હમઝા મખદૂમ કાશ્મીરી, કે મખદૂમ સાહેબ (અંદાજે ૧૪૯૪ – ૧૫૭૬) કાશ્મીરના સૂફી રહસ્યવાદી, વિદ્વાન અને આધ્યાત્મિક શિક્ષક હતા.[] તેઓ મહેબૂબ-ઉલ-આલમ (મતલબ: જ્ઞાનના પ્રેમી) અને સુલ્તાન-ઉલ-અરિફીન[][] (મતલબ: ખુદાના જ્ઞાતાઓના રાજા) તરીકે પણ જાણીતા છે.

હમઝા મખદૂમ
મૃત્યુ૨૩ મે ૧૫૭૬ Edit this on Wikidata
Koh-i-Maran Edit this on Wikidata
મખદૂમ સાહેબની દરગાહ, શ્રીનગર

આરંભીક જીવન

ફેરફાર કરો

હમઝા મખદૂમનો જન્મ કાશ્મીરનાં તુજર શરીફ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ બાબા ઉસ્માન હતું અને તેઓ ચંદ્રવંશીય રાજપૂત જતા.[] લોકકહેવત મુજબ બાળપણમાં હમઝા મખદૂમે એક વર્ષ માટે શમ્સી ચક આશ્રમમાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેમને ઇસ્માઇલ કુબ્રાવીની મદ્રસાહમાં ન્યાયશાસ્ત્ર, પરંપરા, ફિલસૂફી, તર્કશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને રહસ્યવાદનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.[]

હમઝા મખદૂમ એક વિદ્વાન અને આધ્યાત્મિક પથપ્રદર્શક હતા અને તેઓ જલાલુદ્દીન બુખારીના અનુયાયી હતા.[] તેમણે મુખ્યત્વે મુસલમાન લોકોને હનફી ફિક્હ (ઇસ્લામી કાયદા)નું પાલન કરવાનો ઉપદેશ આપ્યો હતો.

સન.૧૫૭૬માં, ૮૨ વર્ષની ઉંમરે, તેમનું અવસાન શ્રીનગરમાં થયું હતું. ત્યાં જ તેમની દરગાહ અને અંતિમ આરામગાહ અવસ્થિત છે,[] અને તે કાશ્મીરનું એક મહત્વપૂર્ણ તીર્થસ્થળ છે.

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Yoginder Sikand. "The Muslim Rishis of Kashmir: Crusaders for Love and Justice". મેળવેલ 2015-01-05.
  2. "Urs of 'Sultan-Ul-Arifeen' celebrated with gaiety". Kashmir Dispatch. 2011-01-29. મૂળ માંથી 2018-12-25 પર સંગ્રહિત. મેળવેલ 2015-01-09.
  3. "Sultan-Ul-Arifeen Hazrat Sheikh Hamza Makhdum". મેળવેલ 2015-01-05.
  4. "Makhdoom Sahib in Srinagar". મૂળ માંથી 2015-01-05 પર સંગ્રહિત. મેળવેલ 2015-01-03.