હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત

હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત ભારતીય શાસ્ત્રીય સંગીતના બે મુખ્ય પ્રકારો પૈકીનો એક પ્રકાર છે. બીજો પ્રકાર છે - કર્ણાટક સંગીત.

૧૧મી અને ૧૨મી ઇસુની સદીના સમયમાં મુસ્લિમ સભ્યતાના ભારતમાં પ્રસારના કારણે ભારતીય સંગીતને નવો આયામ મળ્યો. પ્રો. લલીત કિશોર સિંહના કથન અનુસાર યૂનાની પાઇથાગોરસ અને અરબી ફારસી જેવા વિદેશી સંગીતનો પ્રભાવ આ પ્રકારના સંગીતના ઉદ્દભવનું કારણ હોવા છતાં મધ્યકાલીન કાળના મુસ્લિમ ગાયકો અને નાયકોએ પ્રાચીન ભારતીય ગાયનશૈલીને જાળવી રાખી છે.[૧]

રાજદરબારો સંગીતકળાના મુખ્ય સંરક્ષક બન્યા અને આ કલાને જાળવી જ ન રાખી પણ વધુ ને વધુ પ્રોત્સાહન પૂરું પાડૂયું. અનેક શાસકોએ પ્રાચીન ભારતીય સંગીત અને સંગીતકારોને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે પોતાની આવશ્યકતા અને રૌચી મૌજહ તેમાં ફેરફારો પણ કર્યા. હિંદુસ્તાની સંગીત માત્ર ઉત્તર ભારતનું જ નહીં પણ બાંગ્લાદેશ અને પાકીસ્તાનનું પણ શાસ્ત્રીય સંગીત છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. ध्वनि और संगीत. भारतीय ज्ञानपीठ: 1999. पृ. 161