હિડિમ્બા દેવી મંદિર, હડિંબા મંદિર, ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ રાજ્યના ગિરિમથક મનાલીમાં આવેલું છે. આ મંદિર સ્થાનિક લોકોમાં ધુંગારી મંદિર તરીકે ઓળખાય છે. [૧] આ એક પ્રાચીન ગુફા મંદિર છે જે ભીમની પત્ની હિડિમ્બી દેવીને સમર્પિત છે. હિડિમ્બી દેવી ભારતીય મહાકાવ્ય મહાભારતનું એક પાત્ર છે. આ મંદિર હિમાલયની તળેટીમાં ધુંગિરી વન વિહાર નામના દેવદારના જંગલથી ઘેરાયેલું છે. આ મંદિર સંકુલ જમીનમાંથી બહાર નીકળેલા એક વિશાળ ખડક પર બાંધવામાં આવ્યું છે આ ખડકને દેવીની પ્રતિમા તરીકે પૂજવામાં આવતો હતો. આ મંદિરનું માળખું ૧૫૫૩ માં મહારાજા બહાદુર સિંહ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. [૨]

હિડિમ્બા દેવી મંદિર
હિડિમ્બા દેવી મંદિર, ઈશાન દિશા તરફથી દેખાતું દૃશ્ય
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોકુલ્લુ
દેવી-દેવતાહિડિમ્બી
તહેવારોધુંગારી મેળો
સ્થાન
રાજ્યહિમાચલ પ્રદેશ
દેશભારત
હિડિમ્બા દેવી મંદિર is located in Himachal Pradesh
હિડિમ્બા દેવી મંદિર
ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ32°14′32″N 77°11′15″E / 32.24228°N 77.187366°E / 32.24228; 77.187366Coordinates: 32°14′32″N 77°11′15″E / 32.24228°N 77.187366°E / 32.24228; 77.187366
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારપેગોડા
પૂર્ણ તારીખ૧૫૫૩

હિડિમ્બા દેવી મંદિર ૨૪ મીટર ઊંચું છે.

ઇતિહાસ ફેરફાર કરો

હિડિંબા દેવી મંદિરનું નિર્માણ મહારાજા બહાદુર સિંહ દ્વારા ૧૫૫૩માં કરવામાં આવ્યું હતું. [૩] આ મંદિર એક ગુફાની આસપાસ બાંધવામાં આવ્યું છે જ્યાં દેવી હિડિમ્બાએ ધ્યાન ધર્યું હતું. હિડિમ્બી તેના ભાઈ હિડિમ્બ સાથે ત્યાં રહેતી હોવાનું માનવામાં આવે છે. તેમના માતાપિતા વિશે વધુ જાણકારી નથી. રાક્ષસ પરિવારમાં જન્મેલી, હિડિમ્બાએ એવી વ્યક્તિ સાથે લગ્ન કરવાની પ્રતિજ્ઞા લીધી જે તેના ભાઈ હિડિમ્બને હરાવી દે. તે સમયે હિડિમ્બ ખૂબ બહાદુર અને નિર્ભય હોવાનું માનવામાં આવતું હતું. પાંડવોના વનવાસ દરમિયાન, જ્યારે તેઓ મનાલી ગયા, ત્યારે પાંડવ ભાઈઓમાં એક ભીમે હિડિમ્બને હરાવ્યો. ત્યારબાદ હિડિમ્બાએ ભીમે સાથે લગ્ન કર્યા અને તેમના પુત્ર ઘટોત્કચને જન્મ આપ્યો.

હિડિમ્બા દેવીની પૂજા ફેરફાર કરો

હિડિમ્બા દેવીની પૂજા મનાલીમાં નોંધપાત્ર સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે, અહીં તેમને દેવી તરીકે પૂજવામાં આવે છે. જ્યારે નવરાત્રિમાં સામાન્ય રીતે દેવી દુર્ગાની પૂજા જોવા મળે છે, ત્યારે મનાલીમાં દેવી હિડિમ્બાની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં ખાસ કરીને નવરાત્રિ દરમિયાન લોકોની નોંધપાત્ર ભીડ રહે છે. [૪] સ્થાનિક લોકો ઉત્સાહપૂર્વક હિડિમ્બા દેવી વાર્ષિક મેળાનું આયોજન કરે છે, જે વસંતના આગમન સમયે યોજવામાં આવે છે. [૫]

રચના ફેરફાર કરો

હિડિંબા દેવી મંદિર ઝીણી કોતરણી કરેલા લાકડાનો દરવાજો અને ૨૪-મીટર-ઊંચું લાકડાનું શિખર ધરાવે છે. [૬] આ મંદિરનું શિખર ત્રણ ચોરસાકર લાકડાના છાપરા અને ટોચ પર ચોથું પિત્તળનું શંકુ આકારનું છાપરું ધરાવે છે. મુખ્ય દરવાજાની કોતરણી પૃથ્વી દેવી દુર્ગાને સમર્પિત છે. [૭] આ સિવાય અહીં પ્રાણીઓ, પાંદડા, નર્તકો, ભગવાન કૃષ્ણના જીવનના દૃશ્યો અને નવગ્રહો પણ દર્શાવવામાં આવ્યા છે. [૮] મંદિરનો આધાર લીંપીને ચૂનો ઢોળેલા પથ્થરથી બનેલો છે. મંદિરની અંદર એક પ્રચંડ ખડક છે અને માત્ર ૭.૫ સેમી (3 ઇંચ) ઉંચી દેવી હિડિમ્બા દેવીની પિત્તળની મૂર્તિ અહીં આવેલી છે. આ ખડકની સામે એક દોરડું લટકે છે. એક દંતકથા અનુસાર, ભૂતકાળમાં ઉત્સાહી ધાર્મિકો દોરડા વડે "પાપીઓ" ના હાથ બાંધતા અને પછી તેમને ખડકની સામે પછડાવતા. [૯]

મંદિરથી લગભગ સિત્તેર મીટર દૂર, દેવી હિડિમ્બાના પુત્ર ઘટોત્કચને સમર્પિત એક મંદિર છે, જેનો જન્મ હિડિંબાના ભીમ સાથે લગ્ન ઉપરાંત થયો હતો. મંદિરની સૌથી આશ્ચર્યજનક વિશેષતા એ છે કે અહીં મંદિરની અંદર પથ્થર પર કોતરવામાં આવેલા દેવીના પગની છાપની પૂજા કરવામાં આવે છે.

 
હિડિંબા મંદિર પાસે એક યાક, મનાલી, હિમાચલ પ્રદેશ

મહાભારતની કથા ફેરફાર કરો

 
હિડિંબા દેવી મંદિરમાં આવેલ માહિતી ફલક
 
એક બાજુએથી દેખાતું હિડિંબા દેવી મંદિર

ભારતીય મહાકાવ્ય મહાભારત અનુસાર પાંડવો તેમના વનવાસ દરમિયાન હિમાચલમાં રહ્યા હતા. તેઓ મનાલી પહોંચ્યા તે સમયે સૌથી સશક્ત ગણાતી વ્યક્તિ તરીકે પ્રખ્યાત એવા હિડિમ્બાના ભાઈ હિડિમ્બે તેમના પર હુમલો કર્યો, અને પાંડવોમાં સૌથી મજબૂત એવા ભીમે યુદ્ધમાં તેને મારી નાખ્યો. ભીમ અને હિડિમ્બની બહેન હિડિમ્બીના લગ્ન થયા અને તેમને એક પુત્ર થયો જેનું નામ ઘટોત્કચ રાખવામાં આવ્યું. તે પાછળથી કૌરવો સામેના યુદ્ધમાં એક મહાન યોદ્ધા સાબિત થયો. જ્યારે ભીમ અને તેમના ભાઈઓ વનવાસમાં આગળ વધ્યા ત્યારે હિડિમ્બી તેમની સાથે ન ગયા અને ત્યાં જ રહી તપસ્યા (ધ્યાન, પ્રાર્થના અને તપસ્યાનું સંયોજન) કરી. આખરે તેમણે દેવીનો દરજ્જો પ્રાપ્ત કર્યો.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Hadimba Temple Kullu Manali Manali".
  2. "Hidimbi Temple". મૂળ માંથી 5 ઑગસ્ટ 2006 પર સંગ્રહિત. મેળવેલ 14 September 2006. Check date values in: |archive-date= (મદદ)
  3. "Hadimba Devi Temple". મેળવેલ 21 June 2018.
  4. "Hidimba worshipped during Navaratri". મેળવેલ 19 August 2017.
  5. Hidimba devi fair, https://kullumanali.org/fairs-festivals/ 
  6. "Temples of the Himalayas". મેળવેલ 14 September 2006.
  7. "Hidimba Devi Temple". મેળવેલ 14 September 2006.
  8. "The imposing architecture of Hadimba Devi Temple". મેળવેલ 21 June 2018.
  9. "Hidimba Devi Temple". મેળવેલ 14 September 2006.

બાહ્ય કડીઓ ફેરફાર કરો