ભારતના વડાપ્રધાન
ભારતના વડા પ્રધાન ભારત સરકારના વડા છે. ભારતની સંસદીય પ્રણાલીમાં સંવિધાન ભારતના રાષ્ટ્રપતિને દેશના પ્રમુખ તરીકે વર્ણવે છે. પરંતુ, ખરી સત્તા વડા પ્રધાન અને તેમના મંત્રીમંડળના હાથમાં હોય છે. વડા પ્રધાનની નિમણૂંંક અને સોગંદનામું રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સામાન્ય રીતે વડા પ્રધાન લોક સભામાં બહુમતી ધરાવતા પક્ષનો નેતા હોય છે.[૧]
૧૯૪૭થી ભારતમાં ૧૪ વડા પ્રધાનો રહી ચૂક્યા છે, ૧૫મા વડા પ્રધાન ગુલઝારીલાલ નંદા બે વખત કાર્યકારી વડા પ્રધાન રહ્યા હતા. પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હતા,[૨] જેમણે ભારતની સ્વતંત્રતા સમયે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ શપથ લીધા હતા. મે ૧૯૬૪માં તેમના મૃત્યુ સુધી તેઓ વડા પ્રધાન રહ્યા હતા અને ભારતના સૌથી લાંબો સમય પદ પર રહેનાર વડા પ્રધાન હતા. તેમના પછી લાલ બહાદુર શાસ્ત્રી વડા પ્રધાન બન્યા હતા અને તેમના ૧૯ મહિનાના શાસન પછી તેમનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી નહેરુના પુત્રી ઈન્દિરા ગાંધી વડા પ્રધાન બન્યા હતા. ૧૧ વર્ષ પછી જનતા પાર્ટીના ચૂંટાતા ઈન્દિરા ગાંધીના શાસનનો અંત આવ્યો હતો અને મોરારજી દેસાઈ પ્રથમ બિન-કોંગ્રેસી વડા પ્રધાન બન્યા હતા. ૧૯૭૯માં તેમના રાજીનામા પછી તેમના ઉપ વડા પ્રધાન ચરણ સિંહ કોંગ્રેસના ટેકાથી ૬ મહિનાના ટૂંકા ગાળા માટે વડા પ્રધાન બન્યા હતા અને ત્યાર પછી ફરી ઇન્દિરા ગાંધી સત્તામાં આવ્યા હતા. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ તેમની હત્યા થતાં તે જ સાંજે તેમના પુત્ર રાજીવ ગાંધી વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા, જેઓ તેમના કુટુંબમાંથી ત્રીજા વડા પ્રધાન હતા. અત્યાર સુધીમાં નહેરુ-ગાંધી પરિવાર કુલ ૩૭ વર્ષ ૩૦૩ દિવસો સુધી વડા પ્રધાન પદે રહી ચૂક્યું છે.[૩]
રાજીવ ગાંધીના પાંચ વર્ષ પછી તેમના જ સાથી વી. પી. સિંહે જનતા દળના નેતા તરીકે નેશનલ ફ્રન્ટ ગઠબંધનની મદદથી ૧૯૮૯માં સરકાર બનાવી. નવેમ્બર ૧૯૯૦માં ચંદ્ર શેખર ૬ મહિના માટે વડા પ્રધાન બન્યા અને જૂન ૧૯૯૧માં પી. વી. નરસિંહરાવના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પક્ષ સત્તા પર પરત ફર્યો. રાવની પાંચ વર્ષની મુદ્દત પછી ચાર ટૂંકાગાળાના વડા પ્રધાનો સત્તા પર આવ્યા, જેમાં ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયી (૧૩ દિવસ માટે), યુનાઇટેડ ફ્રંટના એચ. ડી. દેવગૌડા, આઇ. કે. ગુજરાલ તેમજ ૧૯૯૮-૯૯માં વાજપેયી (૧૯ મહિના માટે)નો સમાવેશ થાય છે. ૧૯૯૯માં ત્રીજી વખત વાજપેયી વડા પ્રધાન બન્યા અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ પાંચ વર્ષ સત્તા પર રહ્યો, જે આમ કરવાવાળી પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર હતી. વાજપેયી પછી કોંગ્રેસ સત્તા પર પરત ફરી અને મનમોહન સિંહ બે મુદ્દત માટે ૧૦ વર્ષ સુધી યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુ.પી.એ.) ગઠબંધનના વડા પ્રધાન રહ્યા. ૨૦૧૪માં ભારતીય જનતા પક્ષના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એન.ડી.એ.) સત્તા પર આવ્યો. ૨૬ મે ૨૦૧૪ના રોજ નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા, જે એક જ પક્ષની બહુમતી ધરાવતી પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર છે.[૪] ઓગસ્ટ ૨૦૨૦માં નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ રહેનારા બિન-કોંગ્રેસી વડાપ્રધાન બન્યા હતા.[૫]
ચાવી
ફેરફાર કરો
|
|
ભારતના વડાપ્રધાનોની યાદી
ફેરફાર કરોક્રમ | નામ (જન્મ–મૃત્યુ) |
છબી | પૂર્વ પદ | પક્ષ (ગઠબંધન) |
મત વિસ્તાર | સત્તા[૭] | નિમણુક | લોક સભા[નોંધ ૧] | |||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
૧ | જવાહરલાલ નેહરુ (૧૮૮૯–૧૯૬૪) |
ભારતની કામચલાઉ સરકારના ઉપ વડાપ્રધાન | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ફુલપુર, ઉત્તર પ્રદેશ | ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ |
૧૫ એપ્રિલ ૧૯૫૨ |
16 વર્ષો, 286 દિવસો | લોર્ડ માઉન્ટબેટન | બંધારણીય સભા[નોંધ ૨] | ||
૧૫ એપ્રિલ ૧૯૫૨ |
૧૭ એપ્રિલ ૧૯૫૭ |
રાજેન્દ્ર પ્રસાદ | ૧લી | ||||||||
૧૭ એપ્રિલ ૧૯૫૭ |
૨ એપ્રિલ ૧૯૫૭ |
૨જી | |||||||||
૨ એપ્રિલ ૧૯૫૭ |
૨૭ મે ૧૯૬૪[†] |
૩જી | |||||||||
– | ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) (૧૮૯૮–૧૯૯૮) |
શ્રમ અને મજૂર મંત્રી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | સાબરકાંઠા, ગુજરાત | ૨૭ મે ૧૯૬૪ |
૯ જૂન ૧૯૬૪ |
૧૩ દિવસો | સર્વપલ્લી રાધાકૃષ્ણન | |||
૨ | લાલ બહાદુર શાસ્ત્રી (૧૯૦૪–૧૯૬૬) |
ગૃહ મંત્રી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | અલાહાબાદ, ઉત્તર પ્રદેશ | ૯ જૂન ૧૯૬૪ |
૧૧ જાન્યુઆરી ૧૯૬૬[†] |
1 વર્ષો, 216 દિવસો | સર્વપલ્લી રાધાકૃષ્ણન | |||
– | ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) (૧૮૯૮–૧૯૯૮) |
ગૃહ મંત્રી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | સાબરકાંઠા, ગુજરાત | ૧૧ જાન્યુઆરી ૧૯૬૬ |
૨૪ જાન્યુઆરી ૧૯૬૬ |
૧૩ દિવસો | સર્વપલ્લી રાધાકૃષ્ણન | |||
૩ | ઈન્દિરા ગાંધી (૧૯૧૭–૧૯૮૪) |
માહિતી અને પ્રસારણ મંત્રી
વડા પ્રધાન (ફરી-ચૂંટાયેલ) |
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ઉત્તર પ્રદેશ તરફથી રાજ્ય સભાના સભ્ય | ૨૪ જાન્યુઆરી ૧૯૬૬ |
૪ માર્ચ ૧૯૬૭ |
11 વર્ષો, 59 દિવસો | સર્વપલ્લી રાધાકૃષ્ણન | |||
૪ માર્ચ ૧૯૬૭ |
૧૫ માર્ચ ૧૯૭૧ |
વી. વી. ગિરિ | ૪થી | ||||||||
૧૫ માર્ચ ૧૯૭૧ |
૨૪ માર્ચ ૧૯૭૭ |
૫મી | |||||||||
૪ | મોરારજી દેસાઈ (૧૮૯૬–૧૯૯૫) |
નાણાં મંત્રી અને ૧૯૬૯માં તેમના રાજીનામા પહેલા ઉપ વડાપ્રધાન | જનતા પાર્ટી | સુરત, ગુજરાત | ૨૪ માર્ચ ૧૯૭૭ |
૨૮ જુલાઇ ૧૯૭૯[RES] |
2 વર્ષો, 126 દિવસો | બી. ડી. જત્તી
(કાર્યકારી રાષ્ટ્રપતિ) |
૬ઠ્ઠી | ||
૫ | ચરણ સિંહ (૧૯૦૨–૧૯૮૭) |
નાણાં મંત્રી | જનતા પાર્ટી (સેક્યુલર) કોંગ્રેસ સાથે |
બાઘપત, ઉત્તર પ્રદેશ | ૨૮ જુલાઇ ૧૯૭૯ |
૧૪ જાન્યુઆરી ૧૯૮૦[RES] |
170 દિવસો | નીલમ સંજીવ રેડ્ડી | |||
(૩) | ઈન્દિરા ગાંધી (૧૯૧૭–૧૯૮૪) |
ભૂતપૂર્વ વડાપ્રધાન | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઇ) | મેદક, આંધ્ર પ્રદેશ | ૧૪ જાન્યુઆરી ૧૯૮૦[§] |
૩૧ ઓક્ટોબર ૧૯૮૪[†] |
4 વર્ષો, 291 દિવસો | નીલમ સંજીવ રેડ્ડી | ૭મી | ||
૬ | રાજીવ ગાંધી (૧૯૪૪–૧૯૯૧) |
અમેઠીના સાંસદ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઇ) | અમેઠી, ઉત્તર પ્રદેશ | ૩૧ ઓક્ટોબર ૧૯૮૪[†] |
૩૧ ડિસેમ્બર ૧૯૮૪ |
5 વર્ષો, 32 દિવસો | ઝૈલસિંઘ | |||
૩૧ ડિસેમ્બર ૧૯૮૪ |
૨ ડિસેમ્બર ૧૯૮૯ |
૮મી | |||||||||
૭ | વિશ્વનાથ પ્રતાપ સિંઘ (૧૯૩૧–૨૦૦૮) |
રક્ષા મંત્રી | જનતા દળ (નેશનલ ફ્રંટ) |
ફતેહપુર, ઉત્તર પ્રદેશ | ૨ ડિસેમ્બર ૧૯૮૯ |
૧૦ નવેમ્બર ૧૯૯૦[NC] |
343 દિવસો | આર. વેકંટરામન | ૯મી | ||
૮ | ચંદ્રશેખર (૧૯૨૭–૨૦૦૭) |
બલિયાના સાંસદ | સમાજવાદી જનતા પાર્ટી કોંગ્રેસ સાથે |
બલિયા, ઉત્તર પ્રદેશ | ૧૦ નવેમ્બર ૧૯૯૦ |
૨૧ જૂન ૧૯૯૧[નોંધ ૩] |
223 દિવસો | આર. વેકંટરામન | |||
૯ | પામુલપાર્થી વેકંટ નરસિંહ રાવ (૧૯૨૧–૨૦૦૪) |
વિદેશ મંત્રી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઇ) | નાંદયાલ, આંધ્ર પ્રદેશ | ૨૧ જૂન ૧૯૯૧ |
૧૬ મે ૧૯૯૬ |
4 વર્ષો, 330 દિવસો | આર. વેકંટરામન | ૧૦મી | ||
૧૦ | અટલ બિહારી વાજપેયી (૧૯૨૪-૨૦૧૮) |
વિદેશ મંત્રી | ભારતીય જનતા પાર્ટી | લખનૌ, ઉત્તર પ્રદેશ | ૧૬ મે ૧૯૯૬ |
૧ જૂન ૧૯૯૬[RES] |
16 days | શંકર દયાલ શર્મા | ૧૧મી | ||
૧૧ | એચ. ડી. દેવે ગોવડા (જન્મ ૧૯૩૩) |
કર્ણાટકના મુખ્યમંત્રી | જનતા દળ (યુનાઇટેડ ફ્રંટ) |
કર્ણાટક તરફથી રાજ્ય સભાના સભ્ય | ૧ જૂન ૧૯૯૬ |
૨૧ એપ્રિલ ૧૯૯૭[RES] |
324 દિવસો | શંકર દયાલ શર્મા | |||
૧૨ | ઇન્દ્ર કુમાર ગુજરાલ (૧૯૧૯–૨૦૧૨) |
વિદેશ મંત્રી | જનતા દળ (યુનાઇટેડ ફ્રંટ) |
બિહાર તરફથી રાજ્ય સભાના સભ્ય | ૨૧ એપ્રિલ ૧૯૯૭ |
૧૯ માર્ચ ૧૯૯૮ |
332 દિવસો | શંકર દયાલ શર્મા | |||
(૧૦) | અટલ બિહારી વાજપેયી (૧૯૨૪-૨૦૧૮) |
ભૂતપૂર્વ વડાપ્રધાન | ભારતીય જનતા પાર્ટી (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) |
લખનૌ, ઉત્તર પ્રદેશ | ૧૯ માર્ચ ૧૯૯૮[§] |
૧૦ ઓક્ટોબર ૧૯૯૯ |
6 વર્ષો, 64 દિવસો | કે. આર. નારાયણ | ૧૨મી | ||
૧૦ ઓક્ટોબર ૧૯૯૯ |
૨૨ મે ૨૦૦૪ |
૧૩મી | |||||||||
૧૩ | મનમોહન સિંહ (જન્મ ૧૯૩૨) |
નાણાં મંત્રી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ) |
આસામ તરફથી રાજ્ય સભાના સભ્ય | ૨૨ મે ૨૦૦૪ |
૨૨ મે ૨૦૦૯ |
10 વર્ષો, 4 દિવસો | એ. પી. જે. અબ્દુલ કલામ | ૧૪મી | ||
૨૨ મે ૨૦૦૯ |
૨૬ મે ૨૦૧૪ |
પ્રતિભા પાટીલ | ૧૫મી | ||||||||
૧૪ | નરેન્દ્ર મોદી (જન્મ ૧૯૫૦) |
ગુજરાતના મુખ્યમંત્રી | ભારતીય જનતા પાર્ટી (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) |
વારાણસી, ઉત્તર પ્રદેશ | ૨૬ મે ૨૦૧૪[૮] |
૩૦ મે ૨૦૧૯ | 10 વર્ષો, 218 દિવસો | પ્રણવ મુખર્જી | ૧૬મી | ||
૩૦ મે ૨૦૧૯ | ૯ જૂન ૨૦૨૪ | રામનાથ કોવિંદ | ૧૭મી | ||||||||
૯ જૂન ૨૦૨૪ | હાલ માં | દ્રૌપદી મુર્મૂ | ૧૮મી |
નોંધ
ફેરફાર કરો- ↑ વડાપ્રધાન બંને ગૃહોમાંથી એકના સભ્ય બની શકે છે, પરંતુ તેમની પાસે લોક સભામાં વિશ્વાસનો મત હોવો જરૂરી છે. લોક સભાનાં વિસર્જન પછી નવા વડાપ્રધાન ચૂંટાય અને તેમની શપથવિધિ પુર્ણ ન થાય ત્યાં સુધી જૂના વડાપ્રધાન સત્તામાં રહે છે.
- ↑ ૧૯૪૬માં ૩૮૯ સભ્યોની બંધારણીય સભા ચૂંટાઈ હતી. આ સભા ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ અમલમાં આવતા કામચલાઉ સંસદ વડે વિખેરી નખાઈ હતી અને પ્રથમ ચૂંટણી ૧૯૫૧-૫૨માં યોજાઈ હતી.
- ↑ ચંદ્ર શેખરે સત્તાવાર રીતે વડાપ્રધાન પદ પરથી ૧૩ માર્ચ ૧૯૯૧ના રોજ રાજીનામું આપ્યું હતું પરંતુ તેઓ અને તેમનું મંત્રી મંડળ નરસિંહ રાવના વડાપ્રધાન બનવા સુધી કાર્યાલયમાં પદ પર રહ્યા હતા.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Constitutional Government in India (અંગ્રેજીમાં). S. Chand Publishing. ૨૦૦૩. ISBN 9788121922036.
- ↑ "Former Prime Ministers | Prime Minister of India". www.pmindia.gov.in (અંગ્રેજીમાં). મેળવેલ 2018-01-03.
- ↑ "In India, next generation of Gandhi dynasty". Washington Post. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૬.
- ↑ Diplomat, Ankit Panda, The. "BJP, Modi Win Landslide Victory in Indian Elections". The Diplomat. મેળવેલ ૨૭ ડિસેમ્બર ૨૦૧૬.
- ↑ Sharma, Akhilesh; Dutta Roy, Divyanshu (13 August 2020). "PM Modi Becomes Longest Serving Non-Congress Prime Minister". NDTV. મેળવેલ 1 March 2021.
- ↑ "Indian National Congress". Encyclopædia Britannica. મેળવેલ ૨૧ મે ૨૦૧૪.
- ↑ "Former Prime Ministers". PM India. મૂળ માંથી ૯ ઓક્ટોબર ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૧૫.
- ↑ "Narendra Modi appointed Prime Minister, swearing in on May 26". The Times of India. ૨૦ મે ૨૦૧૪. મેળવેલ ૨૨ જાન્યુઆરી ૨૦૧૫.
પૂરક વાચન
ફેરફાર કરો- "Former Prime Minister's of India". Prime Minister's Office (India) (PMO). મેળવેલ ૨૨ નવેમ્બર ૨૦૧૭.
- "Gallery of Prime Ministers". Press Information Burea. મેળવેલ ૨૨ નવેમ્બર ૨૦૧૭.
- Guha, Ramachandra (૨૦૧૧). India After Gandhi: The History of the World's Largest Democracy (અંગ્રેજીમાં). Pan Macmillan. ISBN 9780330540209.
- Brass, Paul R. (૧૯૯૪). The Politics of India Since Independence (અંગ્રેજીમાં). Cambridge University Press. ISBN 9780521459709.