હેરોલ્ડ પિન્ટર
હેરોલ્ડ પિન્ટર એક પ્રસિદ્ધ આંગ્લ નાટ્યલેખક અને દિગ્દર્શક હતા. તેઓ એક આધુનિક બ્રિટિશ નાટ્યકાર હતા જેમણે તેમના જીવનનાં ૫૦ કરતા વધારે વર્ષ લેખનમાં અર્પિત કર્યા હતા. ઇ.સ ૨૦૦૫માં તેમને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.
હેરોલ્ડ પિન્ટર | |
---|---|
જન્મ | ૧૦ ઓક્ટોબર ૧૯૩૦ લંડન (યુનાઇટેડ કિંગડમ) |
મૃત્યુ | ૨૪ ડિસેમ્બર ૨૦૦૮ લંડન (યુનાઇટેડ કિંગડમ) |
અંતિમ સ્થાન | Kensal Green Cemetery |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | નાટ્યકાર, અભિનેતા, પટકથાલેખક, કવિ, director |
કાર્યો | See Harold Pinter bibliography |
જીવન સાથી | Vivien Merchant, Antonia Fraser |
બાળકો | Daniel Brand |
માતા-પિતા | |
પુરસ્કારો | |
વેબસાઇટ | http://www.haroldpinter.org/ |
જીવન
ફેરફાર કરોહોરોલ્ડ પિન્ટરનો જ્ન્મ એક યહૂદી કુટુંબમાં ૧૦ ઓકટોબર ૧૯૩૦ના રોજ થયો હતો. તેમનો ઉછેર લંડનના ઈસ્ટ એન્ડના શ્રમજીવી વિસ્તારમાં થયો હતો. જેના લીધે હિંસાનો તેમને નજીકનો અનુભવ થયો હતો. જેની તેમના નાટકમાં પણ અસર જોવા મળે છે. તેમને બીજા વિશ્વયુદ્ધનો પણ તેમને આકરો અનુભવ થયો હતો.[૧]
તેમના નાટકો ખાસ કરીને તેમાં રહેલ અલ્પોક્તિ, ટૂંકા-નાના સંવાદ અને પ્રસંગોપાત મૌનના ઉપયોગના લીધે પ્રસિદ્ધ બન્યા હતા. તેઓ સેમ્યુઅલ બકેટથી પ્રભાવિત થયા હતા તેમણે પોતાની એક વિશિષ્ટ લેખન શૈલી તૈયાર કરી હતી.[૨]
શિક્ષણ
ફેરફાર કરોહેરોલ્ડ પિન્ટરનું પ્રાથમિક શિક્ષણ હૅકમાં થયું હતું. ત્યારબાદ તેઓ રૉયલ એકેડમી ઑવ ડ્રામેટિક આર્ટમાં અભિનય-તાલીમ મેળવવા માટે જોડાયા હતા. પરંતુ તે અભ્યાસ તેમણે અધુરો છોડ્યો.[૨] ૧૮ વર્ષની નાની વયે તેમને આર્મીની ભરતી માટે બોલાવવામાં આવ્યા હતા પણ અમુક કારણોસર તેમને દંડની સજા થઈ અને છોડી દેવામાં આવ્યા.[૧]
સાહિત્યિક કાર્યો
ફેરફાર કરોઇ.સ ૧૯૫૦માં તેમના કાવ્યો 'લંડન પોઈમ્સમાં' પ્રગટ થવાના શરૂ થયા. ત્યારબાદ તેમણે નાટ્યલેખનમાં પણ ભૂમિકા ભજવી. નાટ્યલેખનની શરુઆત તેમને 'ધ રૂમ' થી કરી. ત્યાર પછી તેમણે નાટકોનું દિગ્દર્શન કરવાનું શરૂ કર્યું અને તેઓ નામાંકિત દિગ્દર્શક પીટર હૉલના સંપર્કમાં આવ્યા અને ૧૯૭૩માં હૉલના અનુગામી તરીકે તેઓ નેશનલ થિયેટરના તેઓ સહ-દિગ્દર્શક બન્યા.[૧]
દિનેશ કોઠારીએ તેમના ધ ડંબ વેઇટર્સનો અનુવાદ ટ્રે નામથી ગુજરાતીમાં કર્યો હતો.
કેટલીક કૃતિઓ
ફેરફાર કરો- ધ ડંબ વેઇટર્સ
- ધ બર્થડે પાર્ટી
- ધ કેરટેકર
- ધ હોમકમિંગ
- ધ રૂમ
અવસાન
ફેરફાર કરોહેરોલ્ડ પિન્ટર ૨૪ ડિસેમ્બર ૨૦૦૮ના રોજ કેન્સરના કારણે મૃત્યુ પામ્યા હતા.[૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ચોકસી, મહેશ (૧૯૯૯). ગુજરાતી વિશ્વકોશ. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ.
- ↑ ૨.૦ ૨.૧ "Harold Pinter". Biography (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-04-19 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-02.