હાથગઢ (મરાઠી: हातगड) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ એક કિલ્લો છે.

ભૌગોલીક સ્થાન

ફેરફાર કરો

નાસિક જિલ્લામાં આવેલ સુરગાણા તાલુકામાં સહ્યાદ્રી પર્વતમાળાના પૂર્વ દિશામાંથી ડુંગરોની  શરુઆતના થાય છે, જેને સાતમાળના ડુંગરો તરીકે ઓળખાય છે. આ ડુંગરોની ઉપશાખા પર એક હાતગઢ નામથી ઓળખાતો નાનો પર્વતીય કિલ્લો આવેલ છે. 

ગઢ પરનાં દર્શનીય સ્થળો

ફેરફાર કરો

ગઢ પર પ્રવેશ કરવા પૂર્વે ચાર દરવાજાઓમાંથી પસાર થવું પડે છે. પહેલા દરવાજા અગાઉ જમણી બાજુ પર થોડા ઉપરના ભાગમાં પથ્થર કોરીને બનાવવામાં આવેલ પાણીના ટાંકા આવેલ છે. આ ઉપરાંત પથ્થરમાંથી કોતરવામાં આવેલ હનુમાનજીની મૂર્તિ પણ આવેલ છે. ગઢના પહેલા દરવાજાના માત્ર થોડા અવશેષો બચ્યા છે તેમ જ તેની નજીક બે શિલાલેખ કોતરેલા જોવા મળે છે. આ  આ દરવાજો પસાર કરી થોડે ઉપર ચઢતાં બીજો દરવાજો આવે છે, જે સંપૂર્ણ પથ્થરમાં થી કોરેલા બોગદા જેવો છે. દરવાજાની બાજુમાં એક ગુફા પણ કોતરવામાં આવેલ છે. અહીં પાણીના ત્રણ ટાંકાઓ આવેલ છે. આ દરવાજા પછી થોડે ઉપર ચડતાં ગઢનો ત્રીજો દરવાજો તેમ જ ચોથો દરવાજો આવે છે. ગઢનો ઉપરનો ભાગ ઘણો વિસ્તૃત છે. દરવાજાની ઉપર આવતાં એક પગદંડી રસ્તો નીચે ઉતરે છે. અહીં મોટા પ્રમાણમાં તટબંધી છે. અંદર એક પીર પણ છે. જમણી બાજુની ધાર પર કમાન કોતરેલ છે, પાણીના ટાંકા પણ છે. આગળ જતાં ફરી પાણીના ટાંકા તેમ જ ઈમારતના અવશેષો જોવા મળે છે. આ ઉપરાંત અહીં એક બુરજ ધરાવતી ઈમારત છે. આગળ થોડું નીચે ઉતરતાં એક તળાવ આવે છે, જેનું પાણી પીવા યોગ્ય નથી. તળાવની નજીક જ કિલ્લાના મોટા પથ્થર દેખાય છે. કિલ્લાના આ ભાગની કિલ્લેબંધી હજી પણ સાબૂત છે. તળાવની ઉપરની બાજુ પર એક ધ્વજ-સ્થંભ આવેલ છે. તળાવની ઉપરની બાજુએથી એક રસ્તો કિલ્લાની બીજી ટોચ તરફ જાય છે, જેના રસ્તામાં પાણીના ટાંકાઓ જોવા મળે છે. ગઢની બીજી ટોચ પાસે એક બુરજ આવેલ છે.

ગઢ પર જવાનો રસ્તો

ફેરફાર કરો

નાસિકથી સાપુતારા જતા રાજ્ય ધોરી માર્ગ પર બોરગાંવ થી ૪ (ચાર) કિલોમીટર જેટલા અંતરે હાતગઢવાડી ગામ આવે છે, જ્યાંથી ૪ કિલોમીટર આગળ જતાં ગુજરાત રાજ્યમાં ગિરિમથક સાપુતારા આવે છે. આ હાતગઢવાડી ગામમાંથી એક રસ્તો હાતગઢના કિલ્લા ઉપર  તેમ જ એક રસ્તો કળવણ તરફ જાય છે.

પાણીની સવલત

ફેરફાર કરો

કિલ્લા પર બારેમાસ ચાલી શકે એવા પીવાના પાણીના ટાંકાઓ બનાવવામાં આવેલ છે.