હિંદુસ્તાન એમ્બેસેડર

હિંદુસ્તાન એમ્બેસેડરભારતની હિંદુસ્તાન મોટર્સ દ્વારા ઉત્પાદન કરાયેલી કાર છે. થોડા ઘણાં ફેરફાર અને પરિવર્તનો સાથે 1958થી તેનું ઉત્પાદન કરવામાં આવે છે અને તે 1956થી 1959 દરમિયાન યુનાઇટેડ કિંગડમમાં ઓક્સફર્ડમાં કાવલી ખાતે મોરીસ મોટર કંપની દ્વારા પ્રથમ ઉત્પાદન કરવામાં આવેલા મોડલ મોરીસ ઓક્સફર્ડ -3 પર આધારિત છે.

Hindustan Ambassador, Classic
HM Ambassador Avigo (2005), Mumbai
ManufacturerHindustan Motors
Also calledHindustan Avigo
Production1958–present
PredecessorHindustan Landmaster
Body style(s)4-door sedan
LayoutFR layout
RelatedMorris Oxford


હિંદુસ્તાન એમ્બેસેડર ક્લાસિક કોલકાતાની શેરીઓમાં
સ્વ. એમજી રામચંદ્રન દ્વારા ઉપયોગમાં લેવાતી એમ્બેસેડર માર્ક-3,જે તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા
ભારતીય સરકાર હિંદુસ્તાન એમ્બેસેડર, નવી દિલ્હીમાં સચિવાલય ભવનની બહાર
ખાનગી માલિકીની હિંદુસ્તાન એમ્બેસેડર 1800આઇએસઝેડ, 2007 મોડલ

તેનું મૂળ બ્રિટીશ હોવા છતાં એમ્બેસેડરને ચોક્કસપણે ભારતીય કાર માનવામાં આવે છે અને તેને પ્રેમથી "ભારતીય રસ્તાઓનો રાજા" તરીકે નવાજવામાં આવે છે. યંત્રસામગ્રીનું ઉત્પાદન હિંદુસ્તાન મોટર્સ દ્વારા પશ્ચિમ બંગાળના કોલકાતા નજીકના ઉત્તરપારા ખાતેના પ્લાન્ટમાં[] કરવામાં આવે છે. તે ભારતની સૌથી લોકપ્રિય કાર હતી અને તેના સારા સસ્પેન્સનને કારણે ભારતીય ભૂમિની કઠોરતા માટે સૌથી અનુકૂળ હોવાનું માનવામાં આવે છે.[સંદર્ભ આપો] તેના પ્રતિષ્ઠાપાત્ર દરજ્જાનો ખ્યાલ એ વાત પરથી આવી શકે કે ભારતના વડાપ્રધાન સહિતની ભારતીય રાજકિય નેતાગીરી, તેઓ વૈભવી કાર અને એસયુવી (SUV) તરફ વળ્યા તે પહેલાં, આરામદાયક સફર માટે હિંદુસ્તાન એમ્બેસેડરનો ઉપયોગ કરતા હતા.[સંદર્ભ આપો] 2002માં તે વખતના ભારતીય વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇએ સુરક્ષાના કારણોસર સશસ્ત્ર બીએમડબલ્યુ (BMW) 7 સિરીઝમાં પ્રવાસ કરવાનું શરૂ કર્યું. જો કે સોનિયા ગાંધી સહિતના કેટલાક મહત્વપૂર્ણ ભારતીય રાજકારણીઓ હિંદુસ્તાન એમ્બેસેડરને હજુ પણ પ્રાધાન્ય આપે છે.[]

હિંદુસ્તાન એમ્બેસેડરનું પ્રોડક્શન 1957 થી મે 2014 સુધી કરવામાં આવ્યું હતું.

જ્યારે બિરલા પરિવાર મોરીસ ઓક્સફર્ડ સીરીઝ-2 પર આધારિત હિંદુસ્તાનના જૂના મોડલ (હિંદુસ્તાન લેન્ડમાસ્ટર )ને બદલવા માગતું હતું, તેમણે તે વખતની નવી મોરીસ ઓક્સફર્ડ સીરીઝ-3ની શોધ ચલાવી. કાર પ્રારંભમાં બાજુમાં એન્જિન વાલ્વ સાથે આવતી હતી પરંતુ પછીથી તેમાં સુધારો કરીને વાલ્વ એન્જિનને ઉપની બાજુએ લગાવવામાં આવ્યો. ઉપરાંત સંપૂર્ણ રીતે બંધ મોનોકોક્યુ ચેસીસ સાથેની કાર તે વખતે ઘણી જ નવીનતા ધરાવતી હતી, તેથી જ તે અંદરથી ઘણી જ જગ્યા ધરાવે છે.

હિંદુસ્તાન મોટર્સ લિમિટેડ (એચએમ (HM)), ઇન્ડિયાની પાયાની ઓટોમોબાઇલ ઉત્પાદક કંપની અને સી.કે. બિરલા ગ્રૂપની પ્રમુખ કંપનીની સ્થાપના આઝાદીના માત્ર થોડા જ સમય પહેલાં બી.એમ. બિરલા દ્વારા 1942માં કરવામાં આવી હતી અને ગુજરાતમાં ઓખા બંદર નજીક નાના એસેમ્બ્લી પ્લાન્ટમાં તેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ઉત્ક્રાંતિ

ફેરફાર કરો

પ્રેમપૂર્વક એમ્બી ના નામે ઓળખાતી આ કાર તેના પ્રારંભથી તેની ફ્રેમમાં માત્ર થોડા ફેરફાર સાથે સતત રીતે ઉત્પાદન કરવામાં આવે છે.

1948માં હિંદુસ્તાન મોટર્સે તેનો એસેમ્બ્લી પ્લાન્ટ ગુજરાતના ઓખા બંદરથી પશ્ચિમ બંગાળના હૂગલી જિલ્લાના ઉત્તરપારામાં ખસેડ્યો અને તેની ઓટોમોબાઇલ વિભાગમાં તેની ઉત્પાદન ક્ષમતા મજબૂત બનાવી.

ઇંગ્લેન્ડમાં રજૂ કરવામાં આવ્યાના ત્રણ વર્ષ બાદ 1954માં મોરીસ ઓક્સફર્ડ સિરીઝ-2 ભારતમાં પશ્ચિમ બંગાળના ઉત્તરપારા (હૂગલી જિલ્લામાં) લાઇસન્સથી ઉત્પાદન કરવામાં આવી અને તેને 1957માં હિંદુસ્તાન લેન્ડમાસ્ટર નામ આપવામાં આવ્યું. તેનો પાછલો સ્કેબ ગોળાકાર હતો અને ઢળતું છાપરું ખૂણાંવાળું હતું.

એમ્બેસેડર, કોન્ટેસા અને ટ્રેકર, પોર્ટર તથા પુષ્પક જેવા યુટીલિટી વ્હિકલ્સના ઉત્પાદનમાં પ્રવૃત્ત આ પ્લાન્ટ ભારતના ઓટોમોબાઇલ ઉદ્યોગમાં ઘણી નવી શોધો અને સુધારાઓ લાવવાનો પણ શ્રેય ધરાવે છે. હાલમાં બેડફોર્ડ ટ્રક્સના વિવિધ ભાગોનું ઉત્પાદન વિશ્વમાં માત્ર હિંદુસ્તાન મોટર્સ દ્વારા જ કરવામાં આવે છે.

એમ્બેસેડર માર્ક-1 થી માર્ક-4

ફેરફાર કરો

1957માં બ્રિટીશ મોરીસ ઓક્સફર્ડ સીરીઝ-3ના તમામ ટૂલ્સનું ઉત્પાદન ભારતમાં લાવવામાં આવ્યું. કારને એમ્બેસેડર નામ આપવામાં આવ્યું અને સિરીઝ-ઉત્પાદન 1957માં શરૂ કરવામાં આવ્યું.

કારની સ્ટાઇલમાં મોરીસ ઓક્સફર્ડ સીરીઝ-2 (લેન્ડમાસ્ટર)થી મોરીસ ઓક્સફર્ડ સીરીઝ-3 (એમ્બેસેડર) સુધીનું પરિવર્તન 1956માં તમામ શ્રેણીમાં કરવામાં આવ્યું જેમાં ઊંડા હેડલેમ્પ કાઉલ્સ અને નાની પાછલી વિંગ "ટેઇલ ફિન્સ"નો સમાવેશ થાય છે. ડેશબોર્ડ અને સ્ટીયરિંગ વ્હિલની ડિઝાઇનમાં સંપૂર્ણ પરીવર્તન કરવામાં આવ્યું. લેન્ડમાસ્ટરના સીધા-સાદા બે સળિયા (સ્પોક) ધરાવતા સ્ટીયરિંગ વ્હિલને બદલે એમ્બેસેડરમાં એક સળિયામાં ચાર વાયર સાથેના ત્રણ સળિયા ધરાવતા સ્ટાઇલિશ ડિશ સ્ટીયરિંગને લગાવવામાં આવ્યું. વધુમાં નવું પ્રથમ વખત ડિમ્પલ્ડ હૂડ રજૂ કરવામાં આવ્યું. આ મોડલ્સ 1489 સીસી સાઇડ વાલ્વ બીએમસી (BMC) બી (B) સિરીઝ પેટ્રોલ એન્જિન ધરાવતા હતા. 1959માં સાઇડ વાલ્વ એન્જિને બદલે 1489 સીસી (cc), 55 બીએચપી (bhp) ઓવરહેડ વાલ્વ બીએમસી (BMC) બી (B) સિરીઝ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો.

1963માં, આગળની બાજુમાં નાનો અમથો ફેરફાર કરીને ચેકર્ડ ગ્રીલ સાથે તેનો નવો ઓપ આપવામાં આવ્યો અને તેને એમ્બેરેડર માર્ક-2 નામ આપવામાં આવ્યું. અન્ય બ્રિટીશ ડિઝાઇન ધરાવતી માર્ક કારની જેમ હકીકતમાં એમ્બેસેડર માર્ક-1 નહીં હોવાથી માર્ક-2ના આગમનને કારણે લોકો જૂના મોડલને માર્ક-1 તરીકે સંબોધવા લાગ્યા.

1975માં, આ જ ગ્રીલને નાનો અમથો પણ થોડો વધારે સારો ઓપ આપીને અને આગળના ભાગને થોડો વધારે મોટો કરવાથી માર્ક-3 મોડલ બનાવવામાં આવ્યું, જે એમ્બેસેડરનું સૌથી લોકપ્રિય મોડલ બન્યું.

1979માં એમ્બેસેડરને નાના ચેકર્ડ ગ્રીલ અને ચોરસ પાર્ક લેમ્પ અને અલગ બ્લિંકર લેમ્પ સાથે વધુ એક નવું રૂપ અપાયું. આ મોડલને માર્ક-4 કહેવામાં આવ્યું. તેની વર્તમાન પેટ્રોલ આવૃત્તિ ઉપરાંત, ડિઝલ મોડલ પણ લોન્ચ કરવામાં આવ્યું જે 1500 સીસી (cc), 37 બીએચપી (bhp) બીએમસી (BMC) બી (B) સિરીઝનું ડિઝલ એન્જિન ધરાવતું હતું. તે ભારતની પ્રથમ ડિઝલ કાર હતી અને ભારતીયો દ્વારા તેને સારી રીતે આવકારવામાં આવી હતી. માર્ક-4 માર્ક કારમાં છેલ્લી હતી. આગળ જતાં, તેને એમ્બેસેડર નોવા નામ આપવામાં આવ્યું હતું. 1990ની એમ્બેસેડર લગભગ મૂળ કારને મળતી આવતી હતી, પરિવર્તનો માત્ર રંગરૂપમાં જ કરવામાં આવ્યા હતા. ટેકનોલોજીની રીતે સ્થગિતતા મુખ્યત્વે એ કારણે હતી કે ભારત સરકારે તે વખતે રક્ષણાત્મક નીતિઓ અપનાવી હતી અને ભારતીય કંપનીઓ નવા સંશોધન માટે બહુ તૈયાર ન હતી.

એમ્બેસેડર નોવા

ફેરફાર કરો

એમ્બેસેડર નોવા ને 90ના દાયકામાં બે મોડલમાં લોન્ચ કરવામાં આવી હતી – 55 બીએચપી (bhp) પેટ્રોલ ડિલક્સ વર્ઝન અને 37 બીએચપી (bhp) ડિઝલ ડીએક્સ (DX) વર્ઝન. એમ્બેસેડર નોવામાં નવી ડિઝાઇનનું સ્ટીયરિંગ વ્હિલ, નવી સ્ટીયરિંગ કોલમ, સારી બ્રેક્સ અને ઇલેક્ટ્રિકલ્સ હતા. તેમાં બાહ્ય દેખાવમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા, જેમાં નવી રેડિયેટર ગ્રીલનો સમાવેશ થતો હતો.

===એમ્બેસેડર 1800 આઇએસઝેડ (ISZ)=== તેના આકર્ષણને વધારવા માટે 1992માં અન્ય એક મોડલ રજૂ કરવામાં આવ્યું. એમ્બેસેડર 1800 આઇએસઝેડ (ISZ) તરીકે ઓળખાતું આ મોડલ 75 બીએચપી (bhp) 1800 સીસી (cc) ઇસુઝુ એન્જિન અને 5સ્પીડ (5speed) ગીયરબોક્સ ધરાવતું હતું અને અગાઉના મોડલના બેન્ચ સીટ્સના વિકલ્પથી વિપરિત તેમાં બકેટ સીટનો પણ વિકલ્પ રહેલો હતો. વધુમાં, સંપૂર્ણ ડેશબોર્ડને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું હતું. સાધનોની પેનલને ડેશબોર્ડની વચ્ચેથી તેની જમણી બાજુએ સ્ટીયરિંગ વ્હિલની પાછળની બાજુએ ખસેડવામાં આવી હતી. સીટબેલ્ટ ફરજિયાત બનાવવામાં આવ્યા હતા. તે વખતે કોઇપણ ભારતીય કારમાં આટલું શક્તિશાળી એન્જિન ન હતું અને આ કાર તે સમયની સૌથી ઝડપી કાર હતી.

એમ્બેસેડર ક્લાસિક

ફેરફાર કરો
 
એમ્બેસડર વ્હાઇટ ક્લાસિક નવી દિલ્હીના રોડ પર

ઉત્તરપારા પ્લાન્ટ ખાતે મિલેનિયમ રીનોવેશન પ્રોજેક્ટ પછી એમ્બેસેડરનીં ફેરફાર કરીને તેને એમ્બેસેડર ક્લાસિક નામ આપવામાં આવ્યું. નવા મોડલમાં નવી ડિઝાઇનનું ડેશબોર્ડ, પોલિયુરિથેન સીટ, ખેંચી શકાય તેવું દરવાજાનું હેન્ડલ અને સ્ટીયરિંગ કોલસ ગીયર લીવરની જગ્યાએ ફ્લોર શીફ્ટ ગીયર્સ લગાવવામાં આવ્યા અને તેમાં વળી શકે તેવા સસ્પેન્શન હતા. ઊંચા પ્રકારના મોડલમાં સર્વો આસિસ્ટેડ ડિસ્ક બ્રેક્સ અને પાવર આસિસ્ટેડ ટીઆરડબલ્યુ (TRW) સ્ટીયરિંગ હતા.

તેનું સૌથી પાયાનું પુનરાવર્તન, 2003ના મધ્યમાં બ્રાન્ડના નવીનીકરણના ભાગ રૂપે, અવિગો હતું (એમ્બેસેડર માર્કથી વિરામ જે અલગ પ્રકારના માર્કેટિંગ વ્યૂહનું સૂચન કરતું હતું), જે 2004ના ઉનાળામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. નવીનીકરણમાં 2003ની મધ્યની એમ્બેસેડર ક્લાસિક , 2003ના પાછલા સમયગાળાની એમ્બેસેડર ગ્રાન્ડ અને ઉપર જણાવ્યા પ્રમાણેની એવિગોનો સમાવેશ થતો હતો, જેની ડિઝાઇન માનવિન્દ્ર સિંઘે તૈયાર કરી હતી. જો કે કાર ચાહકોની નજરે આ હાથમાંથી સરકી જતા બજાર હિસ્સાને પાછો લાવવાના આંધળૂકિયા પ્રયાસો હતા. નવી ડિઝાઇન પરના નોંધપાત્ર પ્રભાવોમાં નવી મિની અને પોર્શે 356નો સમાવેશ થતો હતો. જો કે, આગળની બાજુ અને બોનેટની ડિઝાઇન પરનો સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ મૂળ લેન્ડમાસ્ટર સીરીઝ (મોરીસ ઓક્સફર્ડ પર આધારિત)નો હતો. કારના પાછલા ભાગમાં ફેરફાર કરવામાં આવ્યો ન હતો અને તેના કારણે એવી લાગણી પ્રવર્તતી હતી કે આ કાર એમ્બેસેડરથી ખરેખર અલગ નથી. રેટ્રો-કાર ચાહકોને કદાચ (નાના ફિન્સ સિવાય) પાછળ ગોળાકાર ભાગ વધારે પસંદ આવ્યો હોત, જ્યારે વર્તમાન કાર તરીકે નિયમિત દેખાવ ધરાવતી એમ્બેસેડર પોતાની રીતે જ વધારે સારી છે. જો કે એવિગો આંતરિક રીતે વધારે ક્લાસિક હતી, જે કે મધ્યમાં ઊંચું કોન્સોલ (માર્ક-4 મોડલની જેમ), હલકા બદામી રંગની સીટ અને વૂડ-ગ્રેઇન ઇન્ટીરીયર્સ.

1990ના દાયના પ્રારંભિક સમયગાળામાં, જૂના બીએમસી 1.5 લિટર (BMC 1.5L) પેટ્રોલ એન્જિનનનું સ્થાન ઇસુઝુ 1.8 લિટર એન્જિન લીધું અને ભારતમાં તે સમયે ફિયાટ અને મારુતિ સુઝુકીને પાછળ છોડીને સૌથી ઝડપી ઉત્પાદન ધરાવતી કાર બની ગઈ. હાલમાં ઉપલબ્ધ એન્જિન 1.8 લિટર બીએચપી એમપીએફઆઇ (MPFI) પેટ્રોલ એન્જિન અને 2.0 લિટર બીએચપી (bhp) ઇસુઝુ ડિઝલ એન્જિન છે. 70ના દાયકાના પાછલા વર્ષોમાં માર્ક-3 એમ્બેસેડરનો જથ્થો એસયુ (SU) કાર્બોરેટર્સ સાથે 1.7 લિટર (1.7L) એન્જિન સાથે ઉત્પાદન કરવામાં આવ્યો.આ કારના એન્જિન બ્લોક્સ પર સામાન્ય રીતે જોવા મળતા '1500'ને બદલે '1700' પ્રિન્ટ કરેલું છે. તેનું ઉત્પાદન કદાચ તે સમયે ઉપલબ્ધ પિસ્ટન ધરાવતા એર કંડિશનર કોમ્પ્રેશરના વધારાના લોડને ખમી લેવા માટે કરવામાં આવ્યું હશે.આ કારની ટ્રીમ (મેટલ બિડિંગ) 60ના દાયકાની હતી કારણ કે તે એલ્યુમિનિયમને બદલે ક્રોમ પ્લેટેડ હતી.

વિસ્તારેલી આવૃત્તિ

ફેરફાર કરો

ઘણાં સ્થાનિક ગ્રાહકોની માંગ પ્રમાણેના ફેરફારોથી મોડલનું વિસ્તરણ થયું, પરંતુ તે ઘણાં લોકપ્રિય ન હતા. આ પ્રકારના એક ઉત્પાદક પરીખ છે, જેમના પ્રયાસોને "એમ્બિલિમો" તરીકે ઓળખવામાં આવ્યા.[][]

ગ્રાહકોની માંગ પ્રમાણેની આવૃત્તિ

ફેરફાર કરો

કાર ડિઝાઇનર દિલીપ છાબરીયાએ એમ્બેસેડર દ્વારા પ્રેરણા આપવામાં આવેલા કન્સેપ્ટનું સર્જન કર્યું. વર્ઝન[], એમ્બિરોડ. આ કાર હિંદુસ્તાન મોટર્સ દ્વારા ઉત્પાદન કરવામાં આવી નથી કે તે એમ્બેસેડર પર આધારિત પણ નથી. જો કે અનેક પ્રકારની સ્ટાઇલિંગની પ્રેરણા એમ્બેસેડર પરથી મેળવવામાં આવી છે.

યુકે (UK)માં આયાત

ફેરફાર કરો

એમ્બેસેડરને "ઘરે" લઈ આવવાના દુઃસ્વપ્ન સમાન પ્રયાસ સ્વરૂપે 1993માં (ફૂલબોર માર્ક 10 તરીકે) યુનાઇટેડ કિંગ્ડમમાં કારને થોડા સમય માટે આયાત કરવામાં આવી. યુરોપીયન સુરક્ષા કાયદાઓ સાથે અનુકૂલન સાધવા માટે કારમાં હિટર અને સીટ બેલ્ટ્સ લગાવવામાં આવ્યા પરંતુ થોડા પ્રમાણમાં પણ કારનું વેચાણ ન થયું અને આયાતકાર દેવાળિયા સ્થિતિમાં પહોંચી ગયા.[] આ નિષ્ફળતા પછી પણ વેલ્શના આયાતકાર મર્લિન ગેરાજીસે 2002થી નવી એમ્બેસેડર યુકે (UK)માં ઉપલબ્ધ બનાવી.

 
મોરીસ ઓક્સફર્ડ કલરમાં લંડનના લોંગએકર ખાતે હિંદુસ્તાન એમ્બેસેડર ભારતમાં બનાવવામાં આવેલી ઇલેક્ટ્રીક કાર રેવા (REVA) પણ પશ્ચાદભૂમિમાં દૃશ્યમાન છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. "HM Plant - Uttarpara". Hmutp.com. મૂળ માંથી 2017-06-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-01.
  2. "No takers for Vajpayee's BMWs". Rediff.com. 2004-06-10. મેળવેલ 2009-05-01.
  3. "Parikh Coach Builders". Indianlimo.com. મૂળ માંથી 2010-06-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-29.
  4. "Parikh. Parikh In India". Car-cat.com. મૂળ માંથી 2010-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-29.
  5. "Sanjay Dutt Unveils Dilip Chhabria's Ambierod". Bollywoodhungama.com. 2008-01-12. મેળવેલ 2009-10-04.
  6. "''Aronline Hindustan Ambassador''". Aronline.co.uk. મેળવેલ 2010-10-15.

બાહ્ય લિંક્સ

ફેરફાર કરો