હેરિટેજ સ્ક્વેર (સુરત)
હેરિટેજ સ્ક્વેર અથવા ચોક બજાર હેરીટેજ સ્ક્વેર [૧] સુરતના જૂના અદાલત વિસ્તારના ચોક બજારમાં સ્થિત છે.
સ્થાન | ચોક બજાર, સુરત, ગુજરાત, ભારત |
---|---|
અક્ષાંશ-રેખાંશ | 21°11′47″N 72°49′04″W / 21.196266°N 72.817782°W |
માલિક | સુરત મહાનગરપાલિકા |
આકર્ષણો
ફેરફાર કરોહેરિટેજ સ્ક્વેરના સાત મુખ્ય આકર્ષણો છે.
સુરતનો કિલ્લો
ફેરફાર કરોસુરતનો કિલ્લો, ૧૬ મી સદીમાં ખુદાવંદ ખાન દ્વારા બંધાવવામાં આવ્યો હતો. [૨]
એન્ડ્રુઝ લાયબ્રેરી
ફેરફાર કરોએન્ડ્રુઝ લાયબ્રેરી સુરતમાં ૧૭૫ વર્ષીય પુસ્તકાલય છે. [૩]
જેજે ટ્રેનિંગ કૉલેજ
ફેરફાર કરોકિલ્લાની સામે ૧૮૨૭ માં શેઠ સોરાબજી જમશેદજી જીજીભાયના દાન દ્વારા સ્થાપિત એક પૂર્વ અંગ્રેજી શાળા હતી. પાછળથી આ શાળા "સોરાબજી જમશેદજી જીજીભાઈ હાઇસ્કુલ" તરીકે જાણીતી થઈ હતી. ૧૯૩૯ માં પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ આપવા માટેની કૉલેજ શરૂ કરવા માટે આ હાઇ સ્કૂલ સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી.
ઓલ્ડ મ્યુઝિયમ
ફેરફાર કરોઓલ્ડ મ્યુઝિયમ બ્રિટીશ યુગ દરમિયાન વિકસાવવામાં આવ્યું હતું.
એંગ્લિકન ચર્ચ
ફેરફાર કરોએંગ્લિકન ચર્ચ, સીએનઆઇ ક્રાઇસ્ટ ચર્ચ તરીકે પણ ઓળખાય છે. તે સુરતનું સૌથી જૂનું ચર્ચ છે. ૧૯ મી સદીમાં પ્રચલિત પશ્ચિમી ડિઝાઇનની અનુસાર ૧૮૨૪ માં આ ઍંગ્લિકન ચર્ચનું નિર્માણ થયું હતું. ૧૮૨૦ માં માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિસ્ટનના આશીર્વાદ હેઠળ આ ચર્ચ બિલ્ડિંગનું બાંધકામ શરૂ થયું હતું.[૪] ૧૦ ફૂટ લાંબુ ક્રોસ અને ૩૦૦ વર્ષ જુની બાઈબલ આ ચર્ચના મુખ્ય આકર્ષણો છે.[૫]
કસ્તુરબા ગાર્ડન
ફેરફાર કરોકસ્તુરબા ગાંધી બાલ ઉદ્યાન ઍંગ્લિકન ચર્ચ નજીક એક ઐતિહાસિક બગીચો છે.
વિક્ટોરિયા ગાર્ડન (ગાંધી બાગ)
ફેરફાર કરોઆજે ગાંધી બાગ તરીકે ઓળખાતો, આ બગીચો સુરતના કિલ્લા નજીક આવેલું છે.
અન્ય આકર્ષણો
ફેરફાર કરોહેરિટેજ સ્ક્વેરની પાસે થોડા વધુ ઐતિહાસિક આકર્ષણો છે:
- શનિવારી બજાર
- હેરિટેજ વૉકવે
- મુગલ સરાઈ
ઇતિહાસ
ફેરફાર કરોહેરિટેજ સ્ક્વેરમાંની ઈમારતો બ્રિટિશ અને મુઘલ સંસ્કૃતિ ધરાવે છે.
૨૦૧૩માં, સુરત મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ સ્ક્વેરનો પુનઃ વિકાસ થયો.[૬] [૭] હાલમાં તે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે.
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "Heritage Square to be ready in three months". Timesofindia.indiatimes.com. 2014-02-19. મેળવેલ 2016-12-01.
- ↑ "Surat Castle". Suratmunicipal.gov.in. 2016-11-24. મેળવેલ 2016-12-01.
- ↑ "The Andrews Library in Surat turns 175 years old! – My Yellow Mug". Myyellowmug.com. 2015-07-07. મૂળ માંથી 2017-02-02 પર સંગ્રહિત. મેળવેલ 2016-12-01.
- ↑ "Anglican church gets tallest cross | UCAN India". Ucanindia.in. 2014-12-23. મૂળ માંથી 2017-02-02 પર સંગ્રહિત. મેળવેલ 2016-12-01.
- ↑ "Surat's 300-year-old Bible: Preserved, Intact, Unknown | Latest News & Updates at Daily News & Analysis". Dnaindia.com. 2013-08-11. મેળવેલ 2016-12-01.
- ↑ "Second phase of Chowk bazaar heritage square development work begins". Timesofindia.indiatimes.com. મેળવેલ 2016-12-01.
- ↑ "Competition Entry: Redevelopment of Heritage Square & Riverfront | Komal Anand Doshi". Komalananddoshi.wordpress.com. 2011-11-25. મેળવેલ 2016-12-01.