હરિચરિત્રામૃત સાગર
શ્રી હરીચરિત્રામૃત સાગર સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ગ્રંથો માનો એક છે. આ ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણનું સંપૂર્ણ જીવન ચરિત્ર અને ઉપદેશોનું સંપાદન થયું છે. ભગવાન સ્વામિનારાયણ ના સમકાલીન સંત આધારાનંદ સ્વામી દ્રારા આ ગ્રંથ હિંદી ભાષામાં લીપિબદ્ધ થયો છે. હિન્દુ ગ્રંથોમાં જેમ મહાભારતવિરાટ છે તેમ ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન પર આલેખાયેલા તમામ ગ્રંથોમા આ વિરાટ ગ્રંથ છે.
આ ગ્રંથમાં ૯૮,૩૮૯ થી વધુ દોહા- ચોપાઇ છે ,૨૯ પુર છે અને ૩૦૦ થી વધુ તરંગો છે. ભાષા હિન્દી છે છતાં ગુજરાતી ભાષાની છાંટ જણાય આવે છે.રસ,છંદ,અલંકાર,શબ્દમાધુર્ય,ભાવગાંભીર્ય ,વર્ણનચાતુર્ય અને કલ્પના વૈશિષ્ટ્યની દ્રષ્ટીએ આ ગ્રંથ હિન્દીભાષાના ગૌરવ રુપ છે.રાષ્ટ્ર્ભાષામાં આલેખાયેલા આ ગ્રંથનું મુલરુપમાં પ્રકાશન થયુ છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો વ્યાપ ગુજરાતમાં વધુ હોવાથી ગુજરાતી ભાષાન્તર ૧૨ ભાગમાં પ્રકાશીત થયેલ છે.આ ગ્રંથ પ્રકાશનનો શ્રમ ગાંધીનગર ગુરુકુલના વયોવ્રુધ્ધ વિદ્વાન સંત શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ કર્યો છે.અને પ્રચાર સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળ થી કરી રહયા છે. આ ગ્રંથના પ્રારંભના પાંચ પૂર મુલહિન્દીમાં આચાર્ય હજારીપ્રસાદ દ્વીવેદી અને કાકા કાલેલકરના અગ્રલેખ સાથે પ્રસિદ્ધ થયેલા છે.