૫ સમયે વસઇ, મુંબઈની કાર્ડિનલ ગ્રાસિયા મેમોરિયલ હોસ્પિટલ ખાતે ટૂંકી બિમારી બાદ મૃત્યુ પામ્યા.[૩][૧]

અંગત જીવન ફેરફાર કરો

તેમના લગ્ન મનીષા સાથે થયા હતા. તેમને એક પુત્ર બિભાસ છાયા અને પુત્રી નીરજા છે. બિભાસ છાયા સલમાન ખાનની ચલચિત્ર નિર્માણ સંસ્થા સાથે સંકળાયેલ છે.[૧][૨]

ચલચિત્રો ફેરફાર કરો

દિગ્દર્શન ફેરફાર કરો

ગુજરાતી ચલચિત્રો
  • આનંદ મંગલ[૧]

અભિનેતા ફેરફાર કરો

ગુજરાતી ચલચિત્રો
હિંદી ચલચિત્રો
  • મોન્સુન શૂટઆઉટ (૨૦૧૩) મેનેજર તરીકે (પેરેડાઇઝ લોસ્ટ)
  • ઓહ માય ગોડ! (૨૦૧૨)
  • દબંગ (૨૦૧૦) મહેમાન કલાકાર
  • તુમ મિલો તો સહી (૨૦૧૦) નાની અંજુમન તરીકે
  • ના ઘર કે ન ઘાટ કે વૃદ્ધ માણસ તરીકે
  • વોટ્સ યોર રાશિ? (૨૦૦૯) હસમુખભાઇ શુક્લા તરીકે
  • બ્લ્યુ ઓરેન્જીસ (૨૦૦૯)
  • ફિરાક (૨૦૦૮) બાપુજી તરીકે
  • બિઇંગ સાયરસ (૨૦૦૫) ફરદૂનજી શેઠના તરીકે
  • જાગો (૨૦૦૪)
અંગ્રેજી ચલચિત્રો
  • ધ બેસ્ટ એક્સોટિક મેરિગોલ્ડ હોટેલ (૨૦૧૧) યુવાન વસિમ તરીકે
ટીવી ધારાવાહિકો
  • બા બહુ ઓર બેબી નરસીકાકા તરીકે[૨]
  • બોમ્બે બ્લ્યુ (નાની ટીવી શ્રેણી) સંભાળ રાખનાર તરીકે હપ્તો #૧.૩ (૧૯૯૭)
લેખક
  • યે મઝધાર (સહ-લેખક) (૧૯૯૬)

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Naresh (૨૯ ફેબ્રુઆરી ૨૦૧૬). "સલમાન ખાનની કરીઅરના પથદર્શકનું નિધન". ગુજરાતી મિડ-ડે. મેળવેલ ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૬.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "Janamabhoomi : Gujarati News". જન્મભૂમિ. ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૬. મેળવેલ ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૬.
  3. "Veteran Actor Honey Chhaya Passes Away". mdaily.bhaskar.com. ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૬. મેળવેલ ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૬.

બાહ્ય કડીઓ ફેરફાર કરો